રવિવાર, 5 માર્ચેનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, અભ્યાસ અને કરિયર સાથે જોડાયેલી યોજનાઓ સફળ રહેશે. જેનાથી બાળકો તમારા પર વિશ્વાસ કરશે. સામાજિક ગતિવિધિઓમાં ભાગ લેશો. નજીકના સંબંધીઓ આવવાથી માહોલ ખુશ રહેશે. રૂપિયાની લેન-દેન સમજી વિચારીને કરો. તેનાથી ઘરમાં ગલતફેમીઓ પેદા થઈ શકે છે. કોઈ નવું કામ શરૂ કરો, પરંતુ આજે લાભની આશા ન રાખશો.
શું કરવું - સૂર્ય દેવતાને જળ અર્પિત કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 9
--------------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, તમારી મુલાકાત ખાસ લોકો સાથે થશે. તમારી સમસ્યાનું સમાધાન થશે. પારિવારિક વ્યવસ્થાઓની સાથેૃ-સાથે વ્યક્તિગત કાર્યોની પ્રત્યે સચેત રહો. મહેનત પ્રમાણે પરિણામ ન મળવાથી તણાવ આવશે. ધૈર્ય રાખો, ગ્રહોની સ્થિતિ વર્તમાનમાં અનુકૂળ નથી. યોગ્ય સમય આવ્યે જરૂર સફળ થશો.
શું કરવું - યોગ-પ્રાણાયામનો અભ્યાસ કરો. શુભ રંગઃ- મરુણ
શુભ અંકઃ- 3
--------------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, રાજનીતિક સંપર્કો ફાયદો આપશે એટલા માટે જનસંપર્ક મજબૂત કરો. સંબંધોમાં તમારું વિશેષ સ્થાન હશે. ભૂતકાળની નકારાત્મક વાતોની અસર વર્તમાન પર ન પડવા દો. અજાણ્યા લોકોને મળતી વખતે સાવધાની રાખો. વ્યવસાય આજે મધ્યમ રહેશે. પારિવારિક તણાવ વ્યવસાય પર ન પડવા દેશો.
શું કરવું - જરૂરિયાતમંદ લોકોને મદદ કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, તમે પારિવારિક અને અંગત ગતિવિધિઓમાં સારો તાલમેળ બનાવી રાખશો. કોઈપણ ધાર્મિક સંગંઠન સેવામાં સારું યોગદાન આપશો. સંતાન પક્ષથી શુભ સમાચાર મળી શકે છે. પરિવારના સદસ્યોના કામોમાં વધુ દખલ ન કરો. બીજા નારાજ થઈ શકે છે. ભાઈઓ સાથે સારા સંબંધ રાખો. ભાગીદારીના વ્યવસાયમાં આકર્ષક સ્થિતિ રહેશે.
શું કરવું - ગણેશજીની પૂજા - આરાધના કરો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
-------------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, પોતાની મહેનત અને લગનનું યોગ્ય પરિણામ મળવાથી તમને શાંતિ અને પોતાની યોગ્યતા પર ગર્વ અનુભવાશે, સંતાનની ઉપલબ્ધિના કોઈ શુભ સમાચાર મળશે. ઘરમાં કોઈ ધાર્મિક આયોજન થાય. ઝડપી સફળતા મેળવવા તમારું મન નકારાત્મક ગતિવિધિઓ પર કેન્દ્રિત રહેશે. એટલા માટે ધૈર્ય રાખો.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- ઓરેન્જ શુભ અંકઃ- 2
--------------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આ સમયે કોઈ પ્રકારની લાભદાયક અને સુખદ પરિસ્થિતિ પેદા થઈ શકે છે. આળસને પોતાના પર હાવી ન ખવા દો. પોતાની ઊર્જા પોતાના કામમાં લગાવો. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનું સમાધાન મળવાથી પરિવારમાં બધાને રાહત મળશે. બાળકો પર વધુ પાબંદીઓ ન લાદો. તેનાથી આત્મસંન્માન ઓછું થઈ શકે છે.
શું કરવું - હનુમાનજીની પૂજા કરો. શુભ રંગઃ- જાંબડીયો
શુભ અંકઃ- 8
--------------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહોની સ્થિતિ તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસને વધારવામાં ખૂબ જ યોગદાન આપશે. કામની પ્રત્યે સમર્પણ તમને નવી ઉપલબ્ધિ અપાવશે અને કઠોર મહેનત અને પ્રયાસથી તમે મોટી સળતા મેળવી શકશો. કામ વધુ રહેવાને કારણે થોડો ગુસ્સો રહેશે. તમારી લાગણીઓને કંટ્રોલમાં રાખજો.
શું કરવું - ભગવાન વિષ્ણુજીની આરાધના કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, પાછલા કેટલાક દિવસોથી તમે જે કામને કરવાનો પ્રયાસ કરો છો, તે આ સપ્તાહે આશાથી વધુ સારું થઈ શકે છે. કોઈ નવા આભૂષણ ખરીદવાની યોજના બનશે. મિત્રો અને સંબંધીઓ સાથે સંબંધો મધુર બનશે. બાળકોની સમસ્યાને સમજો અને ધ્યાન આપો. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. મોટાભાગનો સમય ઘરની બહાર વિતશે.
શું કરવું - ભગવાન ગણેશની આરાધના કરો.
શુભ રંગઃ-ગુલાબી
શુભ અંકઃ- 2
--------------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, જો કોઈ સરકારી નોકરી અટકેલી હોય તો તે આજે મળી શકે છે. પ્રયાસ ચાલું રાખો, ઘર બદલવાની કે સુધારો કરવાની યોજના બનશે. ધાર્મિક ક્રિયાકલાપોથી હકારાત્મક માહોલ રહેશે. કોઈ ખાસ સંબંધીથી તમને મનપસંદ ઈનામ મળી શકે છે. બપોર પછી સ્થિતિમાં સુધારો થઈ શકે છે. ધૈર્ય રાખો, આ સમયે સૌથી જરૂરી વાત ધ્યાન રાખજો કે કોઈ કામ ઊતાવળમાં ન થાય.
શું કરવું - શિવલિંગ પર જળ ચઢાવો.
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 11
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.