આજે સાંજે સૂરજ ઢળ્યા પછી પશ્ચિમ દિશામાં ચંદ્રની નજીક શુક્ર અને શનિ તારાના રૂમાં દેખાશે. વાસ્તવમાં અંતરિક્ષમાં આ 3 ગ્રહો નજીક આવી ગયા છે અને પૃથ્વીની આટલા નજીક આ ગ્રહોને ટેલીસ્કોપ કે કોઈ યંત્રની મદદ વગર પણ જોઈ શકાશે. આવી ખગોળીય ઘટના ચાર-પાંચ વર્ષોમાં એકવાર બનતી હોય છે.
જીવાજી વેધશાળા ઉજ્જૈનના અધીક્ષક, રાજેન્દ્ર ગુપ્તનું કહેવું છે કે અમાસ પછી બીજો દિવસ હોવાથી આજે ચંદ્ર માત્ર 8 વાગ્યા સુધી જ દેખાશે. આજે સૂર્યાસ્ત સાંજે 6 વાગ્યે થઈ જશે. એટલે લગભગ દોઢ કલાક સુધી આ ખગોળીય નજારો જોઈ શકાશે. આ સમયે આકાશમાં ત્રણ ગ્રહો એક રેખા પાસેથી પસાર થતા જોવા મળશે.
આજે ચંદ્ર 27 ડિગ્રી, શુક્ર 25 અને શનિ 34 ડિગ્રી પર રેહેશે. એટલા માટે આ ત્રણેય ગ્રહો એક-બીજાની એકદમ નજીક હશે. સૂર્યાસ્ત પછી પશ્ચિકમ દિશામાં બીજનો ચંદ્ર દેખાશે. ચંદ્રની એકદમ નીચે દક્ષિણ તરફ ભમરડાની જેમ ચમકતો શુક્ર ગ્રહ દેકાશે અને શુક્રની એકદમ નીચે ચમકદાર શનિ ગ્રહ હશે.
આ ગ્રહો વચ્ચે ત્રિકોણનો આકાર બનશે. આ ખગોળીય ઘટના ઘરની છત કે કોઈપણ ઊંચી જગ્યાએથી કોઈપણ યંત્ર વગર નરી આંખે દેખાશે. તેને જોવા માટે કોઈ ખાસ પ્રકારના ચશ્માની પણ જરૂર નહીં રહે.
જ્યોતિષીય દ્રષ્ટિએ આ ખગોળીય ઘટનાની કેવી અસર રહેશે
વડોદરાના જ્યોતિષાચાર્ય ડો. મૃત્યુંજય તિવારીના જણાવ્યા પ્રમાણે આ ખગોળીય ઘટના જ્યોતિષીય દ્રષ્ટિએ ખૂબ જ ખાસ રહેશે. કુંભ રાશિમાં ચંદ્ર, શુક્ર અને શનિની સાથે ત્રિગ્રહી યુતિ બની રહી છે. 30 વર્ષ પછી આ ગ્રહોનો આવો સંયોગ બની રહ્યો છે. તેમાં શનિ અને શુક્ર એક-બીજાના મિત્ર છે. આ બંને ગ્રહ જ્યારે એક જ રાશિમાં હાજર હોય છે તો એકબીજાના પ્રભાવને વધારે છે.
જ્યોતિષમાં ચંદ્ર ઠંડો અને પાણીનો કારક ગ્રહ છે. તો, શનિને રુક્ષ ગ્રહ કહેવામાં આવે છે. શુક્રને રસ અર્થાત્ વિકસિત ગ્રહ કહેવામાં આવે છે. આ ત્રણે એક જ રાશિમાં આવવાથી દેશ-દુનિયાના મોસમમાં આર્થિક પરિસ્થિતિમાં ફેરફારો થવાની સંભાવના બનશે.
ડો. તિવારીનું કહેવું છે કે આ ત્રણેય ગ્રહોની અસરથી પૂર્વોત્તર દેશોમાં પ્રાકૃતિક આપત્તિઓ આવવાની શક્યતા છે. અર્થવ્યવસ્થા પર પણ આ ત્રણે ગ્રહોની અસર પડશે. જેનાથી ઠંડા દેશો અર્થાત્ યુરોપિયન દેશોમાં અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે. ભારતમાં પણ અર્થવ્યવસ્થામાં ગડબડ થઈ શકે છે. અચાનક શેયર માર્કેટ નીચુ જઈ શકે છે.
આખા દેશમાં અચાનક મોસમમાં ફેરફાર આવી શકે છે. અનેક જગ્યાએ વરસાદ અને કેટલીક જગ્યાએ બરફવર્ષા થઈ શકે છે. શનિનો પ્રભાવ દેશની રાજનીતિ પર જોવા મળશે. જેના લીધે મોટા રાજકીય ફેરફાર થઈ શકે છે. લોકો એક-બીજા પર આરોપ લગાવશે. મોટા રાજનેતાના નિધનના સમાચાર આવી શકે છે.
ચંદ્ર, શુક્ર અને શનિની યુતિની 12 રાશિઓ પર અસર
મેષઃ- નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. નવી યોજનાઓ બનશે અને તેની ઉપર કામ પણ થશે.
વૃષભઃ- માનસિક તણાવ અને ભાગ-દોડ રહેશે. સ્વાસ્થ્ય સંબંધી પરેશાની થઈ શકે છે.
મિથુનઃ- યાત્રાઓ થશે. મહેનત વધશે. મિત્રો અને ભાઈઓ પાસેથી મદદ મળી શકે છે.
કર્કઃ- ફેંફસા સાથે જોડાયેલી પરેશાનીઓ વધી શકે. ધનહાનિ અને સેવિંગ સમાપ્ત થઈ શકે છે.
સિંહઃ- ડાયજેશન ખરાબ થઈ શકે છે. પેટ-દર્દ પણ થઈ શકે છે. રોજિંદા કામોમાં અડચણો આવી શકે છે.
કન્યાઃ- દુશ્મનો પર જીત મળી શકે છે. બિઝનેસ વધશે અને નોકરીમાં પદોન્નતિના યોગ છે.
તુલાઃ- બિઝનેસમાં ફાયદો મળી શકે છે. સંતાનને લગતી ચિંતા રહેશે. નવી યોજનાઓ પર કામ થશે.
વૃશ્ચિકઃ- માનસિક તણાવ વધી શકે છે. ધનહાનિના યોગ છે. માતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
ધનઃ- સમજી-વિચારીને કોઈ કામ કરો. ઈમેજ ખરાબ થઈ શકે છે. મહેનતનો ફાયદો નહીં મળી શકે.
મકરઃ- સુખ વધશે. ધનલાભ થવાના યોગ છે. શાંતિ અને સમૃદ્ધિદાયક સમય રહેશે.
કુંભઃ- માનસિક તણાવ અને અશાંતિ વધી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પણ થઈ શકે છે.
મીનઃ- સ્વાસ્થ્ય સારું નહીં રહે. પાણી સાથે જોડાયેલી પરેશાની થઈ શકે છે. ફાલતૂના ખર્ચાઓ વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.