તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જ્યોતિષ:હવે એકસાથે 5 ગ્રહ વક્રી રહેશે, બારેય રાશિના જાતકો ઉપર તેની શુભાશુભ અસર થશે

9 મહિનો પહેલા
  • ગુરુવારે રાતે ગુરુ ગ્રહ વક્રી થયો અને સૂર્યએ રાશિ બદલી છે, શનિ અને રાહુ-કેતુ પહેલાંથી જ વક્રી છે

14 મે, ગુરુવારે રાતે ગુરુ ગ્રહ વક્રી થઇ ગયો છે. આ પહેલાં શનિ અને શુક્ર પણ વક્રી થઇ ગયા છે. રાહુ-કેતુ હંમેશાં વક્રી જ રહે છે. આ પ્રકારે હવે નવમાંથી પાંચ ગ્રહ વક્રી થઇ ગયાં છે. ગુરુવારે રાતે જ સૂર્યએ રાશિ બદલી છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ગ્રહોની સ્થિતિઓ બદલવાથી રાશિ પ્રમાણે થોડી વાતોનું ધ્યાન રાખવામાં આવે તો આ ગ્રહોની અશુભ અસરથી બચી શકાય છે. જાણો રાશિ પ્રમાણે કઇ વાતોનું ધ્યાન રાખવું.

> મેષ, કર્ક, તુલા, મકર, કુંભ રાશિના લોકોને સફળતા મળી શકે છે, પરંતુ બેદરકારીથી બચવું જોઇએ. નહીંતર દરેક કામનું ખરાબ પરિણામ મળી શકે છે.

> વૃષભ, કન્યા, વૃશ્ચિક રાશિના લોકો માટે સમય થોડો મુશ્કેલ રહી શકે છે. આ લોકોએ ધૈર્યથી કામ લેવું જોઇએ. વડીલો પાસેથી સલાહ લઇને જ આગળ વધવું જોઇએ. માનસિક તણાવથી બચવું.

> મિથુન, સિંહ, ધન અને મીન રાશિના લોકોને પોતાની મહેનત પ્રમાણે ફળ મળવાના યોગ છે. એટલે આળસ કરવાથી બચવું, સાવધાન રહીને કામ કરતાં રહો. નહીંતર નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે.

ગ્રહોની અશુભ અસરથી બચવા માટે રોજ સવારે વહેલું જાગવું અને સ્નાન કર્યાં બાદ સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્ર ચઢાવો. હનુમાનજી સામે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.

ગ્રહોના વક્રી થવાનો અર્થઃ-
જ્યોતિષમાં ગ્રહોની બે સ્થિતિઓ ઉલ્લેખવામાં આવી છે. એક માર્ગી અને બીજી વક્રી. માર્ગીમાં ગ્રહ સીધો ચાલે છે એટલે આગળ વધે છે. જ્યારે વક્રી સ્થિતિમાં ગ્રહ ઊંધો ચાલે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ભાગ્યના નક્ષત્રો પ્રબળ થઇને તમારા અટવાયેલાં કાર્યોને ગતિ પ્રદાન કરે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપો. તેમની સલાહ તથા આશીર્વાદ તમારા માટે વરદાન સાબિત થશે. યોગ્ય સમયનો ભર...

વધુ વાંચો