• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Mother Lakshmi came to meet Lord in Gundicha temple, stopped by the gatekeeper, broke a part of Lord's chariot and kept going back.

જગન્નાથ મંદિરમાં અનોખી પરંપરા / ગુંડિચા મંદિરમાં માતા લક્ષ્મી ભગવાનને મળવા આવ્યાં, દ્વારપાળે રોક્યા તો ભગવાનના રથનો એક ભાગ તોડીને પાછા જતાં રહ્યાં

Mother Lakshmi came to meet Lord in Gundicha temple, stopped by the gatekeeper, broke a part of Lord's chariot and kept going back.
X
Mother Lakshmi came to meet Lord in Gundicha temple, stopped by the gatekeeper, broke a part of Lord's chariot and kept going back.

  • ભગવાન જગન્નાથ માતા લક્ષ્મીને મનાવવા જશે, રસગુલ્લાનો ભોગ અને કિંમતી ભેટ આપીને માતા લક્ષ્મીને મનાવશે

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 09:49 AM IST

જગન્નાથ પુરીમાં રથયાત્રા ઉત્સવ દરમિયાન અનેક પરંપરા નિભાવવામાં આવી રહી છે. આ જ પરંપરાઓમાંથી એક હેરા પંચમી નિભાવવામાં આવશે. પરંપરા પ્રમાણે માતા લક્ષ્મી ભગવાન જગન્નાથને મળવા આવે છે પરંતુ દ્વારપાળ મંદિરનો દરવાજો બંધ કરી દે છે. જેથી નિરાશ થઇને લક્ષ્મીજી ભગવાન જગન્નાથના રથનો એક પૈડો તોડીને પુરીના હેરા ગોહિરી સાહીમાં બનેલાં પોતાના મંદિરમાં પાછા ફરે છે.

જ્યારે જગન્નાથજીને આ અંગે જાણ થાય છે ત્યારે તેઓ લક્ષ્મીજીને મનાવવા માટે અનેક પ્રકારની કિંમતી ભેટ અને મીઠાઈ લઇને તેમના મંદિર પહોંચે છે. આ પરંપરામાં ભગવાન જગન્નાથ વિશેષ રૂપથી રસગુલ્લા માતા લક્ષ્મીજી માટે લાવે છે. અનેક કોશિશ કર્યા બાદ જગન્નાથજી માતા લક્ષ્મીને મનાવવામાં સફળ થઇ જાય છે. તે દિવસને વિજયા દશમી સ્વરૂપે મનાવવામાં આવે છે, ત્યાર બાદ રથયાત્રા પરત આવવાના ઉત્સવને બોહતડી ગોંચા તરીકે ઉજવવામાં આવે છે. 9 દિવસ પછી ભગવાન જગન્નાથ પોતાના મંદિરમાં પાછા ફરે છે.

માતા લક્ષ્મી પોતાના મંદિરથી પાલકી ઉપર વિરાજિત થઇને ગુંડિચા મંદિર પહોંચ્યાં. રથયાત્રામાં ભગવાન જગન્નાથ અહીં 9 દિવસ રહે છે. 1 જુલાઈએ ભગવાન ફરીથી મુખ્ય મંદિરમાં પાછા ફરશે. માતા લક્ષ્મી તરફથી તેમના મંદિરના પૂજારીઓએ વાત કરી. જ્યારે જગન્નાથ ભગવાનના પૂજારીઓએ તેમને દ્વારથી પાછા મોકલ્યા ત્યારે માતા લક્ષ્મી તરફથી તેમના પૂજારીઓએ ભગવાન જગન્નાથના રથનું એક પૈડું તોડી નાખ્યું. હવે ભગવાન જગન્નાથ હેરા ગોહરી સાહી મંદિરમાં જઇને માતા લક્ષ્મીને મનાવશે. માતા માની જશે તે પછી 1 જુલાઈએ રથયાત્રા ફરીથી મુખ્ય મંદિર પાછી ફરશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી