તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Navratri 2020: There Will Be 3 Muhurats For Mataji's Ghatsthapana On 17th October, Make A Swastika On The Door Of The House In Norta And Worship Her

શારદીય નવરાત્રિ:17 ઓક્ટોબરે માતાજીની ઘટ સ્થાપના માટે 3 મુહૂર્ત રહેશે, નોરતાંમાં ઘરના દરવાજા ઉપર સ્વસ્તિક બનાવી એની પૂજા કરો

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિ દરમિયાન ગ્રહ ગુરુ ધન રાશિમાં, શનિ મકર રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે, નવરાત્રિમાં રાહુ-સૂર્યનો ષડાષ્ટકયોગ પણ બનશે
  • નવરાત્રિ દરમિયાન દરવાજા ઉપર સ્વસ્તિક બનાવીને એની પૂજા કરવી, 25 ઓક્ટોબરે દશેરા પર્વની ઉજવણી થશે

17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનું પર્વ શરૂ થઇ રહ્યું છે, જે 25 ઓક્ટોબર સુધી રહેશે. આ વર્ષે શનિવારે ઘટ સ્થાપના હોવાથી દેવીનું વાહન ઘોડો રહેશે, જેના પ્રભાવથી પાડોશી દેશ સાથે તણાવ વધવાની આશંકા છે અને દેશના રાજકારણમાં ઊથલપાથલ પણ થઇ શકે છે. અમદાવાદના જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, નવરાત્રિમાં જે સાધકોને અનુષ્ઠાન કરવું હશે તેમના માટે આ સમય અતિઉત્તમ બની રહેશે, કારણ કે ગોચર ગ્રહ મંડળમાં અધ્યાત્મકારક ગ્રહ ગુરુ ધન રાશિમાં, શનિ મકર રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે. નવરાત્રિમાં રાહુ-સૂર્યનો ષડાષ્ટકયોગ પણ બની રહ્યો છે, જેની અસર દેશના રાજકારણ પર પડી શકે છે. અહીં જ્યોતિષી રાવલ નવરાત્રિમાં માતાજીનું ઘટ સ્થાપન કેવી રીતે કરવું, પૂજાનું મુહૂર્ત અને સ્વસ્તિક પૂજા કેવી રીતે કરવી એના વિશે જણાવી રહ્યા છે...

ઘટ સ્થાપનાના શુભ મુહૂર્તઃ-

ચોખડિયાંસમય
શુભસવારે 8.03થી 9.33 સુધી
ચલબપોરે 12.26થી 13.45 સુધી
લાભબપોરે 2:00 થી 3:30 સુધી
અમૃતબપોરે 3:30 થી સાંજે 5:00 સુધી

ઘટ સ્થાપના અને પૂજાવિધિ
ઘટ સ્થાપન પૂર્વ દિશામાં ઘઉં, મગ, અક્ષત, કળશ, શ્રીફળ, આસોપાલવનાં પાન કે આંબાનાં પાન, સવા રૂપિયો અને માતાજીની તસવીરને સફેદ કે લાલ કલરનાં કપડાં ઉપર રાખીને સ્થાપન કરવું. ઘણા બધા સાધકો મીઠા વગરની ચીજવસ્તુઓ ખાઈને ઉપાસના કરતા હોય છે તેમજ કડવા લીમડાના મોરના રસ પીવાનું આરોગ્ય માટે આયુર્વેદિક આચાર્યો ઉત્તમ માને છે.

કુળદેવી, ગાયત્રી, મહાકાળી, બગલામુખી ઉપાસના કરવાથી એનું ઝડપથી ફળ મળે છે. ઘણાબધા ભક્તો દેવી કવચ, ગાયત્રી ચાલીસા કે શતકના પાઠ નિયમિત કરતા હોય છે. જો કોઈ વ્યક્તિ માતાજીની વિશેષ ઉપાસના અનુષ્ઠાન કે ઉપવાસ ન કરી શકતી હોય તે પણ માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદનાં ફૂલ અર્પણ કરે તો તેમના ઉપર પણ માતાજી પ્રસન્ન થતા હોય છે.

નવરાત્રિમાં દરવાજા ઉપર સ્વસ્તિક બનાવીને તેની પૂજા કરો
નવરાત્રિના પહેલા દિવસે માતાના કળશની સ્થાપના કર્યા પછી ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિકની નિશાની બનાવો અને ત્યાર બાદ રોજ તેની પૂજા કરો. નવરાત્રિના 9 દિવસ સુધી માતા દુર્ગાની પૂજા કર્યા પછી મુખ્ય દ્વાર પરના આ સ્વસ્તિકને લોટામાંથી થોડું થોડું પાણી ચઢાવો અને ત્યાર બાદ તેની પૂજા કરો. આ સિવાય જો તમે હજી તમારા મુખ્ય દરવાજા પર ગણેશજીની તસવીર ન લગાવી હોય તો તમે નવરાત્રિના પહેલા દિવસે આ શુભ કાર્ય કરી શકો છો. મુખ્ય દરવાજા પર સ્વસ્તિક ચિહ્ન બનાવીને ઘરમાં સકારાત્મક વાતાવરણ ઊભું થશે અને નકારાત્મક વાતાવરણ દૂર થઈ જશે.

નવરાત્રિ દરમિયાન ગ્રહ સ્થિતિ
નવરાત્રિ શરૂ થવાના ગણતરીના દિવસો આડા છે, પરંતુ આ વખતે નવરાત્રિમાં જે સાધકોને અનુષ્ઠાન કરવું હશે તેમના માટે અતિ ઉત્તમ બની રહેશે, કારણ કે ગોચર ગ્રહ મંડળમાં અધ્યાત્મકારક ગ્રહ ગુરુ ધન રાશિમાં, શનિ મકર રાશિમાં સ્વગૃહી પરિભ્રમણ કરશે. તેને કારણે આધ્યાત્મિકતાના ઊંચા શિખર હાંસલ કરશે. નવરાત્રિમાં રાહુ-સૂર્યનો ષડાષ્ટકયોગ થવાથી સરકારની બહાર પાડેલી નીતિ, રીતિ પોલિસીમાં આમ જનતાનો સતત આક્રોશ વર્તાશે? રાહુ-ગુરુનો અષ્ટમ ભાવે પરિભ્રમણ કરવાથી યુવાવર્ગના ચોરી, ચપાટી તથા ફ્રોડના કિસ્સાઓ જોવા મળે. આ સમય દરમિયાન રાજકીય મહાનુભાવોનું કોરોના કારણે નિધનના અશુભ સમાચાર મળે. આ નવરાત્રિમાં માતાજીની ઉપાસના, આરાધના સાથે ગણેશજીની વંદના કરનાર ભક્તો જોવા મળી શકે છે. બેંકમાં ડિપોઝિટ વ્યાજનો દર ઘટી શકે! નવરાત્રિમાં બાળજન્ય રોગો વધુ વકરી જવાની સંભાવના નકારી શકાતી નથી.

કોરોના રોગચાળાએ આખી દુનિયાને એવી રીતે ઘેરી લીધી છે કે એનો અંત ક્યારે આવશે એ નક્કી નથી. વિશ્વભરમાં લાખો લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે. ચારેય તરફ બસ કોરોનાને લઈ નકારાત્મક સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં નવરાત્રિમાં મા દુર્ગાના આગમનથી વાતાવરણની નકારાત્મકતા ઓછી થઈ શકે છે. તેના માટે તમારે અમુક કામો કરવા પડશે.

25 ઓક્ટોબરે દશેરા પર્વની ઉજવણી
આગામી 25 ઓક્ટોબરના રોજ વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે. જાણીતા જ્યોતિષી રાવલના જણાવ્યા અનુસાર વસંતપંચમી, ગુડીપડવો, નૂતન વર્ષ, રથયાત્રા સાથે દશેરાના દિવસે કોઇપણ શુભ કાર્ય કરવા માટે વણજોયા કે વણમાગ્યા મુહૂર્તની ગણના શાસ્ત્રોમાં કરવામાં આવે છે. આવા દિવસે મકાન-મિલકતના દસ્તાવેજીકરણ, નવા વાહનની ખરીદી, નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવા ધંધાનું ઉદ્ધાટનન મૂરત કે તમામ પ્રકારની ઇલેક્ટ્રોનિક્સ ચીજવસ્તુઓની ખરીદી કરી શકાય, આવા દિવસે વિશેષ શનિદેવ, હનુમાનજી, મંગળ ગ્રહની ભક્તિ ઉપાસના સાથોસાથ કુળદેવીની ઉપાસના પણ કરવાનું મહત્ત્વ છે. આ ઉપરાંત ઘણા શ્રદ્ધાળુઓ કાલી-તારા- ષોડશી, ભુવનેશ્વરી, ત્રિપુર ભૈરવી, ધૂમાવતિ, બગલામુખી માતંગી અને કમલા આ દસ મહાવિદ્યાનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરતા હોય છે. ખાસ કરીને અસ્ત્ર, શસ્ત્રની પૂજા કરવાની અનોખી પરંપરા આપણાં શાસ્ત્રોમાં સમજાવેલ છે તેમ જ મીઠાઇ ખાવા-ખવડાવવાની પરંપરા અનાદિકાળથી ચાલતી આવે છે.

તા. 25ને રવિવારે સવારે 7.46 કલાક સુધી ઉદિત તિથિ નોમ સુધી રહેશે. ત્યાર બાદ દશેરા નોમના દિવસે નવમા નોરતે મનાવાશે, આથી જે લોકો નોરતાંનું અનુષ્ઠાન કરતા હોય તેમણે આવા દિવસે પૂજાપાઠ તથા મંત્ર જાપ કરીને ઉપવાસ અવશ્ય કરવો. માતાજી ગરબો તા.25 ને રવિવારે સારા ચોઘડિયા કે સંધ્યા સમયે વળાવવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો