• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Mercury's Zodiac Change On November 26: Lakshmi Narayan Yoga Will Be Formed Due To The Combination Of Mercury Venus, It Is Expected To Strengthen The

બુધનું રાશિ પરિવર્તન:તુલા રાશિમાં શુક્ર સાથે લક્ષ્મી નારાયણ યોગ બનાવશે; દેશની આર્થિક સ્થિતિ મજબૂત થશે, કર્ક, કન્યા સહિત 4 રાશિને ધનલાભ થશે

એક મહિનો પહેલા

બુધ ગ્રહ, બુધવારે જ રાશિ બદલીને તુલામાં આવી જશે. આ ગ્રહ પોતાની રાશિ છોડીને શુક્રની રાશિમાં 11 નવેમ્બર સુધી રહેશે. બુધને ગણિત, કાયદા, સંચાર, વાણિજ્ય, ચામડી, દવા, તર્ક શાસ્ત્ર વગેરેનો કારક માનવામાં આવે છે. બુધ ગ્રહની સૂર્ય અને શુક્ર સાથે મિત્રતા છે. સૂર્ય ગ્રહ 17 ઓક્ટોબરે જ તુલા રાશિમાં આવી ગયો છે.

સૂર્ય 16 નવેમ્બર સુધી તુલા રાશિમાં જ રહેશે. ત્યાં જ, શુક્ર પણ તુલા રાશિમાં જ રહેશે. એવામાં બુધ અને શુક્રની યુતિ શેરબજાર અને અન્ય વેપાર સાથે જોડાયેલા લોકો માટે સારાં પરિણામ લાવી શકે છે. બુધને વાણીનો પણ કારક ગ્રહ માનવામાં આવે છે.

આર્થિક ફેરફારનો સમયગાળો
શુક્રને જ્યોતિષ શાસ્ત્રમાં લક્ઝરી લાઇફ અને મનોરંજનનો કારક માનવામાં આવે છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધ ગ્રહ જ્યારે-જ્યારે રાશિ બદલે છે. ત્યારે-ત્યારે દેશમાં મોટા આર્થિક ફેરફાર થાય છે. હાલ થતાં બુધના રાશિ પરિવર્તનથી વેપાર, સામાજિક દૃષ્ટિકોણ વગેરેમાં વૃદ્ધિનો કારક રહેશે.

જ્યારે બુધ અને શુક્ર એકસાથે આવે છે, ત્યારે લક્ષ્મી નારાયણ યોગ પણ બને છે. આ યોગને ખૂબ જ શુભ માનવામાં આવે છે. જેમની કુંડળીમાં આવો યોગ બને છે. તે વ્યક્તિ અચાનક ધનવાન થઈ જાય છે. આવા વ્યક્તિની પ્રતિભા, કળા અને જ્ઞાનથી ધન અને માન-સન્માન પ્રાપ્ત કરે છે. લક્ષ્મી નારાયણ યોગ વ્યક્તિના વૈભવમાં વધારો કરે છે.

આ રાશિ પરિવર્તનના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે.
આ રાશિ પરિવર્તનના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે.

કામકાજમાં તેજીના યોગ
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધના રાશિ પરિવર્તનની અસર બધી જ રાશિઓ ઉપર પડશે. અનેક લોકોની આવક વધી શકે છે. રૂપિયા-પૈસાની આવક વધશે. વેપારી ગતિવિધિઓમાં સુધાર થશે. કામકાજમાં તેજી આવશે અને લોકોને બુદ્ધિના કારણે ફાયદો પણ મળશે.

રાજનીતિમાં બુદ્ધિમાન લોકોનું વર્ચસ્વ વધશે. સરકારી નોકરી કરનાર લોકોને ફાયદો થઈ શકે છે. ધૈર્ય અને સંયમમાં વધારો થશે. રોજગારની તક વધશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. બુધનો સૌથી વધારે પ્રભાવ બિઝનેસ ઉપર પડે છે. શુક્ર સાથે હોવાથી બિઝનેસમાં મંદી દૂર થશે. ફાયદો વધવા લાગે છે. બિઝનેસનું દેવું પૂર્ણ થવા લાગશે અને ઉન્નતિ થશે.

બુધના રાશિ પરિવર્તનથી ચાર રાશિને ફાયદો થશે
બુધના રાશિ પરિવર્તનથી ચાર રાશિને ફાયદો થશે

બુધ ગ્રહના રાશિ પરિવર્તનથી ચાર રાશિના લોકોને ફાયદો થશે
કન્યા-
બુધના તુલા રાશિમાં આવવાથી મિથુન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં અનુકૂળ તક મળી શકે છે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓને નવી વસ્તુ શીખવાની ઇચ્છા થશે. અભ્યામાં ધ્યાન રહેશે. સાથે જ, આ જાતકોનાં માન-સન્માનમાં વધારો થશે.

કર્ક- બુધના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં પારિવારિક શાંતિ જળવાશે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ધનલાભના પ્રબળ યોગ બનશે. આ દરમિયાન નોકરિયાત લોકોની આવક વધી શકે છે. એટલું જ નહીં, વેપારી વર્ગના જાતકો પણ અનેક સારી ડીલ પ્રાપ્ત કરી શકે છે.

સિંહ- આ રાશિના જાતકોનાં ભાઈ-બહેન સાથેના સંબંધોમાં સુધાર આવશે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન ઘરના સભ્યોમાં પ્રેમ જળવાયેલો રહેશે. તમારી વાતને મહત્ત્વ આપવામાં આવશે. કાર્યક્ષેત્રમાં પણ તમને સારો લાભ મળવાના યોગ બનશે. સમાજમાં લોકપ્રિયતા વધશે.

ધન- બુધના ગોચર દરમિયાન ધન રાશિના જાતકોનું મન કોઈ જૂના મિત્ર સાથે સમય પસાર કરવાનું રહી શકે છે. એટલું જ નહીં આ સમયગાળા દરમિયાન તમને ધન કમાવવાની સારી તક પ્રાપ્ત થઈ શકે છે. તમારી ધનને લગતી જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે. કોઇ શુભ સમાચાર પણ પ્રાપ્ત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...