ડિસેમ્બરનું રાશિફળ:15 ડિસેમ્બરે સૂર્ય ધનમાં અને 23મીએ મંગળનો મેષ રાશિમાં પ્રવેશ થશે, મિથુન-સિંહ રાશિનો ભાગ્યોદય થઇ શકે છે

2 વર્ષ પહેલા
  • ડિસેમ્બરમાં ગુરુ, શનિ અને રાહુ-કેતુનું રાશિ પરિવર્તન થશે નહીં, અન્ય પાંચ ગ્રહ રાશિ બદલશે

નવા મહિના ડિસેમ્બરમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, શુક્ર પોત-પોતાની રાશિઓ બદલશે. અન્ય 4 ગ્રહ ગુરુ, શનિ અને રાહુ-કેતુનું રાશિ પરિવર્તન આ મહિનામાં થશે નહીં. ચંદ્ર 1 ડિસેમ્બરના રોજ વૃષભ રાશિમાં રહેશે. રાતે આ ગ્રહ મિથુન રાશિમાં જશે. તે પછી દર અઢી દિવસે આ ગ્રહ રાશિ બદલશે. સૂર્ય 15 ડિસેમ્બરના રોજ ધનમાં, મંગળ 23મીએ મેષમાં, બુધ 17મીએ ધનમાં, શુક્ર 10 તારીખે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ સ્થિતિઓના આધારે એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બી પાસેથી જાણો બધી જ 12 રાશિઓ માટે કેવું રહેશે 2020નો છેલ્લો મહિનો ડિસેમ્બર...

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે તમારા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરો. બહારની ગતિવિધિઓ અને જનસંપર્ક ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત રાખો. તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિ બની રહી છે. આ સમયે ધર્મ અને અધ્યાત્મિકતા પ્રત્યે તમારી આસ્થા તમને પોઝિટિવ ઊર્જા પ્રદાન કરી રહી છે. રાજકીય મામલે કોઇ કોર્ટ કેસને લગતી સ્થિતિ તમારા પક્ષમાં રહેશે. વિદ્યાર્થીઓને પોતાના કરિયર અને શિક્ષાને લગતાં શુભ સમચારા મળી શકે છે.

નેગેટિવઃ- આ સમયે ગુસ્સા અને ઉત્તેજના ઉપર કાબૂ રાખો તથા ધૈર્ય અને સંયમ જાળવી રાખવું યોગ્ય છે. ઘર અને બાળકોના કાર્યોમાં વધારે દખલ ન કરો. બધાને તેમના રસ પ્રમાણે થોડી સ્વતંત્રતા આપવી જરૂરી છે. મહિનાની શરૂઆતમાં ખોટા કાર્યોમાં ખર્ચ થઇ શકે છે.

વ્યવસાયઃ- વેપારમાં કોઇપણ નિર્ણય સમજી વિચારીને કરો. ઉતાવળમાં કામ ખરાબ થઇ શકે છે.

લવઃ- લગ્નજીવન સારું જળવાયેલું રહેશે. પરિવારનું વાતાવરણ સુખમય રહેશે. કુંવારા લોકો માટે લગ્નના સંબંધ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લઇને બેદરકારી ન કરો. સિઝનને લગતાં ખાનપાન તથા કસરતનું યોગ્ય ધ્યાન રાખો.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ મહિને થોડા મહત્ત્વપૂર્ણ અને પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે મુલાકાત થશે તથા તમે તમારી આંતરિક ઊર્જાને ભેગી કરીને તમારા આત્મવિશ્વાસ અને મનોબળને વધારવામાં સક્ષમ રહેશો. કોઇ જૂનું આપેલું ઉધાર પણ પાછું મળવાથી આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. દરેક કામ યોજનાબદ્ધ રીતે કરવાથી તમારી સમસ્યાઓ ઓછી થશે.

નેગેટિવઃ- થોડાં લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારા અંગે અફવાહ ફેલાવી શકે છે. આ બધી બાબતો ઉપર ધ્યાન ન આપીને તમે તમારા કામ ઉપર ધ્યાન આપો. વિદ્યાર્થીઓએ પણ તેમના અભ્યાસ ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આ સમયે સામાજિક અને રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહો.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં તમારા હિસાબને લગતી ગતિવિધિઓ અંગે પારદર્શિતા જાળવી રાખો. કોઇ બહારના વ્યક્તિ ઉપર વધારે વિશ્વાસ ન કરીને તમારી યોગ્યતા દ્વારા જ કાર્યને અંજામ આપો.

લવઃ- પરિવાર સાતે થોડાં મનોરંજનને લગતાં પ્રોગ્રામ બનશે. જેનાથી ઘરનું વાતાવરણ સારું જળવાયેલું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓથી બચીને રહો. એલર્જી અને ઉધરસની તકલીફ રહેશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ મહિને તમને ભાગ્યોદય તથા બાળકોને લગતાં કોઇ શુભ સૂચનાઓ મળી શકે છે. લાભદાયક ગ્રહ સ્થિતિનો ભરપૂર લાભ ઉઠાવો. તમારો વિવેક અને પોઝિટિવ દૃષ્ટિકોણ તમને ઘર અને સમાજમાં માન-સન્માન અપાવશે. બધા કામ શાંતિપૂર્ણ રીતે કરવાથી સંપન્ન થશે. થોડાં લોકો જે તમારી વિરૂદ્ધ હતાં, તેમનો દૃષ્ટિકોણ તમારા પ્રત્યે પોઝિટિવ થઇ જશે. ઘરમાં કોઇ ધાર્મિક કાર્ય પણ સંપન્ન થશે.

નેગેટિવઃ- દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવાથી અને ઉધાર લેવાથી બચવું. જો તમે કોઇને વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરો નહીંતર તમારી છાપ ખરાબ થઇ શકે છે. મહિનાની શરૂઆતમાં માનસિક સ્થિતિ થોડી ખરાબ રહી શકે છે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર વધારે ધ્યાન ન આપવાથી તેઓ પાછળ રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ગતિવિધિઓ યોગ્ય ચાલતી રહેશે. તમારે તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર લાવવાની પણ જરૂરિયાત છે, જેનાથી વધારે સારું પરિણામ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા પરિવારને લગતાં મામલે વિચાર કરશે તો સમસ્યાનો ઉકેલ મેળવી શકશે. કોઇ અન્ય વ્યક્તિનો તમારા પરિવારમાં દખલ થવા દેશો નહીં.

સ્વાસ્થ્યઃ- ગેસ અને કબજિયાતની તકલીફ રહેશે. આ સમયે ખાનપાન અને દિનચર્યાને ખૂબ જ વ્યવસ્થિત રાખવાની જરૂરિયાત છે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- જીવન પ્રત્યે પોઝિટિવ દૃષ્ટિકોણ અને સંતુલિત વિચાર રાખવા તમને તમારા કાર્યોમાં યોગ્ય રીતે કરવામાં મદદ કરશે તથા અનેક નેગેટિવ પરિસ્થિતિઓમાં પણ સરળતાથી ઉકેલ અપાવશે. ઘર-પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં પણ તમારો વિશેષ સહયોગ રહેશે. આ મહિનો માનસિક રીતે ખૂબ જ સંતોષકારી રહેશે. ભાગદોડની જગ્યાએ શાંતિપૂર્ણ રીતે કામ પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો.

નેગેટિવઃ- આ મહિને આ વાતનું પણ ધ્યાન રાખવું કે વધારે વિચાર કરવાથી થોડા પરિણામ હાથમાંથી સરકી શકે છે. એટલે યોજનાઓ બનાવવાની સાથે તેમને શરૂ કરવામાં પણ ધ્યાન આપવું. ભાઈઓ સાથે જમીન અને સંપત્તિને લઇને કોઇ વિવાદ ચાલી રહ્યો છે તો કોઇ અન્ય વ્યક્તિ દ્વારા તેનો ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- જો વ્યવસાયિક કાર્યમાં કોઇ જગ્યાએથી ઉધાર લેવાની સ્થિતિ બની રહી છે તો તમારી ક્ષમતાથી વધારે ઉધાર લેશો નહીં. આ સમયે પારિવારિક વ્યવસાયને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો.

લવઃ- લગ્નજીવન સખમય રહેશે. જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ તમને મળશે. મનોરંજનને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની ખટાસ આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- ગળામાં ઇન્ફેક્શનના કારણે તાવ અને ઉધરસ જેવી સ્થિતિ રહેશે. તેને ગંભીરતાથી લો અને સારો ઇલાજ કરાવો. આ સમયે વર્તમાન નકારાત્મક વાતાવરણથી પણ પોતાનો બચાવ કરો.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. જો સંપત્તિને લગતી કોઇ યોજના બની રહી છે, તો તેના ઉપર યોગ્ય કામ કરવું સારું રહેશે. તમને સફળતા મળશે. આ મહિને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ મળી શકે છે. સમાજ અને રાજનીતિ ક્ષેત્રમાં તમારું વર્ચસ્વ જાળવી રાખવાનો સમય છે. ઘરમાં મહેમાનોની અવર-જવર રહેશે તથા બધા સભ્ય મનોરંજન અને સારા વાતાવરણમાં સમય પસાર કરશે.

નેગેટિવઃ- બાળકોની અભ્યાસને લઇને ઘરમાં યોગ્ય અનુશાસન જાળવી રાખવું જરૂરી છે. સાથે જ અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો તથા કોઇપણ પ્રકારની યાત્રાને હાલ ટાળો. આ મહિને આળસ અને સુસ્તી હાવી રહેશે. વધારે વિચારવામાં તમારો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- વ્યપારિક ગતિવિધિઓમાં સુધાર આવશે, માત્ર થોડી સમજણથી કામ લેવાની જરૂરિયાત છે. આ સમય ઉપલબ્ધિવાળો છે. એટલે યોજનાબદ્ધ રીતે તમારા કામને પૂર્ણ કરવામાં ધ્યાન આપો.

લવઃ- લગ્નજીવન સારું ચાલશે. તમારા દરેક કાર્યમાં જીવનસાથીની સલાહ લો. તમને યોગ્ય સહયોગ મળશે. પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળવાથી જલ્દી જ લગ્ન થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસના લોકોએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું. છાતીમાં દુખાવાની સ્થિતિ રહેશે. આ સમયે વાતાવરણમાં ફેરફારના કારણે તમારી જીવનશૈલી સુવ્યવસ્થિત રાખવી જરૂરી છે.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ સમય પરિવાર અને ફાયનાન્સને લગતાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. તમને મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ પણ પ્રાપ્ત થશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો વિશેષ રસ રહેશે. રોજિંદા જીવનથી અલગ પોતાની પ્રતિભા અને ક્ષમતાઓ અંગે વિચારો અને તેને જાગૃત કરો. તેનાથી તમને આત્મિક સુકૂન મળશે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે, તમારી ભાવુકતા તથા ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. એટલે તમારો વ્યવહારિક દૃષ્ટિકોણ પણ જાળવી રાખવો જરૂરી છે. કોઇના ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેના દરેક સ્તરે વિચાર કરી લો. મહિનાના બીજા ભાગમાં તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજના શરૂ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર રોકાણ કરવું ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ સમયે બધા કામ તેમની દેખરેખમાં કરાવવું જરૂરી છે. કોઇપણ કર્મચારી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. તમારી કાર્ય પ્રણાલીને પણ ગુપ્ત રાખો.

લવઃ- પતિ-પત્ની વચ્ચે તાલમેલ જળવાયેલો રહેશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સહયોગ તમારા મનોબળને નબળો પડવા દેશે નહીં. પ્રેમ સંબંધોમાં અંતર ઘટશે.

