તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Nautapa Start Date Kab Se Hai 2020 Astrology Update, Sun Transit Rohini Nakshatra And Venus In TaurusNautapa Start Date Kab Se Hai 2020 Astrology Update, Sun Transit Rohini Nakshatra And Venus In Taurus

જ્યોતિષ:25મેથી નૌતપા શરૂ થશે, સૂર્યના રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી આ દિવસથી ગરમી વધશે

4 મહિનો પહેલા
  • 31મેના રોજ શુક્ર તારો અસ્ત થવાથી ભારે પવન અને વરસાદથી રાહત મળી શકે છે

હિંદુ કેલેન્ડર પ્રમાણે દર વર્ષે જેઠ મહિનામાં સૂર્ય રોહિણી નક્ષત્રમાં આવી જાય છે. જેથી ગરમી વધવા લાગે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ વર્ષે જેઠ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ એટલે 25મેના રોજ સૂર્ય કૃતિકાથી રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 8 જૂન સુધી આ નક્ષત્રમાં રહેશે. સૂર્યના નક્ષત્ર બદલતાં જ નૌતપા શરૂ થઇ જશે. એટલે 9 દિવસ સુધી ગરમીનું પ્રમાણ વધશે. જેના કારણે આ દરમિયાન સૂર્યના સીધા કિરણો ધરતી ઉપર પડે છે. પરંતુ આ વર્ષે શુક્ર તારો અસ્ત થવાથી તેનો પ્રભાવ ઓછો રહેશે.

નૌતપા પરંપરાઃ-
પરંપરા પ્રમાણે નૌતપા દરમિયાન મહિલાઓ હાથ-પગમાં મહેંદી લાગે છે. કેમ કે, મહેંદી ની તાસીર ઠંડી હોવાથી ગરમીથી રાહત મળે છે. આ દિવસોમાં પાણી વધારે પ્રમાણમાં પીવામાં આવે છે અને જળદાન પણ કરવામાં આવે છે. જેથી પાણીની ઉણપથી કોઇ બીમાર થાય નહીં. આ ગરમીથી બચવા માટે દહીં, માખણ અને દૂધનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. સાથે જ, નારિયેળ પાણી અને ઠંડક આપતી અન્ય વસ્તુઓ પણ ખાવામાં આવે છે. નૌતપા વિશે શ્રીમદભાગવત અને વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ સૂર્ય-સિદ્ધાંતમાં ઉલ્લેખવામાં આવ્યું છે.

ગ્રહ-નક્ષત્રો પ્રમાણે નૌતપાઃ-
પં. મિશ્રાએ જણાવ્યું કે, 25મેના સવારે લગભગ 8.10 વાગ્યે સૂર્યદેવ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરશે. સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં થઇને વૃષભ રાશિના 10 થી 20 અંશ સુધી રહે છે ત્યારે નૌતપા થાય છે. આ નક્ષત્રમાં સૂર્ય લગભગ 15 દિવસ સુધી રહેશે. પરંતુ શરૂઆતના 9 દિવસોમાં ગરમી ખૂબ જ વધી જાય છે. એટલે આ 9 દિવસના સમયને નૌતપા કહેવામાં આવે છે. આ સમય 25 મેથી 2 જૂન સુધી રહેશે. આ સિવાય જેઠ મહિનાના સુદ પક્ષમાં ચંદ્ર જ્યારે આદ્રાથી સ્વાતી સુધી 10 નક્ષત્રોમાં રહેતો હોય ત્યારે નોતપા થાય છે. રોહિણી દરમિયાન વરસાદ થાય તો તેને રોહિણી નક્ષત્રનું નિષ્ફળ થવું પણ કહેવામાં આવે છે.

શુક્ર તારો અસ્થ થવાથી તાપમાન ઓછું રહેશેઃ-
પં. મિશ્રા પ્રમાણે, આ વર્ષે નૌતપા દરમિયાન 31 મેના રોજ શુક્ર ગ્રહ વક્રી થઇને પોતાની જ રાશિમાં અસ્ત થઇ જશે અને સૂર્ય સાથે રહેશે. રોહિણી નક્ષત્રનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. સૂર્ય સાથે શુક્ર પણ વૃષભ રાશિમાં રહેશે. શુક્ર રસ પ્રધાન ગ્રહ છે, એટલે તે ગરમીથી રાહત પણ અપાવશે. એટલે દેશના થોડાં ભાગમાં હળવો અને થોડી જગ્યાએ ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ થવાની સંભાવના વધારે છે. નૌતપાના છેલ્લાં બે દિવસ ભારે હવા અને વરસાદ થવાના યોગ પણ બની રહ્યા છે.

વરસાદ થવાના યોગઃ-
આ વર્ષે સંવત્સરના રાજા બુધ છે અને રોહિણીનો નિવાસ સંધિમાં છે. જેથી વરસાદ તો સમય પર આવી જશે પરંતુ કોઇ જગ્યાએ ઓછી માત્રામાં વરસાદ થશે. આ વર્ષે દેશના રણ પ્રદેશ અને પર્વતીય વિસ્તારોમાં વધારે વરસાદ થઇ શકે છે. વરસાદના કારણે અનાજ અને પાક સારો થશે. ધાન્ય, દૂધ અને પેય પદાર્થોમાં તેજી રહેશે. જવ, ઘઊં, રાઈ, સરસિયો, ચણા, બાજરો, મગનો પાક આશા પ્રમાણે થશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો