• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Navratri 2020 Corona Virus impact For the first time, Chaitra Navaratri prohibits devotees in Mata temples from Vaishnodevi to Madurai

ચૈત્ર નવરાત્રિમાં પહેલીવાર જમ્મૂથી મદુરાઈ સુધી માતાના મંદિરોમાં ભક્તો માટે નો-એન્ટ્રી, વિદેશના 13 શક્તિપીઠ પણ બંધ

Navratri 2020 Corona Virus impact For the first time, Chaitra Navaratri prohibits devotees in Mata temples from Vaishnodevi to Madurai
X
Navratri 2020 Corona Virus impact For the first time, Chaitra Navaratri prohibits devotees in Mata temples from Vaishnodevi to Madurai

  • હિમાચલથી લઇને ગુજરાત સુધી માતાના મંદિરોમાં ભક્તોની એન્ટ્રી બંધ
    મોટાભાગના મંદિરમાં 31 માર્ચ સુધી દર્શન ખુલશે નહીં
    ભારત સાથે શ્રીલંકા, બાંગ્લાદેશ, નેપાળ સહિત બધા જ શક્તિપીઠમાં કોરોનાની અસર

નિતિન આર. ઉપાધ્યાય

નિતિન આર. ઉપાધ્યાય

Mar 25, 2020, 09:20 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ગઇ છે. ઇતિહાસમાં પહેલીવાર દેશમાં જમ્મૂના વૈષ્ણોદેવીથી મદુરાઈના મીનાક્ષી મંદિર સુધી બધા જ માતાના મંદિર નવરાત્રિમાં ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં નવરાત્રિની બધી વિધિઓ અને પૂજન તો થશે, પરંતુ તેમના દર્શન કરવા માટે કોઇ હશે નહીં. કોરોનાવાઇરસના કારણે દેશના બધા મંદિર આ સમયે સામાન્ય લોકો માટે બંધ છે, માત્ર પૂજારીઓને જ મંદિરમાં પ્રવેશ છે. ચૈત્ર નવરાત્રિમાં લોકો મંદિરે જઇ શકશે નહીં કે મંદિરના કોઇ આયોજનમાં ભાગ લઇ શકશે નહીં. મોટાભાગના મંદિરોમાં ભક્તો માટે યૂ-ટ્યૂબ ચેલલ અને મંદિરની વેબસાઇટ પર લાઇવ સ્ટ્રીમિંગની વ્યવસ્થા કરી છે. તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાન ટ્રસ્ટે પણ 9 દિવસ રામ જન્મ અને લગ્ન ઉત્સવને રદ્દ કરી દીધો છે. દેશમાં રામનવમીના ઉત્સવ પર પણ અસર થશે.

ભારતમાં નવરાત્રિ એક મોટો ઉત્સવ છે. નવરાત્રિના છેલ્લાં દિવસે ભગવાન રામનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમના દિવસે રામ જન્મ અને પૂર્ણિમાએ હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ભારતમાં દેવીના 51 શક્તિપીઠમાંથી 38 ભારતમાં છે, 6 બાંગ્લાદેશ, 3 નેપાળ, 2 પાકિસ્તાન, 1 તિબેટ અને 1 શ્રીલંકામાં ઉપસ્થિત છે. આ વખતે પહેલીવાર એવું થઇ રહ્યું છે, જ્યારે લગભગ બધા જ 51 શક્તિપીઠવાળા દેશ એક જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને લગભગ કોઇપણ મંદિરમાં ભક્તો માટે પ્રવેશની અનુમતિ નથી.

હિમાચલના ત્રણેય મંદિર બંધઃ-
હિમાચલ પ્રદેશના જ્વાલા દેવી, બૃજેશ્વરી માતા મંદિર અને કાંગડાનું ચામુંડા માતા મંદિરમાં 31 માર્ચ સુધી દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રહેશે. અહીં નવરાત્રિની બધી પૂજાઓ અને વિધિ પરંપરા પ્રમાણે જ થશે. મંદિર કોરોનાવાઇરસના કારણે 17 માર્ચથી બંધ છે. અહીં પ્રશાસને દર્શન માટે બે પ્રકારની વ્યવસ્થા કરી છે. મંદિરની યૂ-ટ્યૂબ ચેનલ્સ અને ઓફિશિયલ વેબસાઇટ્સ પર લાઇવ સ્ટ્રિમિંગ દ્વારા દર્શન થઇ શકશે.

ગુવાહાટીમાં સ્થિત તંત્ર પીઠ માતા કામાખ્યા મંદિર

કામાખ્યા મંદિરઃ-
ગુવાહાટીના નીલાંચલ પર્વત ઉપર સ્થિત તંત્ર પીઠ કામાખ્યા મંદિર દેશના તે મંદિરોમાંથી એક છે, જ્યાં ભક્તોની સંખ્યામાં ક્યારેય ઓછી થતી નથી. નવરાત્રિમાં અહીં જ્યોતિષ અને તંત્ર સાધના કરનાર લોકોનો મેળો જામે છે. મંદિર માટે નવરાત્રિ જ સૌથી મોટો ઉત્સવ છે. 18 માર્ચથી મંદિર સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. મંદિર સાથે જોડાયેલાં લોકો પ્રમાણે, ઇતિહાસમાં પહેલીવાર એવું થયું હશે કે, જ્યારે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મંદિરમાં લોકો પ્રવેશ કરી શકશે નહીં. મંદિરની વેબસાઇટ માતા કામાખ્યા ઓઆરજી પર દર્શન કરી શકાશે.

તિરૂપતિમાં રામ નવમી બ્રહ્મોત્સવ બંધઃ-
તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ્ ટ્રસ્ટના જ આંધ્ર પ્રદેશના વોંતિમત્તામાં સ્થિત કોદંડ રામાસ્વામી મંદિરમાં રામનવમીથી શરૂ થતાં બ્રહ્મોત્સવને બંધ રાખવામાં આવ્યો છે. નવ દિવસના આ ઉત્સવની શરૂઆત 2 એપ્રિલ, રામજન્મોત્સવ સાથે થવાનો હતો. 7 એપ્રિલે અહીં સીતારામ કલ્યાણમ્ (સીતા-રામ લગ્ન)નું આયોજન પણ થવાનું હતું. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો એકત્રિત થાય છે. સીતારામ લગ્નનું આયોજન મંદિરમાં જ થશે. તેમાં સામાન્ય લોકોને આવવાની પરમિશન મળશે નહીં. મંદિરના પૂજારી અને અધિકારી જ આયોજિત કરશે.

ગુજરાતનું અંબાજી શક્તિપીઠ

અંબાજી મંદિર, ગુજરાત 31 સુધી દર્શન બંધઃ-
ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં 31 માર્ચ સુધી સામાન્ય લોકોનો પ્રવેશ થશે નહીં. ગુજરાતના પાંચ પ્રમુખ તીર્થ સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરજી અને પાવાગઢમાં છેલ્લાં અઠવાડિયે જ સામાન્ય લોકોનો પ્રવેશ રોકી દેવામાં આવ્યો હતો. અહીં પણ નવરાત્રિના બધા જ પૂજા-અનુષ્ઠાન નક્કી કરેલાં હતાં તેમ જ થશે પરંતુ યૂ-ટ્યૂબ અને ભક્તિ ચેનલ્સ દ્વારા કરી શકાશે.

હરસિદ્ધિ મંદિર ઉજ્જૈન પણ બંધઃ-
ઉજ્જૈનના શક્તિપીઠ હરસિદ્ધિમાં પણ સામાન્ય લોકો માટે દર્શન વ્યવસ્થા સ્થગિત રહેશે. મંદિરમાં દર વર્ષે ચૈત્ર અને શારદીય નવરાત્રિમાં વિશાળ સંખ્યામાં લોકો આવે છે. દર્શન કરનાર લોકો સાથે જ અલગ-અલગ પ્રકારની સાધનાઓ કરનાર ભક્તો પણ આવે છે. અહીં મંદિરમાં નવે-નવ દિવસ વિવિધ પ્રકારની પૂજા-અનુષ્ઠાન થાય છે, જે કોરોના હોવા છતાં થશે. મંદિરના ફેસબૂક પેજ અને યૂ-ટ્યૂબ પર મંદિરના દર્શન કરી શકાશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી