બુધ ગ્રહનું રાશિ પરિવર્તન:6 માર્ચે બુધ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કન્યા અને મકર સહિત 5 રાશિના જાતક માટે શુભ સમય

9 મહિનો પહેલા

6 માર્ચ, રવિવારના રોજ બુધ ગ્રહ મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 23 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. મકરની જેમ કુંભ પણ શનિની જ રાશિ છે. આ રાશિમાં બુધના હોવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં ફેરફાર થવાના યોગ બનશે. કુંભ રાશિમાં સૂર્ય અને ગુરુ પણ રહેશે, જેથી થોડા લોકોને લેવડ-દેવડ અને રોકાણમાં અચાનક ફાયદો થવાના યોગ બનશે, ત્યાં જ થોડી રાશિઓના જાતકોને આર્થિક મામલે વિઘ્નનો સામનો કરવો પડી શકે છે.

બિઝનેસ અને લેવડ-દેવડ પર અસર કરનાર ગ્રહ
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ખરીદી-વેચાણ, લેવડ-દેવડ, રોકાણ, વાણી, અભિવ્યક્તિ, કેલ્ક્યુલેશન અને બુદ્ધિ પર આ ગ્રહની અસર પડે છે. બુધના રાશિ પરિવર્તનથી પત્રકાર, વકીલાત, બિઝનેસ અને શેરબજાર સાથે જોડાયેલા લોકો વધારે પ્રભાવિત થાય છે. આ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે અને મોટા ભાગે દર 18મા દિવસે રાશિ બદલે છે.

બુધને બુદ્ધિનો કારક માનવામાં આવે છે. જે ગ્રહ સાથે તેની યુતિ હોય છે, તેની જેવો જ બુધ વ્યવહાર કરવા લાગે છે. આ કારણે જ્યોતિષમાં આ ગ્રહને ખાસ મહત્ત્વ આપવામાં આવે છે. આ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહે છે એટલે વધારે પ્રભાવશાળી હોય છે. ત્યાં જ મીન રાશિમાં નીચ સ્થિતિનો માનવામાં આવે છે. બુધની મિત્રતા સૂર્ય, શુક્ર સાથે થાય છે. રાહુ, ચંદ્ર સાથે આ ગ્રહની દુશ્મની રહે છે.

બુધ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહે છે, એટલે વધારે પ્રભાવશાળી હોય છે.
બુધ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચ સ્થિતિમાં રહે છે, એટલે વધારે પ્રભાવશાળી હોય છે.

કન્યા અને મકર સહિત 5 રાશિના જાતકો માટે શુભ સમય
મેષઃ- અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. શુભફળ સાથે સફળતા મળશે, કાર્યક્ષેત્રમાં વિસ્તાર થશે. વિવાદાસ્પદ મામલાઓમાં પક્ષ મજબૂત થશે.
વૃષભઃ- વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. અટવાયેલાં રૂપિયા મળી શકે છે. બુદ્ધિમાની સાથે ફાયદો પ્રાપ્ત થશે. સંકલ્પ મજબૂત રહેશે અને શુભ ફળ મળશે.
મિથુનઃ- નવી આશાનો સંચાર થશે. આત્મવિશ્વાસ વધશે, તક મળી શકશે અને પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશો.
કર્કઃ- સમય સારો રહેશે. રોકાણમાં ફાયદો થવાના યોગ છે. બિઝનેસ વધશે. શોધમાં સફળતા મળશે. સમજણ વિકસિત થવાની સાથે જ કાર્યક્ષેત્રમાં પ્રભાવ વધશે.
સિંહઃ- ભરપૂર પરિશ્રમ કરશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. નકારાત્મકતા છોડવી પડશે અને વિવાદોથી બચવું પડશે.
કન્યાઃ- પાર્ટનરશિપ અને વેપારમાં લાભ મળશે. લગ્નજીવનમાં અંતર ઘટશે. શુભ ફળદાયી યાત્રા થશે.
તુલાઃ- ઉચ્ચ શિક્ષા અને કાર્યક્ષેત્રમાં આગળ વધવાની તક મળશે. પ્રેમ પ્રસંગ બનશે, રચનાત્મકતા રહેશે અને શુભ સમાચાર મળશે.
વૃશ્ચિકઃ- પરિવારનો સાથ મળશે. લાભની તક મળશે. વિચારેલાં કાર્યો પૂર્ણ થશે. માતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
ધનઃ- ભરપૂર ઊર્જા રહેશે. પરાક્રમ વધશે, કાર્યસ્થળે વડીલો દ્વારા સન્માન અને પ્રોત્સાહન મળશે.
મકરઃ- આર્થિક લાભ મળવાના યોગ બનશે. વેપાર અને કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો. સંપત્તિમાં વિસ્તાર થશે.
કુંભઃ- સાહસ અને પરાક્રમમાં વધારો થશે. પરિવારમાં ઉન્નતિ થશે, રચનાત્મકતા અને કૌશલનો વિકાસ થશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
મીનઃ- સુખ-સુવિધાઓ ઉપર ખર્ચ વધશે. સમજી-વિચારીને જ જોખમ લેવું જોઈએ.