સ્વાસ્થ્યઃ- સાંધા તથા ઘૂટણમાં દુખાવાની સમસ્યા વધી શકે છે. આળસ અને થાક જેવી પરેશાનીઓ પણ હાવી રહેશે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- ઘરના રિનોવેશન કે સુધારને લગતી યોજના બનશે. આ સમયે પરિસ્થિતિ અનુકૂળ છે. તમારી યોજનાઓને તરત જ શરૂ કરો. કોઇપણ કાર્ય કરતાં પહેલાં બજેટનું ધ્યાન રાખવાથી આર્થિક મુશ્કેલીઓથી બચી જશો. આ સમયે કાર્યો વધારે રહેશે, એટલે આરામ અને મોજમસ્તી ઉપર વધારે ધ્યાન ન આપીને તમારા કામ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરો. કોઇ લાભદાયક નજીકની યાત્રા થઇ શકે છે.

નેગેટિવઃ- તમારી વસ્તુઓની દેખરેખ જાતે જ કરો. કેમ કે, ચોરી કે ખોવાઇ જવાથી કોઇ પ્રકારનું નુકસાન થવાની આશંકા છે. કોઇ નજીકના સંબંધી સાથે વિવાદ થવાથી મન નિરાશ રહેશે. વધારે વિચારોમાં સમય પસાર ન કરો, નહીંતર ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. તમારા નિર્ણયોને સર્વોપરિ રાખો.

વ્યવસાયઃ- આ મહિને કાર્યક્ષેત્રમાં વધારે વ્યસ્તતા બની રહેશે. કર્મચારીઓ પાસેથી કામ લેતી સમયે સાવધાન રહો. થોડી બેદરકારી નુકસાનદાયક રહી શકે છે. આ સમયે કોઇ સહયોગીનો નકારાત્મક વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

લવઃ- ઘરમાં તમારા ગુસ્સા અને આક્રોશ ઉપર કાબૂ રાખો. કેમ કે, તમારા આ વ્યવહારના કારણે ઘરની વ્યવસ્થા ખરાબ થઇ શકે છે. બાળકોની સમસ્યાઓનો ઉખેલ લાવવા માટે પણ સમય કાઢો.

સ્વાસ્થ્યઃ- તણાવની અસર તમારી પાચનક્રિયા ઉપર પડશે. હેલ્ધી ભોજન કરવાનું રાખો.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- થોડી સમાજ સેવી સંસ્થાઓમાં તમારો સહયોગ તથા સેવા ભાવ તમને માનસિક તથા આત્મિક સુખ પ્રદાન કરશે. આ સમયે કોઇપણ કાર્ય કરતાં પહેલાં તેની સંપૂર્ણ યોજના અને સ્વરૂપ બનાવવું તમારા કાર્યોમાં થઇ રહેલી ભૂલથી તમને બચાવશે. પરિવાર સાથે મનોરંજનને લગતાં કાર્યોમાં પણ સમય પસાર થશે. તમારા વિરોધી પણ તમારા વ્યક્તિત્વ સામે પરાજિત થશે.

નેગેટિવઃ- કોઇપણ નિર્ણય લેતાં પહેલાં તેના અંગે યોગ્ય વિચાર કરવો જરૂરી છે. કેમ કે, થોડી બેદરકારી તમારા માટે પરેશાનીનું કારણ બની શકે છે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ ઉપર પણ પડશે. આ સમયે નજીકના સંબંધોમાં કોઇપણ પ્રકારની ખટાસ આવી શકે તેવી સ્થિતિ બની રહી છે. થોડું સાવધ રહો. બિનજરૂરી કાર્યોમા ખોટો સમય ખરાબ કરશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતાં કાર્યો આ મહિને નફો આપશે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતી સમયે પાર્ટનરની સલાહ લો. મશીન તથા મોટર પાર્ટ્સને લગતાં વ્યવસાયમાં કોઇપણ પ્રકારનું ઉધાર કે લોન લેવાથી બચવું. નોકરિયાત વ્યક્તિઓનું ટ્રાન્સફરને લઇને થોડી કાર્યવાહી શર થઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પરિવારમાં ચાલી રહેલાં કોઇ વિવાદને તમે સાથે બેસીને ઉકેલશો. પ્રેમ પ્રસંગોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય લગભગ ઠીક રહેશે. ઘરના કોઇ વડીલ સભ્યનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી ચિંતા રહેશે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- સંબંધીઓના કોઇ વિવાદપૂર્ણ મામલાઓમાં તમારો નિર્ણય પરિસ્થિતિને સરળતાથી ઉકેલવાનો રહેશે. સમાજમાં તમારું માન-સન્માન વધશે. પ્રોપર્ટીને લગતાં કાર્યોને પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. એટલે કોશિશ કરતાં રહો. જો ઘરના પરિવર્તનને લઇને કોઇ યોજના બનાવી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરી લો.

નેગેટિવઃ- ઘર તથા વ્યવસાયના મહત્ત્વપૂર્ણ દસ્તાવેજને ખૂબ જ સંભાળીને રાખો. ઘરમાં ખર્ચ કરતાં પહેલાં બજેટ બનાવો, કેમ કે આ સમયે ખર્ચ વધારે થવાના કારણે કોઇ સમસ્યા ઊભી થઇ શકે છે. મામા પક્ષ સાથે સંબંધોમાં કોઇ પ્રકારના વિવાદની સ્થિતિ બની રહી છે, તમારા ગુસ્સા અને આવેશ ઉપર નિયંત્રણ રાખવું યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે બધા કાર્ય સમયે પૂર્ણ થતાં જશે. આ સમયે દેખરેશ કરવાની પણ જરૂરિયાત છે કેમ કે, થોડી બેદરકારી પણ નુકસાન કરી શકે છે અને કર્મચારીઓનો નકારાત્મક વ્યવહાર તમને પરેશાન કરી શકે છે.

લવઃ- વાત-વાત ઉપર ગુસ્સો કરવો લગ્નજીવન અને પરિવારમાં તણાવ ઊભો કરી શકે છે. એટલે તમારા વ્યવહારમાં શાંતિ લાવો, બધાની ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્યઃ- એસિડિટી અને ગેસના કારણે માથાનો દુખાવો અને માઇગ્રેનની સમસ્યા રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે તમારા વ્યવહાર, વ્યક્તિત્વ અને દિનચર્યામાં પોઝિટિવ ફેરફાર લાવવાની ઇચ્છા રાખશો. જેમાં તમે સફળ પણ થશો. અધ્યાત્મ તથા ધર્મ-કર્મ પ્રત્યે પણ તમારો રસ વધશે. પારિવારિક ગતિવિધિઓને યોગ્ય રીતે જાળવી રાખવા માટે થોડી યોજનાઓ બનાવશો. બાળકો તરફથી કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલાં તણાવથી રાહત મળશે.

નેગેટિવઃ- બાળકોની ભવિષ્યને લગતી યોજનાઓમાં તેમનો સહયોગ કરવા માટે થોડો સમય કાઢો. આ સમયે વારસાગત કોઇ કામમાં વિઘ્ન આવવાથી તણાવ રહેશે. નજીકના સંબંધોમાં અંતર વધી શકે છે. મનોરંજન માટે પણ થોડો સમય કાઢો. તમારું વધારે ડિસિપ્લિનમાં રહેવું પરિવારના લોકોને પરેશાન કરી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમને કોઇ મહત્ત્વપૂર્ણ અથોરિટી પ્રાપ્ત થવાની છે. આ સમયે સંપૂર્ણ ધ્યાન તમારી વ્યવસાયિક ગતિવિધિઓ ઉપર લગાવો. જોકે, થોડી પેરશાનીઓ અને મુશ્કેલીઓ ઊભી થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની સમસ્યાને લઇને કોઇ વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. ઘરની થોડી વાતો બહાર જઇ શકે છે, સાવધાન રહો.

સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસની પરેશાનીથી પેટ ખરાબ થઇ શકે છે.

----------------------------

કુંભ

પોઝિટિવઃ- ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે તમારો રસ વધશે. તમારું કોઇ પણ કામ પ્લાનિંગ સાથે કરવું અને પોઝિટિવ વિચાર રાખવા તમને નવી દિશા પ્રદાન કરશે. કોઇપણ કામને કરતાં પહેલાં તમારા મનનો અવાજ સાંભળો, તમારી અંતરાત્મા તમને યોગ્ય રસ્તા ઉપર આગળ વધવા માટે પ્રેરણા આપશે. જો ઘરમાં કોઇ પ્રકારના સુધારને લગતી યોજનાઓ બની રહી હોય તો વાસ્તુના નિયમોનું પણ પાલન કરો.

નેગેટિવઃ- ક્યારેક વધારે ચર્ચા-વિચારણાં કરવામાં સમય લગાવવાથી થોડી ઉપલબ્ધિઓ હાથમાંથી સરકી શકે છે. ઘરના વડીલ અને અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી તમારા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સમયે બાળકોની ગતિવિધિઓ તથા સંગત ઉપર પણ નજર રાખો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં નવા કરાર પ્રાપ્ત થશે. આ સમયે કોઇ રાજનૈતિક તથા પ્રભાવશાશળી વ્યક્તિ દ્વારા તમને વિશેષ ઉપલબ્ધિ મળી શકે છે. સમયનો ભરપૂર ઉપયોગ કરો. આ સમયે ગ્રહ ગોચર તમારા પક્ષમાં કામ કરી રહ્યું છે. તમારા સહયોગીઓ તથા કર્મચારીઓના નિર્ણયને પણ સન્માન આપો.

લવઃ- ઘરની કોઇ સમસ્યાને પતિ-પત્ની એકબીજાના તાલમેલ દ્વારા સમાધાન શોધવાની કોશિશ કરે, જલ્દી જ ઘરનું વાતાવરણ સારું થઇ જશે.

સ્વાસ્થ્યઃ- વધારે વિચાર કરવામાં તણાવ લેવાથી માથાનો દુખાવો અને ડિપ્રેશન જેવી સ્થિતિ અનુભવ થઇ શકે છે. તમે તમારી ભાવનાઓ ઉપર કંટ્રોલ રાખો.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે તમારા લક્ષ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે એકાગ્ર રહેશો. સફળતા પણ પ્રાપ્ત કરશો. તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમને વિનમ્રતા તથા સમજવા-વિચારવાને લગતો વિવેક પ્રદાન કરશે. છેલ્લાં થોડાં સમયથી વધતાં ખર્ચ ઉપર નિયંત્રણ રાખીને આર્થિક સમસ્યાથી છુટકારો મેળવી શકાશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓએ પોતાના અભ્યાસ અને કોઇ પ્રતિયોગિતામાં સફળતા મળવાથી તેમના આત્મવિશ્વાસમાં વધારે નિખાર આવશે.

નેગેટિવઃ- આ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો. નહીંતર તમારી સાથે દગાબાજી થઇ શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની જાળવો. સોશિયલ મીડિયા તથા ફાલતૂની વાતોમાં પડીને તમારા કોઇપણ કાર્ય સાથે સમજોતો ન કરો. મહિનાના બીજા ભાગમાં કોઇ અપ્રિય ઘટના બની શકે છે. ધૈર્ય અને સંયમથી કામ લેવું.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. તમારી હિંમત અને સાહસના કારણે તેનું નિવારણ તમે શોધી શકશો. થોડી યોજનાઓ હાલ ટાળી શકો છો. આ સમયે કોઇને રૂપિયા ઉધાર ન આપશો કેમ કે, તે પાછા મળવાની આશા નથી.

લવઃ- તમારા મુશ્કેલ સમયમાં પરિવારના લોકો તથા જીવનસાથીનો પૂર્ણ સહયોગ રહેશે. લગ્નજીવનમાં મધુરતાની સ્થિતિ રહેશે.

સ્વાસ્થ્યઃ- તણાવ અને અવસાદની સ્થિતિથી બચવું. તેનો નકારાત્મક પ્રભાવ તમારી કાર્યક્ષમતા ઉપર પડશે. વાહન ચલાવતી વખતે કોઇપણ પ્રકારની બેદરકારી કે નુકસાનદાયક સાબિત થઇ શકે છે.