16 ઓગસ્ટનું અંક ભવિષ્ય:સોમવારનો ભાગ્યશાળી અંક 5 રહેશે, આ દિવસે જન્માંક 6ના જાતકોએ નિરાશ થવું પડી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ન્યૂમેરોલોજિસ્ટ ડૉ. કુમાર ગણેશના જણાવ્યા મુજબ આજનો ભાગ્યશાળી અંક 5 છે. જાણો કેવો રહેશે તમારો દિવસ?

આજનાં અંકઃ- મૂળ અંક:- 7 ભાગ્ય અંકઃ-5 દિવસનો અંકઃ- 5 મહિનાનો અંકઃ- 3 ચિલત અંકઃ- 3

આજની વિશિષ્ટ યુતિ:- અંક 3ની અંક 5 સાથે મિત્ર/પ્રબળ વિરોધી યુતિ અને અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ અને અંક 5ની અંક 7 સાથે પ્રબળ મિત્ર યુતિ.

અંકઃ-1

જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે

સામાન્ય રીતે નાના મંત્રાલય કે પદ ધરાવતાં મંત્રીઓને મોટા મંત્રાલય કે મંત્ર તરીકે પસંદ કરવામાં આવી શકે છે. માથાનો દુખાવો રહી શકે છે.

શું કરવુંઃ- હનુમાનજીને 01 લવિંગવાળું પાન ચઢાવો

શુભ અંકઃ- 9

શુભ રંગઃ- લાલ

--------------

અંકઃ-2

જે લોકોની જન્મ તારીખ 2, 11, 20 કે 29 છે

કોઇના ઝઘડાનો ઉકેલ લાવવો પડી શકે છે. પ્રેમસંબંધ આઘાત પહોંચાડી શકે છે. જો જોબ કે કરિયરમાં ફેરફારનો કોઇ જૂનો નિર્ણય હાલ બાકી છે તો આજે લઇ શકો છો.

શું કરવુંઃ- બાલિકાના લગ્નમાં આર્થિક ભેટ આપો.

શુભ અંકઃ- 7

શુભ રંગઃ- જાંબુડિયો

--------------

અંકઃ-3

જે લોકોની જન્મ તારીખ 3, 12, 21 કે 30 છે

તમારી ઇચ્છાઓ સાથે સમજોતો કરવો પડી શકે છે. બધું જ તમારા માટે નથી, આ આજનો મૂળ મંત્ર છે. ખોદરામનું કામ પાર્ટનરશિપમાં કરી રહ્યા છો કો આજે સાવધાન રહો.

શું કરવુંઃ- શનિદેવને કાળા તલ અને લોખંડની વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 8

શુભ રંગઃ- કાળો

--------------

અંકઃ-4

જે લોકોની જન્મ તારીખ 4,13, 22 કે 31 છે

કાર્યકુશળતા વધી શકે છે. બેંક અને વીમા ક્ષેત્રના લોકોને લાભ થઇ શકે છે. અત્યાર સુધી અટવાયેલું કામ પૂર્ણ થવાના યોગ બની રહ્યા છે.

શું કરવુંઃ- કુળદેવીને પારંપરિક ભોગ ધરાવો.

શુભ અંકઃ- 2

શુભ રંગઃ- સફેદ

--------------

અંકઃ-5

જે લોકોની જન્મ તારીખ 5, 14 કે 23 છે

ડોક્ટરોને વધારે અનુકૂળતા રહેશે. ડોક્ટરીમાં એમ.ડી. માટે પરીક્ષાની તૈયારી કરી રહેલાં વિદ્યાર્થીઓને અનુકૂળતા રહેશે.

શું કરવુંઃ- ભાણીને તેની પ્રિય વસ્તુ ભેટ કરો

શુભ અંકઃ- 3

શુભ રંગઃ- પીળો

--------------

અંકઃ-6

જે લોકોની જન્મ તારીખ 6, 15 કે 24 છે

ચોખાના વેપારીઓને સારો લાભ મળી શકે છે. સરકારી અધિકારી વર્ગને આજે નિરાશ થવું પડી શકે છે. જમીનને લગતું કોઇપણ કામ આજે ન કરો.

શું કરવુંઃ- ગણેશ ભગવાનને મોટી બુંદીના લાડવાનો ભોગ ધરાવો

શુભ અંકઃ- 5

શુભ રંગઃ- લીલો

--------------

અંકઃ-7

જે લોકોની જન્મ તારીખ 7, 16 કે 25 છે

કોલ સેન્ટરમાં કામ કરનારી પરણિતા મહિલાઓએ તેમના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું જોઇએ. જો આવી કોઇ પણ મહિલા નાકમાં નથણી પહેરતી હોય તો હંમેશાં માટે ઉતારી દેવી.

શું કરવુંઃ- ભૈરવ બાબાને સિંદૂર અને ઇમરતી ચઢાવો

શુભ અંકઃ- 4

શુભ રંગઃ- વાદળી

--------------

અંકઃ-8

જે લોકોની જન્મ તારીખ 8, 17 કે 26 છે

પાર્ટનરશિપમાં વેપાર કરી રહ્યા છો તો સાવધાની રાખો કોઇપણ જાતની ભાગદોડ ન કરો. જો કોર્ટમાં કોઇ પારિવારિક વિવાદ ચાલી રહ્યો હોય તો પ્રતિકૂળતા રહેશે.

શું કરવુંઃ- શ્રી રામસ્તૃતિનો પાઠ કરો

શુભ અંકઃ- 1

શુભ રંગઃ- સોનેરી

--------------

અંકઃ-9

જે લોકોની જન્મતારીખ 9, 18 કે 27 છે

પેઇન્ટરો અને ચિત્રકારોને પુરસ્કાર મળી શકે છે. કોઇ ખાસ યાત્રાની યોજના બની શકે છે અથવા યાત્રા થઇ શકે છે. સમય મિત્રો સાથે આનંદમાં પસાર કરી શકો છો.

શું કરવુંઃ- મંદિર સંચાલનમાં ધનરાશિ ભેટ કરો

શુભ અંકઃ- 6

શુભ રંગઃ- સોનેરી