સોમવાર, 6 માર્ચ દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ-1
જે લોકોની જન્મ તારીખ 1, 10,19 કે 28 છે
ગણેશજી કહે છે કે- પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમારું ખાસ યોગદાન રહેશે. તમારો પોઝિટિવ અને ઉદાર દૃષ્ટિકોણ તમારા સંબંધોને અને ઘર-પરિવારને મજબૂત બનાવશે.
શું કરવું- ભગવાન ગણેશજીની આરાધના કરો
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-2
ગણેશજી કહે છે કે- થોડી રાજનૈતિક અથવા સામાજિક સંબંધોથી તમને લાભ થવાની આશા છે, એટલે પોતાના સંપર્કોને મજબૂત કરો. તમારી સફળતા અને સેવાથી વડીલો પ્રસન્ન રહેશે. જૂની નકારાત્મક વાતોને વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં.
શું કરવું- ગણેશજીની પૂજા આરાધના કરો
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------
અંકઃ-3
ગણેશજી કહે છે કે- તમે તમારા અંગત સંબંધોને મહત્ત્વ આપશો. ઘરેલૂ જરૂરિયાતો પ્રત્યે પણ તમે જાગરૂત રહી શકો છો. કોઈ મોટા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ખાસ મુદ્દા અંગે પણ વિચાર કરવામાં આવશે.
શું કરવું - ગણેશજીની પૂજા-આરાધના કરો
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-4
ગણેશજી કહે છે કે- ગ્રહ ગોચર સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. ભરપૂર સમય આપો. સંતાનના અભ્યાસ સાથે જોડાયેલી થોડી લાભકારી યોજનાઓ ફળીભૂત થઈ શકે છે. તેનાથી બાળકોમાં પણ આત્મવિશ્વાસ વધશે.
શું કરવું- જરૂરિયાતમંદ લોકોની મદદ કરો
શુભ રંગઃ- મરૂન
શુભ અંકઃ- 3
--------------
અંકઃ-5
ગણેશજી કહે છે કે- તમે તમારા કામ પ્રત્યે એક અનોખા સ્વભાવનું પ્રદર્શન કરશો. મહિલાઓ પોતાના ઘરના કાર્યોને સહજતા અને સરળતાથી પૂર્ણ કરશે અને તેના અંગત કાર્યો ઉપર પણ તેમનું ધ્યાન રહેશે.
શું કરવું- ભગવાન વિષ્ણુજીની આરાધના કરો
શુભ રંગઃ- જાંબુડિયો
શુભ અંકઃ- 8
--------------
અંકઃ-6
ગણેશજી કહે છે કે- ઘરમાં કોઈ નવી વસ્તુ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે સમય સારો રહેશે. રોકાણને લગતા કાર્યો પણ પૂર્ણ થઈ જશે. સાહસ અને લગનના બળે તમે મુશ્કેલમાં મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી લેશો.
શું કરવું- શિવલિંગ ઉપર જળ ચઢાવવું
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
--------------
અંકઃ-7
ગણેશજી કહે છે કે- આજે કોઈ મોટી દુવિધા દૂર થવાથી મનની શાંતિ રહેશે. કોઈપણ એડવાન્સ પ્લાનિંગને શરૂ કરવા માટે સમય શુભ છે. ઘરના વડીલોનો આશીર્વાદ અને સ્નેહ જળવાયેલો રહેશે.
શું કરવું- સૂર્ય દેવતાને જળ અર્પણ કરો
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
--------------
અંકઃ-8
ગણેશજી કહે છે કે- આજના દિવસની શરૂઆતના ભાગમાં મોટાભાગના કામ પૂર્ણ કરવાની કોશિશ કરો. કોઈ અટવાયેલાં રૂપિયા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત થઈ શકે છે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી મનમાં નિરાશા રહેશે.
શું કરવું- યોગ-પ્રાણાયમનો અભ્યાસ કરો
શુભ રંગઃ- બદામી
શુભ અંકઃ- 1
--------------
અંકઃ-9
ગણેશજી કહે છે કે- આધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં તમારો રસ વધશે અને તમે તમારી અંદર એક અદભૂત શાંતિ અનુભવ કરશો. ઘરના સભ્યો વચ્ચે પારિવારિક જવાબદારીઓ વહેંચતાં શીખો.
શું કરવું- પીળી વસ્તુનું દાન કરો
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.