• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • November Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal (November 2021), November Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

નવેમ્બરનું રાશિફળ:આ મહિનો મિથુન, તુલા અને ધન રાશિના લોકો માટે સારો રહેશે, જોબ અને બિઝનેસમાં સફળતાનો યોગ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મકર, કુંભ અને મીન સહિત 9 રાશિના લોકો માટે આ મહિનો સામાન્ય, કામકાજમાં વિઘ્ન આવી શકે છે

નવેમ્બરમાં સૂર્ય, બુધ અને શુક્ર રાશિ બદલશે. તેની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ મહિને મિથુન, તુલા અને ધન રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળશે. જેથી નોકરી અને બિઝનેસમાં ફાયદો થવાના યોગ બની રહ્યા છે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના લોકો ઉપર નક્ષત્રોની મિશ્રિત અસર રહેશે. આ રાશિના લોકોને નોકરી અને બિઝનેસના કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. થોડા કામ પૂર્ણ થશે તો થોડા જરૂરી કામ અટકી પણ શકે છે. આ પ્રકારે 12 રાશિમાંથી માત્ર 3 રાશિના લોકો માટે આ મહિનો સારો રહેશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ...

મેષઃ-

પોઝિટિવઃ- મહિનાની શરૂઆતમાં જમીન-જાયદાદને લગતું કોઈ અટવાયેલું કામ બની શકે છે. એટલે કોશિશ કરતા રહો. કોઈ મહત્ત્વપૂર્ણ સંસ્થા સાથે જોડાવાની તક મળશે. જે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારું માન-સન્માન તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે. આ સમયે પ્રાકૃતિક વસ્તુઓ ઉપર તમારો વધારેમાં વધારે સમય પસાર કરો.

નેગેટિવઃ- ખર્ચ વધારે રહેશે. એટલે તમારા બજેટને ઇગ્નોર ન કરો, નહીંતર પછી પછતાવું પડી શકે છે. બાળકોના કરિયરને લગતી કોઈ વાત પૂર્ણ ન થવાથી તણાવ હાવી થઈ શકે છે. તેમનું આત્મબળ જાળવી રાખવા માટે તેમનો સહયોગ કરો. કોઈ ઉચ્ચ પદ ઉપર રહેલાં વ્યક્તિની મદદથી તમારી દરેક સમસ્યા ઉકેલાઈ શકે છે.

વ્યવસાયઃ- આ મહિને દૂરની વ્યાપારિક પાર્ટીઓ સાથે ફરી સંપર્ક સ્થાપિત કરો. બહારની ગતિવિધિઓથી મહત્ત્વપૂર્ણ ઓર્ડર મળવાના યોગ બની રહ્યા છે. આવકના સ્ત્રોત પણ હાલ મંદ જ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધો ગાઢ બનશે. ઘરના કોઈ સભ્યના લગ્નને લગતી યોજના પણ બની શકે છે. ઘરનું વાતાવરણ સુખમય રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગેસ તથા કબજિયાતના કારણે માથાનો દુખાવો રહી શકે છે.

---------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અને ભાગ્ય બંને જ તમારા પક્ષમાં કામ કરી રહ્યા છે. સમયનો ભરપૂર સદુપયોગ કરો. મીડિયા તથા માર્કેટિંગને લગતી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં ખાસ ઊર્જા લગાવો. સંતાનના કરિયરને લગતી પ્રતિયોગિતા પરીક્ષામાં સફળતા મળવાથી સુખમય વાતાવરણ રહેશે.

નેગેટિવઃ- સંબંધો પ્રત્યે ખાસ સાવધાન રહેવાની જરૂરિયાત છે. નાની-નાની વાતો ઉપર વિવાદ વધી શકે છે. ક્યારેક વધારે ભાવુક રહેવાના કારણે તમે કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં અસફળ થઈ જાવ છો. તમારા આ સ્વભાવનો કોઈ અન્ય વ્યક્તિ ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયને લગતા કોઈપણ કામમાં રૂપિયાનું રોકાણ કરવાનું ટાળો. જોકે, થોડા નવા કરાર અને પ્રોજેક્ટ પ્રાપ્ત થશે પરંતુ કોઈપણ નિર્ણય લેતી સમયે સાવધાની રાખો.

લવઃ- પારિવારિક સુખ-શાંતિ અને સુખમય વાતાવરણ રહેશે. જ્યારે પ્રેમ સંબંધમાં ગેરસમજ ઊભી થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવાની સમસ્યા રહી શકે છે. કસરત અને મેડિટેશન કરવી તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ રાખશે.

---------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ મહિને ગ્રહ સ્થિતિ થોડી પરિવર્તનશીલ રહેશે. કોઈ વ્યક્તિ સાથે મુલાકાત નવી દિશા પ્રદાન કરશે અને તમે તમારા કાર્યોને લગતી યોજનાને સારી રીતે અંજામ આપી શકશો. વારસાને લગતી પ્રોપર્ટીના મામલાઓ સમજાવવા માટે આ સમય યોગ્ય છે. બાળકોના કરિયરને લગતા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- રૂપિયાની ઉધારીને લગતી લેવડ-દેવડ બિલકુલ ન કરો, નહીંતર તમારા રૂપિયા ફસાઈ શકે છે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. જેના કારણે તમારા અનેક મહત્વપૂર્ણ કામ ટળી શકે છે. સમય પ્રમાણે પોતાના વ્યવહારમાં ફેરફાર લાવવો જરૂરી છે.

વ્યવસાયઃ- જનસંપર્ક તમારા માટે ફાયદો આપી શકે છે. આત્મવિશ્વાસ તથા આત્મબળને મજબૂત જાળવી રાખો. આ સમયે તમને અનેક ઓર્ડર તથા કરાર પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- કામ વધારે રહેવાના કારણે જીવનસાથી તથા પરિવારના લોકો માટે સમય કાઢી શકશો નહીં. પ્રેમ સંબંધોને પરિવારના લોકોની મંજૂરી મળવાથા જલ્દી જ લગ્નની વાત આગળ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે. થોડો સમય ધાર્મિક અને આધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ પસાર કરો.

---------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ સમયે ભાવનાઓની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું સ્થિતિઓને તમારા પક્ષમાં કરશે. બાળકોની કિલકારીને લગતી શુભ સૂચના મળી શકે છે. જેથી પારિવારિક પ્રસન્નતા જળવાયેલી રહેશે.

નેગેટિવઃ- તમારી યોજનાઓ અંગે યોગ્ય વિચાર કરો. અનુભવી વ્યક્તિની સલાહ લો. રૂપિયાના મામલે પણ કોઈના ઉપર વિશ્વાસ ન કરીને પોતાની જ બધી ગતિવિધિઓને સાચવીને રાખો. મનમાં થોડી અનહોની જેવો ભય રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થિતિ હવે સારી રહેશે. થોડી પરેશાનીઓ આવશે પરંતુ તેના કારણે કોઈપણ કાર્ય અટકશે નહીં.

લવઃ- જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જાળવી રાખવાની કોશિશ કરતા રહો.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા છાતિમાં બળતરાની પરેશાની રહી શકે છે.

---------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- તહેવારોના કારણે વ્યસ્ત રહી શકો છો. ઘર-પરિવારને લગતી જો કોઈ યોજના બની રહી છે તો તેને અંજામ આપવા માટે યોગ્ય સમય છે. કોઈપણ કામમાં ઘરની સલાહ અવશ્ય લો અને તેના ઉપર અમલ પણ કરો. તમારા માટે આ ખૂબ જ લાભદાયક સમય રહેશે.

નેગેટિવઃ- આજે કોઈપણ રોકાણ કરવામાં વધારે સાવધાની જાળવી રાખવી જરૂરી છે. કોઈ નજીકના મિત્રના કારણે કોઈપણ નુકસાન થવાની સ્થિતિ બની શકે છે. એટલે ભાવુકતામાં આવીને કોઈપણ નિર્ણય લેશો નહીં.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ માટે તમે જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેના માટે હાલ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે.

લવઃ- પારિવારિક તથા વ્યવસાયિક જીવનમાં સારો તાલમેલ જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને થાકની સ્થિતિ વધારે રહી શકે છે.

---------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- લાભદાયક ગ્રહ ગોચર બની રહ્યું છે. રોકાણને લગતા મામલે યોગ્ય લાભ મળી શકે છે. તમે કોઈપણ નકારાત્મક આદતને છોડવાનો સંકલ્પ કરો. આ કાર્યમાં ઘરના વડીલોનો પણ આશીર્વાદ અને સહયોગ મળી શકે છે.

નેગેટિવઃ- જો કોઈ પ્રકારે ઉધાર લેવાની યોજના બની રહી છે તો તેને ટાળો. કેમ કે તેને ચૂકવવા માટે હાલનો સમય મુશ્કેલ રહેશે. તમારા થોડા પોતાના જ લોકો તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. કોઈના ઉપર પણ આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં અન્ય લોકો ઉપર વધારે વિશ્વાસ ન રાખીને તમારા નિર્ણયો જ સર્વોપરિ રાખો.

લવઃ- પતિ-પત્નીના સંબંધ મધુર જાળવી રાખો.

સ્વાસ્થ્યઃ- બદલાતા વાતાવરણ સામે તમારી રક્ષા કરો.

---------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આજનું ગ્રહ ગોચર અને સમય તમારા માટે સારી પરિસ્થિતિ બનાવી રહ્યું છે. કોઈ શુભ સમાચાર મળવાથી તમે તમારી અંદર વધારે આત્મવિશ્વાસ અને નવી ઊર્જા અનુભવ કરશો. આ સમયે રાજકારણને લગતા સંબંધોને મધુર બનાવવા માટે ખૂબ જ અનુકૂળ છે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની ખરીદદારીમાં પરિવાર સાથે સુખદ સમય પસાર થશે.

નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે તમારા બનતા કાર્યો ખરાબ થઈ શકે છે. આ સમયે તમારા કટુ શબ્દો ઉપર નિયંત્રણ રાખો. તમારી ઊર્જાનો પોઝિટિવ ઉપયોગ કરો તો ખૂબ જ યોગ્ય પરિણામ મળી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં સ્ટાફ સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. તેમની મહેનત અને કાર્યક્ષમતા તમારા કામના ઉત્પાદનમાં વધારો કરી શકે છે.

લવઃ- પારિવારિક વાતાવરણને વધારે સુખમય જાળવી રાખવામાં ઘરના સભ્યો સાથે મનોરંજન અને શોપિંગને લગતા પ્રોગ્રામ પણ બનાવો.

સ્વાસ્થ્યઃ- ખાનપાનની આદતમાં સુધાર લાવવો જરૂરી છે. આ સમયે યોગ્ય ઇલાજ લેવો પણ જરૂરી છે.

---------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ નક્ષત્ર તમારા માટે સારી ધનદાયક પરિસ્થિતિ તૈયાર કરી રહ્યું છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી આર્થિક નીતિઓ ઉપર કામ કરો. તમારી યોગ્યતા અને ક્ષમતા દ્વારા તમને સારું સન્માનજનક પરિણામ મળી શકે છે.

નેગેટિવઃ- મિત્રો સાથે તથા આળસમાં તમારો સમય ખરાબ ન કરો કેમ કે આ સમયે તમારી ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરવાનો છે. ક્યારેય વધારે અહંકાર અને ઘમંડ રાખવો પણ નુકસાનદાયી સાબિત થઈ શકે છે. સમય પ્રમાણે પોતાને પણ બદલવા જરૂરી છે.

વ્યવસાયઃ- ખોટી ગતિવિધિઓમાં તમારો સમય નષ્ટ ન કરીને પ્રભાવશાળી અને અનુભવી વ્યક્તિઓ સાથે સંબંધને વધારે મજબૂત જાળવી રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ પારિવારિક સમસ્યાને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. કોઈપણ પરેશાનીને શાંતિથી ઉકેલવાની કોશિશ કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. કોઈપણ પ્રકારની ચિંતા ન કરો.

---------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ઘરમાં સંબંધીઓ આવવાથી પરિવારમાં સુખમય વાતાવરણ રહેશે. બધા સાથે મળીને કોઈ ધાર્મિક સ્થળે જવાનો પ્રોગ્રામ પણ બની શકે છે. વિદ્યાર્થીઓ પોતાની મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. તેમની પ્રતિભા અને ક્ષમતામાં પણ વધારે નિખાર આવી શકે છે.

નેગેટિવઃ- કોઈ સંબંધીના ઘરની આર્થિક સ્થિતિમાં પરેશાની આવવાના કારણે મદદ કરવી પડી શકે છે. તમારું બજેટ પણ ધ્યાનમાં રાખો. જો કોઈ કિંમતી વસ્તુ જેમ કે વાહન ખરીદવા માટે લોન લેવાની કોશિશ કરી રહ્યા છો તો પહેલાં પોલિસી અંગે યોગ્ય ચર્ચા-વિચારણાં કરી લો.

વ્યવસાયઃ- આર્થિક રીતે મહિનો ઉત્તમ રહેશે. અટવાયેલું પેમેન્ટ મળવાની પૂર્ણ શક્યતા છે એટલે કોશિશ કરતા રહો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલો કોઈ તણાવ તમારી સમજણ અને બુદ્ધિમાની દ્વારા ઉકેલાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ તથા માંસપેશીઓના દુખાવાથી પરેશાન રહી શકો છો.

---------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી આર્થિક યોજનાઓને સફળ કરવાનો યોગ્ય સમય છે. રોકાણને લગતા કાર્યો ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો. સામાજિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારું નિઃસ્વાર્થ યોગદાન તમને આત્મિક શાંતિ પ્રદાન કરશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થઈ શકે છે.

નેગેટિવઃ- તમારા બહારના સંપર્કોને મળવામં સમય ખરાબ ન કરો. કેમ કે આ સમયે તમારા દ્વારા જ કોઈ એવી ગુપ્ત વાત જાહેર થઈ શકે છે, જેના કારણે તમારું નુકસાન થઈ શકે છે. કોઈ પ્રકારના વિવાદની પણ શક્યતા જોવા મળી રહી છે.

વ્યવસાયઃ- વેપારમાં તમને તમારી યોગ્યતા અને પ્રતિભાના બળે થોડી નવી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હાલ આવકના સ્ત્રોત ખૂબ જ ઓછા રહી શકે છે.

લવઃ- તમારી દરેક યોજનામાં જીવનસાથીને સામેલ કરો. પ્રેમ સંબંધો વધારે ગાઢ બની શકે છે.

સ્વાસ્થ્યઃ- ઘરમાં કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ભાગદોડ વધી શકે છે. તણાવ અને થાકની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પણ પડશે.

---------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- મહિનાની શરૂઆત ખૂબ જ સુખદ રહી શકે છે. તમારી કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. તેમના દ્વારા તમને ચમત્કારિક રીતે ભાવી લક્ષ્યની પણ પ્રાપ્તિ થઈ શકે છે. તમારું આત્મ સન્માન તથા આત્મવિશ્વાસ પણ વધશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે ખોટી ગતિવિધિઓમાં પડીને તમે તમારો સમય નષ્ટ ન કરો. તમારા પર્સનલ કાર્યો સિવાય સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહેશે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ફેરફારને લગતી યોજના ઉપર કામ શરૂ થશે. ચોક્કસ રણનીતિ બનાવીને કામ કરો.

લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે. યુવાઓની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે ઉધરસ અને તાવની સ્થિતિ રહી શકે છે.

---------------------------

મીનઃ-

પોઝિટિવઃ- મહિનાની શરૂઆતમાં કોઈ જમીન કે વાહનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઈ શકે છે. આ મહિને તમને દરેક કાર્યોમાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે, એટલે સંપૂર્ણ મહેનતથી તમારા કાર્યોને અંજામ આપો. સામાજિક ગતિવિધિઓમાં પણ તમારું યોગદાન રહી શકે છે.

નેગેટિવઃ- મિત્રો તથા સંબંધીઓની ગતિવિધિઓથી અજાણ ન રહો. આ લોકો તમારી સામે સારા રહેશે પરંતુ તમારી પીઠ પાછળ કોઈ ષડયંત્ર કે અફવાહ ફેલાવી શકે છે. જેના કારણે સમાજમાં તમારી બદનામી થઈ શકે છે. વિદ્યાર્થીઓ ખાસ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે.

વ્યવસાયઃ- વેપારને લગતી કોઈ યાત્રા કે પ્રોગ્રામ બની શકે છે. આ યાત્રા તમારા ભવિષ્યને લગતા ઉત્તમ રસ્તાને ખોલી શકે છે.

લવઃ- સુખમય વાતાવરણ રહી શકે છે. મિત્રો સાથે કોઈ પારિવારિક મનોરંજનને લગતી યાત્રાનો પ્લાન બની શકે છે.

સ્વાસ્થ્યઃ- યૂરિનને લગતું ઇન્ફેક્શન થઈ શકે છે. મહિલા વર્ગ પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખે.