નવેમ્બર મહિનાનું રાશિફળ:આ મહિને કુંભ સહિત 9 રાશિઓને નક્ષત્રોનો સાથ મળી શકે છે, ધનલાભના પણ યોગ છે

એક વર્ષ પહેલા
  • નવેમ્બરમાં મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે, આ દિવસોમાં સાવધાન રહેવું

નવેમ્બરમાં સૂર્ય, બુધ, ગુરુ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. સાથે જ મંગળ મીન રાશિમાં સીધી ગતિ કરશે. ગ્રહોની સ્થિતિથી આ મહિને 9 રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળી શકે છે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોને આ મહિને ધનલાભ પણ થઇ શકે છે. વિચારેલાં જરૂરી કામ પણ પૂર્ણ થઇ શકે છે. ત્યાં જ, મિથુન, વૃશ્ચિક અને મકર રાશિના લોકોએ આ દિવસોમાં જોબ અને બિઝનેસમાં સાવધાન રહેવું પડશે. આ 3 રાશિના લોકોએ દરેક કામ સમજી-વિચારીને કરવા પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યાં પ્રમાણે 12 રાશિઓનું ફળ

મેષઃ-

પોઝિટિવઃ- વ્યક્તિગત લાભને લગતાં કાર્યો પૂર્ણ કરવા માટે આ સમય ખૂબ જ યોગ્ય છે. તમારી યોગ્યતા બધા સામે આવશે. ઘર અને જીવન માટે થોડાં મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ લેશો. મહિનાની શરૂઆતમાં ગ્રહ ગોચર તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે. તમારી પ્રતિભા અને યોગ્યતાના બળે તમને ધન પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- બધું જ ઠીક કરવા છતાં પણ તમને ભવિષ્યને લગતી અકારણ ચિંતા રહેશે. ગુસ્સા અને આવેગ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. નહીંતર ગુસ્સાના કારણે કામ ખરાબ થઇ શકે છે. કોઇ નજીકના સંબંધીના સ્વાસ્થ્યને લગતાં અપ્રિય સમાચાર મળવાથી મન વિચલિત રહેશે. કોઇ પણ કાગળિયા ઉપર સહી કરતાં પહેલાં તેને યોગ્ય રીતે વાંચી લેવાં.

વ્યવસાયઃ- વ્યવસાયિક યોજનાઓને કાર્યરૂપ આપતાં પહેલાં કોઇ જાણકાર પાસેથી યોગ્ય સલાહ લઇ લેવી. તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. આકરી મહેનત અને કઠોર પરિશ્રમથી સારી ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય તથા અનુસાસિત જળવાયેલું રહેશે. ઘરમાં લગ્નને લગતી કોઇ યોજના બનશે. ઘરની સુખ-સુવિધાઓની વસ્તુઓની ખરીદારી પણ થશે.

સ્વાસ્થ્યઃ- સિઝનમાં ફેરફારના કારણે થોડો આળસનો ભાવ રહેશે. આ સમયે તમારા ખાનપાન અને રહેણીકરણીને સંયમિત રાખવી જરૂરી છે.

---------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- વૃષભ રાશિના લોકો માટે આ મહિનો થોડો મિશ્રિત ફળ આપનાર હોઇ શકે છે. કોઇ મોટું કામ અચાનક બની જવાથી પ્રસન્નતા રહેશે. પ્રભાવશાળી લોકો સાથે હળવા-મળવાનું થશે. કોઇ સંબંધીના મુશ્કેલ સમયમાં તેમની સમસ્યાના નિવારણ હેતુ તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- તમારી બોલચાલની રીતમાં નરમી રાખો. થોડી પણ પરેશાનીમાં તમે નિયંત્રણ ગુમાવી દેશો અને તમારી વાણી કોઇના હ્રદયને ઠેસ પહોંચાડી શકે છે. મહિલાઓ માટે આ મહિનો સૌભાગ્યદાયક પરિસ્થિતિઓ લાવી રહ્યો છે.

વ્યવસાયઃ- જૂના મિત્ર સાથે મુલાકાત વ્યવસાયિક પરિવેશમાં સફળતા આપશે. બેંકિંગ સેક્ટર સાથે જોડાયેલાં કાર્યોમાં ફાયદો થશે. વિદેશી સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓમાં કામ કરતાં વ્યક્તિઓને વિદેશ જવાનું સૌભાગ્ય મળશે.

લવઃ- પરિવાર સાથે થોડો સમય પસાર કરવાથી જૂના વિવાદ દૂર થશે. લગ્ન યોગ્ય વ્યક્તિઓની જીવનસાથીની શોધ પૂર્ણ થશે. ઘરમાં માંગલિક પ્રસંગોની તૈયારીઓ શરૂ થશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં સુધાર આવશે. કફને લગતી સમસ્યાઓ હાલ રહેશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓને લઇને હોસ્પિટલની ભાગદોડ રહેશે.

---------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- રૂપિયા-પૈસાની દૃષ્ટિએ આ સમય તમારા પક્ષમાં છે. ધાર્મિક તથા સામાજિક ગતિવિધિઓમાં તમારી હાજરી મહત્ત્વપૂર્ણ રહેશે. સમાજ તથા નૈતિકતા સાથે જોડાયેલાં મામલાઓમાં તમારા વિચારોને સર્વોપરિ રાખવામાં આવશે. ઘરમાં સુખ-સુવિધાને લગતી મોંઘી વસ્તુઓની ખરીદારી પણ થશે.

નેગેટિવઃ- વિદ્યાર્થીઓના અભ્યાસમા વિઘ્ન ઊભું થઇ શકે છે. જિદ્દ અને આવેશમાં દરેક કામ ખરાબ થઇ શકે છે. મહિનાના મધ્યમાં તમે થોડી વિષમ પરિસ્થિતિઓમાં ગુંચવાયેલાં રહેશો. પારિવારિક મામલાઓમાં તમારે ગંભીરતાથી કામ લેવું પડશે. અન્યની આલોચનાથી દૂર રહો નહીંતર તમે મુશ્કેલીમાં પડી શકો છો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં ફાઇલ તથા મહત્ત્વપૂર્ણ પેપર્સ ખૂબ જ સંભાળીને રાખો. થોડી રાજકીય પરેશાનીઓ સામે આવી શકે છે. નોકરીમાં તમારા લક્ષ્ય પ્રત્યે એકાગ્ર રહો.

લવઃ- ઘરમાં તમારું માન-સન્માન તથા વર્ચસ્વ જળવાયેલું રહેશે. પતિ-પત્નીમાં તાલમેલનો ભાવ રહેશે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવારની વ્યવસ્થાને ઉત્તમ જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ખાનપાન અને દિનચર્યાને ખૂબ વધારે વ્યવસ્થિત જાળવી રાખો.

---------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ મહિનો ભવિષ્યને લગતી યોજના બનશે. જે તમારા માટે ખૂબ જ સાર્થક સાબિત થશે. આર્થિક સ્થિતિ પહેલાંથી વધારે મજબૂત થશે. અચાનક કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થશે. તમે તમારી મહેનતથી અનેક નકારાત્મક પરિસ્થિતિઓને પોઝિટિવ કરવામાં સમર્થ રહેશો.

નેગેટિવઃ- થોડાં રાજકીય મામલાઓ ગુંચવાયેલાં રહેશે. આ સમયે ખૂબ જ ગંભીરતા અને સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂરિયાત છે. હ્રદયની જગ્યાએ દિમાગથી કામ લેવું. થોડાં વિરોધી તમારા અંગે ખોટી અફવાહ ફેલાવી શકે છે. તેનાથી તમારું કોઇ નુકસાન થશે નહીં.

વ્યવસાયઃ- લાંબા સમયથી કોઇ અટવાયેલું કામ પૂર્ણ થઇ શકે છે. કામકાજમાં કરેલી બેદરકારીના કારણે મુશ્કેલીઓ આવી શકે છે, આ વાતનું અવશ્ય ધ્યાન રાખો. ભવિષ્યને લઇને કોઇ યોજના બનાવો જે ખૂબ જ પોઝિટિવ રહેશે.

લવઃ- પતિ-પત્નીના સંબંધ સામાન્ય રહેશે. પ્રેમ સંબંધ જાહેર થવાથી પરિવારમાં તણાવ ઊભો થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. પરંતુ બ્લડ પ્રેશર અને ડાયાબિટીઝના રોગીઓએ વિશેષ ધ્યાન રાખવું.

---------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે દરેક કાર્યને ખૂબ જ સમજી-વિચારીને તથા મનથી કરશો અને સફળતા પણ પ્રાપ્ત કરશો. કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મુલાકાત ફાયદાકારક સાબિત થશે. યુવા વર્ગ પોતાનું કામ કઢાવવા માટે દરેક પ્રયાસ કરશે. જેમાં તેઓ સફળ પણ થઇ શકશે.

નેગેટિવઃ- મહિનાના બીજા સપ્તાહમાં કોઇ પ્રકારના ધનને લગતું નુકસાન થવાની આશંકા બની રહી છે. એટલે લેવડ-દેવડ કરતી સમયે વધારે સાવધાની જાળવવી. અન્યના મામલે દખલ કરશો નહીં. નહીંતર તમારી જ માનહાનિ થઇ શકે છે.

વ્યવસાયઃ- યુવા વર્ગના કરિયરમાં સ્થાયિત્વ આવવાથી સુકૂન મળશે. રોજગારમાં નવા અવસર પ્રાપ્ત થશે. વ્યવસાયના અધૂરા કામ પૂર્ણ કરવા માટે આ મહિનો ખૂબ જ ઉત્તમ રહેશે.

લવઃ- પરિવાર સાથે હરવા-ફરવા તથા શોપિંગ વગેરેમાં સમય પસાર થશે. તમારા બજેટનું ધ્યાન રાખો. ઘરેલૂ જીવનમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં બદલવા માટે પરિવાર સાથે વાત કરવાનો યોગ્ય સમય છે.

સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને શરીરમાં દુખાવાની ફરિયાદ રહેશે. પેટ તથા લોહીને લગતી પરેશાનીઓ રહી શકે છે.

---------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- તમારા હાથે ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. તમે તમારી ક્ષમતાને કરિયર, અધ્યાત્મ અને ધર્મની પ્રગતિમાં લગાવશો અને સફળ પણ રહેશો. લોકો તમારી પાસે તમારા અંગત મામલાઓમાં સલાહ લેશે. ઘરમાં નાની-મોટી પાર્ટીનું આયોજન થઇ શકે છે.

નેગેટિવઃ- તમારામાં સહનશક્તિની ખામી રહેશે. જેના કારણે ક્યારેક વધારે ગુસ્સો અને આક્રોશ હાવી થઇ શકે છે. રોજિંદાના અનેક મામલાઓમાં ધૈર્યથી કામ લેવાની જરૂરિયાત રહેશે. આર્થિક મામલે સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે નહીં.

વ્યવસાયઃ- રોજગાર અને કામકાજમાં સારા અવસર હાથ આવશે. તમે તમારા વ્યવસાયને કોઇ વિઘ્ન વિના આગળ વધારવામાં સક્ષમ રહેશો. હાલ આર્થિક સ્થિતિઓ સામાન્ય જ રહેશે.

લવઃ- દાંપત્ય જીવન સુખયમ રહેશે. પારિવારિક વાતાવરણમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે. પ્રેમ સંબંધોમાં કોઇ પ્રકારની કટુતા અને અંતર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- કોઇ જૂના રોગથી છુટકારો મળી શકે છે.

---------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- પરિવાર સાથે કોઇ સારા સ્થાને ફરવા જવાનો પ્રોગ્રામ બનશે. ભવિષ્ય માટે થોડી નવી યોજનાઓ પણ બનશે અને તેના ઉપર અમલ પણ કરશો. તમારો ઈશ્વર પ્રત્યે વિશ્વાસ વધશે. ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થશે. જીવન પ્રત્યે તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ તમને તાજગી આપશે.

નેગેટિવઃ- બાળકોની દરેક જરૂરિયાતને પૂર્ણ કરવી તેમના સ્વભાવને જિદ્દી બનાવી શકે છે. તમારી સંવેદનશીલતાનો થોડા લોકો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારા આત્મબળને વધારે મજબૂત જાળવી રાખવાની જરૂરિયાત છે. બોસ તથા સહકર્મી સાથે વ્યવહાર કરતી સમયે તમારા આત્મવિશ્વાસને મજબૂત જાળવી રાખો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહેશે. માતા-પિતા, સંબંધીઓ તથા બાળકો સાથે સંબંધો મજબૂત બનશે.

સ્વાસ્થ્યઃ- તમને શ્વાસને લગતી પરેશાનીઓ વધી શકે છે.

---------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- તમે જે પણ કામ વિચારશો, તે પૂર્ણ કરીને જ દમ લેશો. તમારી મહેનત અને પરિશ્રમનું પૂર્ણ ફળ તમને મળશે. ફોન દ્વારા કોઇ વિશિષ્ટ વ્યક્તિ સાથે તમારો સંપર્ક બનશે. જે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારી રચનાત્મક પ્રતિભા લોકો સામે આવશે.

નેગેટિવઃ- ઓનલાઇ શોપિગ કરતી સમયે સાવધાની જાળવો, કોઇ પ્રકારની દગાબાજી થઇ શકે છે. તમે તમારા સિદ્ધાંતો સાથે કોઇ સમજોતો કરશો નહીં. લોકોને તમારી આવડત અને યોગ્યતા ઉપર વિશ્વાસ હટી શકે છે.

વ્યવસાયઃ- નોકરીમાં બોસ અને અધિકારીઓ સાથે કોઇ વાતને લઇને મતભેદ થઇ શકે છે. આર્થિક મામલે ગંભીરતા પૂર્વક વિચાર કરો.

લવઃ- પરિવાર, જીવનસાથી અને બાળકો સાથે સમય ખૂબ જ આનંદદાયક પસાર થશે.

સ્વાસ્થ્યઃ- એક્ટિડન્ટ દ્વારા ઈજા પહોંચવાની સંભાવના છે. વાહનનો પ્રયોગ સાવધાની પૂર્વક કરો.

---------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ મહિને થોડી આશ્ચર્યજનક ઘટનાઓ સામે આવી શકે છે. નવા-નવા સંપર્ક બનશે. કોઇ પારિવારિક આયોજન પણ સંપન્ન થઇ શકે છે. ઘરમાં કોઇ કિંમતી વસ્તુઓને લગતી શોપિંગ પણ થશે. વિદ્યાર્થીઓ કોઇ પ્રતિયોગી પરીક્ષામાં આત્મવિશ્વાસથી સફળતા પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ- લક્ષ્ય પ્રાપ્તિ માટે તમને કોઇ મદદગારની જરૂરિયાત પડી શકે છે. જેના કારણે તમારા સ્વાભિમાનને ઠેસ પહોંચશે. તમારો મનમોજી સ્વભાવ નુકસાનદાયક રહી શકે છે.

વ્યવસાયઃ- તમે તમારી પ્રતિભાના બળે કાર્યક્ષેત્રમાં એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. અધિકારી પણ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થઇ શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે સંબંધ સારા જળવાયેલાં રહેશે. માતા-પિતાની સેવામાં તમારું વિશેષ યોગદાન રહેશે.

સ્વાસ્થ્યઃ- ઘરના કોઇ વડીલના સ્વાસ્થ્યમાં સુધાર આવશે. જેનાથી તમને સુકૂન અનુભવ થશે.

---------------------------

મકરઃ-

પોઝિટિવઃ- મહિનાની શરૂઆતમાં પરેશાનીઓ તો આવશે, પરંતુ તમે તમારા પોઝિટિવ વિચારથી આગળ વધશો તથા પરિસ્થિતિઓને તમારા પક્ષમાં કરવામાં સક્ષમ રહેશો. તમારા હાથે લોક કલ્યાણના કાર્યો સંપન્ન થશે.

