નવા વર્ષમાં 100થી વધારે શુભ મુહૂર્ત રહેશે. તેમાં ખરીદદારી, લેવડ-દેવડ અને નવા કામની શરૂઆત કરી શકાય છે. આ મુહૂર્તમાં સર્વાર્થસિદ્ધિ અમૃતસિદ્ધિ, ત્રિપુષ્કર, દ્વીપુષ્કર, રવિ અને ગુરુ પુષ્ય જેવા મોટા શુભ યોગ સામેલ છે. વર્ષ 2021માં સૌથી વધારે 13 શુભ મુહૂર્ત સપ્ટેમ્બર મહિનામાં રહેશે અને સૌથી ઓછા એટલે 6 મુહૂર્ત જાન્યુઆરીમાં આવી રહ્યા છે.
આ સિવાય ઓગસ્ટમાં 12, જૂનમાં 11, મે અને જુલાઈમાં 9-9, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને ડિસેમ્બરમાં 8-8 શુભ મુહૂર્ત રહેશે. ત્યાં જ, ઓક્ટોબર અને નવેમ્બરમાં 7-7 દિવસ આ શુભ યોગ રહેશે. આ પ્રકારે આખા વર્ષમાં 106 દિવસ આ શુભ સંયોગ બની રહ્યા છે.
સર્વાર્થસિદ્ધિ યોગઃ તિથિ, વાર અને નક્ષત્રો મળીને આ વિશેષ સંયોગ બને છે. જ્યોતિષ ગ્રંથ મુહૂર્ત ચિંતામણિ પ્રમાણે, આ શુભ યોગમાં કરવામાં આવતાં દરેક કામ સફળ થાય છે. આ સંયોગમાં કરવામાં આવેલાં કામ ફાયદો આપે છે. જ્યોતિષ વિદ્વાનો પ્રમાણે આ શુભ યોગમાં કોઇપણ પ્રકારનો ક્રોન્ટ્રેક્ટ કરવો શુભ રહે છે. સાથે જ, પ્રોપર્ટી અને ઘરેણાંની ખરીદદારી-વેચાણ આ શુભયોગમાં કરવું જોઇએ. જોબ કે બિઝનેસનું ખાસ કામ પણ આ મુહૂર્તમાં શરૂ કરવું જોઇએ.
અમૃતસિદ્ધિ યોગઃ નામ પ્રમાણે આ શુભ યોગમાં કરવામાં આવતાં કામ લાંબા સમય સુધી ફાયદો આપનાર રહે છે. આ શુભ યોગમાં માંગલિક કાર્યો કરી શકાય છે. તિથિ, વાર અને નક્ષત્રના સંયોગથી મળીને બનતા આ મુહૂર્તમાં કરવામાં આવેલ દાન અને પૂજા-પાઠથી અક્ષય પુણ્ય મળે છે. આ શુભ મુહૂર્તમાં બિઝનેસને લગતાં સમજોતા, નોકરી માટે આવેદન, જમીન, વાહન, કિંમતી ધાતુઓની ખરીદદારી અને વિશેષ યાત્રા કરવી જોઇએ.
દ્વિપુષ્કર યોગઃ દ્વિપુષ્કર યોગ વાર, તિથિ અને નક્ષત્રને મળીને બનતો એવો યોગ છે, જેમાં એકવાર કરવામાં આવેલ કામ ફરી થાય છે. એટલે એવી સ્થિતિ ઊભી થાય છે કે એ જ કામ ફરીથી કરવું પડે છે. એટલે આ મુહૂર્તમાં એકવાર કરવામાં આવેલ કોઇપણ શુભ કામ, રોકાણ, બચત, ખરીદદારી અને ફાયદો આપનાર લેવડ-દેવડ ફરીથી થવાના સંયોગ બને છે. સાવધાની માત્ર એટલી જ રાખવી કે આ યોગ દરમિયાન કોઇ અશુભ કે એવું કામ કરવું જોઇએ નહીં, જેનાથી નુકસાન થવાની આશંકા હોય.
ત્રિપુષ્કર યોગઃ દ્વિપુષ્કરની જેમ જ આ યોગ હોય છે. આ શુભ મુહૂર્ત ત્રણ ગણું ફળ આપનાર હોય છે. એટલે તેને ત્રિપુષ્કર યોગ કહેવામાં આવે છે. કેમ કે, આ યોગ દરમિયાન કરવામાં આવતાં કામને બે વાર ફરી કરવું પડે છે. આ પ્રકારે તે કામનું ત્રણ ગણું ફળ મળે છે. આ યોગમાં પણ સાવધાની રાખવી જોઇએ કે કોઇ અશુભ કે એવું કામ કરવું જોઇએ નહીં, જેમાં નુકસાન થવાની આશંકા હોય.
ગુરુ પુષ્ય યોગઃ ગુરુવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી આ યોગને જ્યોતિષ ગ્રંથમાં ગુરુ પુષ્ય કહેવામાં આવે છે. આ શુભ મુહૂર્તને ગૃહ પ્રવેશ, ખરીદદારી, લેવડ-દેવડ, ગ્રહ શાંતિ અને શિક્ષાને લગતાં મામલાઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ શુભ સંયોગમાં શરૂ કરવામાં આવેલ કામ લાંબા સમય સુધી ફાયદો આપનાર રહે છે.
રવિ પુષ્ય યોગઃ રવિવારે પુષ્ય નક્ષત્રમાં ચંદ્ર હોવાથી રવિપુષ્ય યોગ બને છે. જ્યોતિષના મુહૂર્ત ગ્રંથ પ્રમાણે આ શુભ મુહૂર્તમાં દરેક પ્રકારના કામ કરી શકાય છે. આ યોગને ગુરુ પુષ્ય યોગ જેટલું જ મહત્ત્વ આપાવામાં આવે છે. રવિ પુષ્ય યોગમાં ઔષધીઓની ખરીદદારી કે દાન કરવું શુભ રહે છે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને ઉંમર પણ વધે છે.
2021ના શુભ મુહૂર્તઃ-
જાન્યુઆરી
ફેબ્રુઆરીઃ-
માર્ચઃ-
એપ્રિલઃ-
મેઃ-
જૂનઃ-
જુલાઈઃ-
ઓગસ્ટઃ-
સપ્ટેમ્બરઃ-
ઓક્ટોબરઃ-
નવેમ્બરઃ-
ડિસેમ્બરઃ-
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.