ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ:આ વર્ષે નૌતપામાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી દેશમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ થશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નૌતપા દરમિયાન શુક્ર અસ્ત અને 3 ગ્રહોના વક્રી થવાથી પ્રાકૃત્તિક આપત્તિઓ આવી શકે છે
  • જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નૌતપાને મોનસૂનનો ગર્ભકાળ કહેવામાં આવે છે

નૌતપા એટલે રોહિણી નક્ષત્રનો પ્રભાવ 25 મેથી શરૂ થઇ ગયો છે. જે 2 જૂન સુધી રહેશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે, આ વર્ષે નૌતપા દરમિયાન 31 મેના રોજ શુક્ર તારો અસ્ત થવાથી દેશના થોડાં ભાગમાં ભારે વરસાદ અને થોડી જગ્યાએ ઝરમર વરસાદ થઇ શકે છે. ત્યાં જ, બૃહસ્પતિ, શુક્ર અને શનિના વક્રી થવાથી સિઝનમાં અચાનક ફેરફાર થશે અને પ્રાકૃત્તિક આપત્તિઓ આવવાની સંભાવના છે.

હવામાન વિભાગે પણ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 29-30 મેના રોજ રેતીનું વાવાઝોડું આવવાની સંભાવના જણાવી છે. આ જ દિવસોમાં દિલ્હીમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે. નૌતપા દરમિયાન મુંબઈમાં વાદળિયું વાતાવરણ રહેશે અને છેલ્લાં દિવસોમાં ચેન્નઈમાં બફારા અને વાદળ સાથે ઝરમર વરસાદ થઇ શકે છે.

જ્યોતિષમાં નૌતપાઃ-
જ્યોતિષાચાર્ય પં. મિશ્રા પ્રમાણે વર્ષમાં એકવાર જેઠ મહિનાના સુદ પક્ષમાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવે છે અને 15 દિવસ સુધી રહે છે. આ દરમિયાન શરૂઆતના 9 દિવસોમાં જ્યારે ચંદ્ર આર્દ્રાથી સ્વામી સુધી 9 નક્ષત્રોમાં રહે છે. ત્યારે ગરમીનું પ્રમાણ વધે છે. તેને નૌતપા કહેવામાં આવે છે.

ખગોળ શાસ્ત્રમાં નૌતપાઃ-
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને ખગોળના જાણકાર પં. ભરત તિવારી પ્રમાણે નૌતપા દરમિયાન સૂર્ય અને પૃથ્વીની વચ્ચેનું અંતર ઓછું થઇ જાય છે. ખગોળીય આધાર પ્રમાણે સૌર ક્રાંતિવૃત્તમાં શીત પ્રકૃતિ રોહિણી નક્ષત્ર સૌથી નજીકનો નક્ષત્ર હોય છે. જેના કારણે સૂર્ય ગતિમાં આ નક્ષત્રમાં આવવાથી સૌર ઊર્જા વધે છે. જેના કારણે ખગોળ વિજ્ઞાન પ્રમાણે, જ્યારે સૂર્ય વૃષભ રાશિના રોહિણી નક્ષત્રમાં આવે છે ત્યારે તેના પછીના 9 દિવસ ચંદ્ર નક્ષત્રોનો દિવસ નૌતપા હોય છે.

કૃત્તિકા, રોહિણી અને મૃગશિરા નક્ષત્રના કારણે ગરમી વધે છેઃ-
જ્યોતિષ પ્રમાણે જ્યારે સૂર્ય પોતાની દુશ્મન રાશિ એટલે વૃષભમાં રહે છે ત્યારે ગરમી વધે છે. આ દરમિયાન સૂર્ય વૃષભ રાશિના 3 નક્ષત્રમાં 15-15 દિવસ સુધી રહે છે. આ નક્ષત્ર કૃત્તિકા, રોહિણી અને મૃગશિરા છે. ખગોળ શાસ્ત્ર પ્રમાણે વૃષભ તારામંડળમાં આવનાર આ નક્ષત્ર કૃતિકા, રોહિણી અને મૃગશિરા છે. તેમાં કૃતિકા નક્ષત્રનો સ્વામી સૂર્ય, રોહિણીનો સ્વામી ચંદ્ર અને મૃગશિરાનો સ્વામી મંગળ છે. આ ત્રણેય નક્ષત્રમાં સૂર્યના આવવાથી ગરમી વધી જાય છે.

આ દિવસોમાં રોહિણી નક્ષત્રમાં આવવાથી ગરમ હવાઓ અને લૂની અસર વધી જાય છે. કેમ કે, રોહિણી નક્ષત્રનો સ્વામી ચંદ્ર છે અને ચંદ્રથી પૃથ્વીને ઠંડક મળે છે. પરંતુ જ્યારે સૂર્ય આ નક્ષત્રમાં આવે છે ત્યારે ઠંડકની જગ્યાએ પૃથ્વીનું તાપમાન વધે છે. તેના કારણે આ દિવસોમાં ગરમી વધારે રહે છે.

મોનસૂનનો ગર્ભકાળઃ-
જ્યોતિષના સિદ્ધાંત ગ્રંથ પ્રમાણે નૌતપામાં વધારે ગરમી પડવાથી સારો વરસાદ થવાનો સંકેત માનવામાં આવે છે. જો નૌતપામાં ગરમી પડે નહીં, તો વરસાદની સંભાવના ઓછી રહે છે. સૂર્યની ગરમી અને રોહિણી નક્ષત્રના જળ તત્વના કારણે નૌતપાને મોનસૂનનો ગર્ભકાળ કહેવામાં આવે છે.

જ્યોતિષમાં નૌતપા દરમિયાન વરસાદ માટે ઉલ્લેખવામાં આવ્યું છે કે, જેઠ મહિનાના સુદ પક્ષમાં આર્દ્રાથી સ્વામી સુધી દસ નક્ષત્રમાં વરસાદ થાય તો વર્ષા ઋતુમાં આ નક્ષત્રમાં વરસાદ થતો નથી. પરંતુ આ જ નક્ષત્રમાં ભારે ગરમી પડે તો સારો વરસાદ થાય છે.

ગ્રહ-નક્ષત્રના કારણે પ્રાકૃત્તિક આપત્તિઓની સંભાવનાઃ-
સૂર્યના રોહિણી નક્ષત્રમાં આવવાથી 2 જૂન સુધી નૌતપા રહેશે. આ વર્ષે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રમાં છે અને ગ્રહ પણ વક્રી છે. એટલે પ્રાકૃત્તિક આપત્તિઓની સ્થિતિ બની શકે છે. આ દરમિયાન ભારે ગરમી સિવાય વરસાદ આવવાની સંભાવના છે. જેને રોહિણી નક્ષત્રનું નિષ્ફળ થવું પણ કહેવામાં આવે છે.

આ વર્ષે 3 ગ્રહોના વક્રી અને શુક્ર તારો અસ્ત થઇ જવાથી પ્રાકૃત્તિક આપત્તિઓ પણ આવી શકે છે. જેથી મહામારી, ભીષણ ગરમી, ભારે હવા સાથે વાવાઝોડું, દુર્ઘટનાઓથી જનહાનિ થવાની સંભાવના રહે છે. ત્યાં જ, દેશની રાજનીતિમાં ઉથલ-પાથલ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...