તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જુલાઈમાં ગ્રહોની વિશેષ સ્થિતિની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે આ મહિને 12માંથી 6 રાશિઓ માટે સમય સારો રહેશે. જુલાઈમાં મેષ, વૃષભ, કન્યા, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોને જોબ અને બિઝનેસમાં નક્ષત્રોનો સાથ મળશે. વિચારેલાં કામ પૂર્ણ થઇ શકશે. આ સિવાય મિથુન, કર્ક, મકર અને મીન રાશિના લોકો આ આખો મહિનો સાવધાન રહેવું પડશે. આ સિવાય સિંહ અને ધન રાશિના લોકો માટે સમય મિશ્રિત ફળ આપનાર રહેશે.
જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે બારેય રાશિના જાતકોનું રાશિફળઃ-
મેષઃ- આ મહિને તમારી જોબ અને બિઝનેસમાં ફેરફાર થવાના યોગ બની રહ્યા છે. બિઝનેસમાં નવા સોદા થઇ શકે છે. કામકાજને લઇને યાત્રા થઇ શકે છે, પરંતુ તમારે સાવધાની રાખવી પડશે. કામકાજમાં મહેનત સાથે આવક પણ વધી શકે છે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. અન્યના મામલે દખલ આપવાથી બચવું. આ મહિને ટેક્સ, દેવુ અને ભાડુઆત સંબંધિત મામલે મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ મહિનો ઠીક રહેશે. દાંતની સમસ્યા થઇ શકે છે.
વૃષભઃ- મહિનાની શરૂઆતમાં અધૂરા કાર્યો પૂર્ણ થઇ શકે છે. આ મહિને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટના યોગ પણ બની રહ્યા છે. મોટું પદ અથવા કોઇ જવાબદારી મળી શકે છે. નોકરી અને બિઝનેસ સાથે જોડાયેલાં મામલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. દૂર સ્થાનની યાત્રા થઇ શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને શાંતિથી કોઇ વાત ઉપર નિર્ણય લઇ શકશો. સંતાન પક્ષ પાસેથી પણ ફાયદો થશે. પરિવાર પાસેથી પણ સંપૂર્ણ સહયોગ મળશે. જોખમી નિર્ણયો લેવાથી બચવું.
મિથુનઃ- આ મહિને તમારે સાવધાન રહેવું પડશે. અધિકારી અથવા કોઇ મોટા વ્યક્તિ સાથે વિવાદ થઇ શકે છે. જોબ અથવા બિઝનેસમાં સાથે કામ કરતાં લોકો સાથે મનમુટાવની સ્થિતિ બની શકે છે. આવક તો થશે, પરંતુ ખર્ચ પણ વધી શકે છે. દોડભાગ અને તણાવભર્યો સમય રહેશે. જોકે, નવા લોકો પાસેથી મદદ મળી શકે છે. જેનાથી તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થઇ જશે. આ મહિને કંઇપણ નવું કરવાથી બચવું જોઇએ. આ મહિને તમને પરિવાર પાસેથી સહયોગ મળશે નહીં.
કર્કઃ- આ મહિને ગ્રહોની સ્થિતિ તમારા માટે ઠીક રહેશે નહીં. કામકાજમાં સાવધાની રાખવી પડશે. જોબ અને બિઝનેસના મોટાં નિર્ણયો સમજી-વિચારીને લેવા પડશે. વિવાદ થવાની સંભાવના છે. લેવડ-દેવડ, રોકાણ અને બચતને લઇને યોજનાઓ તો બનશે, પરંતુ તે પૂર્ણ ન થવાથી તણાવ વધી શકે છે. સંતાનને લઇને ચિંતા રહેશે. આ મહિને આવક તો થશે, પરંતુ રૂપિયા ખર્ચ પણ થશે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે. પરિવારમાં કોઇ સાથે મનમુટાવ પણ થઇ શકે છે.
સિંહઃ- આ મહિને જોબ અને બિઝનેસમાં આગળ વધવાનો અવસર મળી શકે છે. નવું કામ શરૂ થઇ શકે છે. તમારી જૂની યોજનાઓ ઉપર કામ થઇ શકે છે. તમારી વાતચીતની રીતથી થોડાં લોકો પ્રભાવિત થઇ શકે છે. ઓફિસમાં સારી ઇમેજ બની શકે છે. આ સિવાય તમારે રોકાણના મામલે સાવધાન રહેવું પડશે. ખોટી જગ્યાએ રૂપિયા રોકી શકો છો. ખર્ચ પણ વધી શકે છે. કામકાજમાં મહેનત વધારે કરવી પડશે.
કન્યાઃ- જોબ અને બિઝનેસ માટે આ મહિનો સારો રહેશે. આ દિવસોમાં તમારા વિચારેલાં કાર્યો પૂર્ણ થઇ શકે છે. તમારા કામકાજના વખાણ થશે. મુશ્કેલીઓ દૂર થઇ શકે છે. જેટલી મહેનત કરશો તેટલો જ ફાયદો થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. આ દિવસોમાં તમે ઉન્નતિ પણ કરશો. કામકાજમાં નવી તકનીકનો ઉપયોગ ઉન્નતિ લાવશે. લવ લાઇફ માટે સમય સારો રહેશે. આ સમયે તમને કિસ્મતનો સાથ મળશે.
તુલાઃ- જુલાઈમાં તમારા થોડાં મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઇ શકે છે. જોબ, બિઝનેસ અને અન્ય મામલે તમારા દ્વારા લેવાયેલાં નિર્ણયો સાચા સાબિત થઇ શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. તેમનાથી તમને ફાયદો પણ મળશે. લેવડ-દેવડ અને રોકાણના મામલે તમને કિસ્મતનો સાથ મળી શકે છે. જેનાથી તમને ફાયદો થશે. લોકો તમારા કામકાજથી ખુશ રહેશે. પરિવારમાં કોઇ સાથે વિવાદ થઇ શકે છે. આ મહિને તમે સમજી-વિચારીને નિર્ણય લેશો તો આગળ વધી શકશો.
વૃશ્ચિકઃ- આર્થિક સ્થિતિની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે. આ દિવસોમાં તમને અટવાયેલું ધન પાછું મળી શકે છે. પ્રોપર્ટી સંબંધિત મામલાઓમાં ફાયદાના યોગ બની રહ્યા છે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે. જોબમાં જવાબદારી અને બિઝનેસમાં મોટા સોદા મળી શકે છે. જોકે, કામકાજની જગ્યાએ ફેરફાર થવાના પણ યોગ બની રહ્યા છે. નોકરીમાં પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની ઊભી થઇ શકે છે.
ધનઃ- તમારી રાશિ માટે સમય મિશ્રિત રહેશે. આ મહિને જોબ અને બિઝનેસમાં ઉન્નતિ તો મળી શકે છે પરંતુ ખર્ચ પણ વધી શકે છે. નોકરીમાં નવી જવાબદારીઓ અને પદ મળવાની સંભાવના છે. યાત્રાઓ અને પરેશાનીઓ પણ વધી શકે છે. ચિંતા વધશે. પરિવાર અને જીવનસાથી સાથે મતભેદ થવાની આશંકા છે. વિવાદ થઇ શકે છે. ગુપ્ત વાતો ઉજાગર થવાના યોગ બની રહ્યા છે. દુર્ઘટનાની આશંકા છે.
મકરઃ- પારિવારિક અને આર્થિક મામલે તમારા માટે સમય ઠીક રહેશે નહીં. ઘર-પરિવારના કોઇ મામલે વધારે ગુંચવાઇ શકે છે. તેના દ્વારા તમારો તણાવ વધશે. પરિવારના કોઇ સભ્ય સાથે વિવાદ થઇ શકે છે. તમને તમારા જ લોકો થોડાં મામલે ખોટા ઠરાવી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું. દેખાવો કરવાના કારણે તમારે લોન પણ લેવી પડી શકે છે. લવ લાઇફ માટે સમય ઠીક નથી.
કુંભઃ- જુલાઈમાં ભવિષ્યને લઇને કોઇ મહત્ત્વપૂર્ણ યોજના બની શકે છે. વિચારેલાં કામ પૂર્ણ થઇ શકે છે. કોર્ટ કેસ અને અન્ય વિવાદમાં તમને વિજય પ્રાપ્ત થઇ શકે છે. નવી નોકરી અથવા નવા બિઝનેસની યોજના બનશે. નવા લોકો સાથે મુલાકાત થઇ શકે છે. પ્રોપર્ટીના મામલે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઇ શકો છો. લવ લાઇફ માટે સમય સારો રહેશે. પરિવાર સાથે સમય સારો વિતશે. સંતાન સંબંધિત મામલે પરેશાનીઓ ઓછી રહેશે. સંતાનનું સ્વાસ્થ્ય સારું રહેશે. આ મહિને તમને કોઇ ઈજા પહોચી શકે છે.
મીનઃ- આ મહિને તમારે સાવધાન રહેવું પડશે. નોકરી અને બિઝનેસમાં મુશ્કેલીઓ આવી શકે છે. પોતાના ઉપર અને પરિવારના લોકો ઉપર ધ્યાન આપી શકશો નહીં. કામકાજની ચિંતાથી પરેશાન રહેશો. જવાબદારીઓમાં ગુંચવાઇ શકો છો. આ મહિને કામકાજને લઇને ખોટાં નિર્ણયો પણ લઇ શકો છો. મહેનત અને દોડભાગ વધી શકે છે. આ મહિને તમારા ઉપર કોઇ ખોટો આરોપ લાગી શકે છે. આ મહિને તમે કામકાજને લઇને અસંતુષ્ટ રહી શકો છો. દુશ્મનોના કારણે મુશ્કેલીઓ વધી શકે છે.
પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.