નેગેટિવઃ- તમારા મોટાભાગના કામ પૂર્ણ થઇ જશે. ધૈર્ય જાળવી રાખવું. કોઇ અજાણ્યો ભય પણ મનમાં રહેશે. ખોટાં કાર્યોમાં ગુંચવાશો નહીં, સમય અને ધનની બરબાદી થઇ શકે છે.

વ્યવસાયઃ- ઘરના અનુભવી વ્યક્તિના માર્ગદર્શનમાં તમે તમારા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

લવઃ- પતિ-પત્ની મળીને ઘરના વાતાવરણને સારું જાળવી રાખવામાં સક્ષમ રહેશે.

સ્વાસ્થ્યઃ- આ સમયે વધારે મહેનતના કારણે તમે શારીરિક અને માનસિક થાકનો અનુભવ કરશો.

---------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- કઇંક અનોખું કે નવું કરવાની ધુન તમારા ઉપર સવાર થશે. રૂપિયા-પૈસાના મામલે ભાગ્યશાળી રહેશો. કોર્ટ કેસને લગતાં કાર્યોમાં સફળતા મળશે. રચનાત્મક કાર્યોમાં તમારો વિશેષ રસ જળવાયેલો રહેશે.

નેગેટિવઃ- અકારણ જ લોકો તમારાથી ઈર્ષ્યા અને દ્વેષની ભાવના રાખશે. આર્થિક મામલે નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લો તથા રોકાણમાં પણ દગો થવાની સંભાવના છે. વ્યક્તિગત કાર્યોમાં થોડી મુશ્કેલીઓ આવશે.

વ્યવસાયઃ- બોસ અને અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોઇ મિત્રની સલાહ તમારા વ્યવસાય અને ભાગ્યને ચમકાવી શકે છે.

લવઃ- પરિવાર સાથે તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત રહેશો. પતિ-પત્ની વચ્ચે ગેરસમજ દૂર થશે.

સ્વાસ્થ્યઃ- કામકાજ વધારે રહેવાના કારણે શારીરિક અને માનસિક થાક હાવી થઇ શકે છે.

---------------------------

મીનઃ-

પોઝિટિવઃ- તમે હિંમત અને સાહસથી ભરપૂર રહેશો. આર્થિક સ્થિતિમાં સુધાર આવશે તથા તમે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે કોઇપણ રીત અપનાવીને સફળતા પ્રાપ્ત કરશો. બાળકો પોતાના અભ્યાસ પ્રત્યે એકાગ્ર રહેશે. યુવાઓ કોઇ શોધ અને રચનાત્મક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ- પહેલું સપ્તાહ થોડી પરેશાનીવાળું રહેશે. જલ્દી લક્ષ્ય મેળવવાની ઇચ્છામાં ખોટાં કાર્યો પ્રત્યે રસ વધશે પરંતુ આ બાબતોથી દૂર રહો તો સારું. તમે રૂપિયાને ખુલ્લા હાથે ખર્ચ કરશો જેના કારણે બજેટ ખરાબ થઇ શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં ઉન્નતિદાયક સમય ચાલી રહ્યો છે.

લવઃ- ઘરનું વાતાવરણ સુખદ રહેશે. પારિવારિક જીવનમાં સુખ વધશે.

સ્વાસ્થ્યઃ- ગળાની સમસ્યા રહેશે. બદલાતા વાતાવરણની નકારાત્મક અસર સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

આ પણ વાંચોઃ-

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

શુભ સંયોગ:નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

મહાભારત:અર્જુનના મોટા ભાઈનું સન્માન કરતા હતા, પરંતુ યુદ્ધ સમયે તેમણે યુધિષ્ઠિરને મારવા માટે તલવાર હાથમાં લઇ લીધી હતી

કર્ણવેધ સંસ્કાર:કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે

મોટિવેશનલ કોટ્સ:મુશ્કેલ કામને વચ્ચે છોડી દેવું સરળ છે, પરંતુ વિપરિત પરિસ્થિતિમાં વ્યક્તિને પોતાની તાકાતની જાણ થાય છે

અન્ય સમાચારો પણ છે...