તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માસિક અંકફળ:અંક 1ના લોકોએ ઓગસ્ટ મહિનામાં વધારે સાવધાની રાખવી પડશે, અંક 2ના જાતકોએ ગુસ્સો કરવાથી બચવું

6 મહિનો પહેલા
  • વરસાદના કારણે સિઝનલ બીમારીઓનો પ્રભાવ વધશે, ખાન-પાનમાં બેદરકારી કરશો નહીં, નોકરીમાં મોટા લાભ મળવાના યોગ છે

ઓગસ્ટ મહિનો શરૂ થઇ ગયો છે. આ મહિનામાં વરસાદના કારણે સિઝનલ બીમારીઓનો પ્રભાવ રહેશે. ખાન-પાનમાં બેદરકારી ન કરશો. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે આ મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. અસાવધાની નુકસાનદાયક સાબિત થઇ શકે છે. જન્મતારીખ પ્રમાણે તમારા માટે આ મહિનો એટલે 31 ઓગસ્ટ સુધીનો સમય કેવો રહેશે તે જાણો...

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

આ મહિનામાં આ લોકોએ વાહન ચલાવતી સમયે સાવધાની રાખવી પડશે. નાની ભૂલ પણ નુકસાનદાયી સાબિત થઇ શકે છે. કોઇ જૂની બીમારી ફરીથી ઉભરી શકે છે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે. રોકાણ કરવાથી બચવું.

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

જો તમે પરણિત છો તો લાઇફ પાર્ટનરના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાદ-વિવાદને આગળ વધારશો નહીં. નાની-નાની વાતો ઉપર ગુસ્સો ન કરશો. દુશ્મનોના કારણે પરેશાની થઇ શકે છે. થોડાં દિવસ પછી સમય ઠીક થઇ જશે.

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

ભૂતકાળમાં કરેલાં કામ આ મહિનામાં ફળ આપી શકે છે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળી શકે છે. આવકમાં વધારો થવાના યોગ બની રહ્યા છે. કાર્ય વધારે હોવાથી તણાવ વધી શકે છે.

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

પરિવારમાં સુખ-શાંતિ જળવાયેલી રહેશે. દુશ્મનોને પરાજિત કરવામાં સફળતા મળશે. સમય પક્ષનો રહી શકે છે. નોકરીમાં કોઇ મોટું કામ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. બીજાના કાર્યોમાં દખલ આપશો નહીં.

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

નોકરીમાં નજીકના લોકો સાથે જ સ્પર્ધા વધી શકે છે. ઘરના લોકોની મદદ મળશે, પરંતુ સફળતા મળવામાં મોડું થઇ શકે છે. બેરોજગારે આકરી મહેનત કરવી પડશે. માનસિક તણાવથી બચવું પડશે.

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

અન્ય લોકો સાથે તમારા વ્યવહારને સામાન્ય જાળવી રાખો. ગુસ્સાના કારણે પરિસ્થિતિ ખરાબ થઇ શકે છે. વાદ-વિવાદની સ્થિતિ બનવા દેશો નહીં. પરિવારમાં બધાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. દૈનિક જીવનમાં બેદરકારી ન કરો.

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોઇપણ પ્રકારની ઉતાવળ કરશો નહીં. સમય તમારા પક્ષમાં પરિણામ આપી શકે છે. સમજી-વિચારીને આગળ વધશો તો લાભની સંભાવના છે. ધન સંબંધિત કાર્યોમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે.

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

માનસિક તણાવ રહેશે. થાક વધારે હોવાના કારણે કામમાં મન લાગશે નહીં. રૂપિયા સાથે જોડાયેલી પરેશાની દુઃખી કરી શકે છે. કોઇની મદદથી આ સમય ઠીક થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખવું અને આગળ વધતાં રહો.

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

જે લોકોના લગ્ન થયા નથી, તેમના લગ્નની વાત આ મહિનામાં આગળ વધી શકે છે. પરિવારમાં સુખદ વાતાવરણ રહેવાના યોગ છે. અટવાયેલું ધન પણ પાછું મળી શકે છે. રોકાણ સમજી-વિચારીને કરો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser