રાશિ પરિભ્રમણ:આજથી બુધ ગ્રહ મેષ રાશિમાં ભ્રમણ શરૂ કરશે, મિથુન અને કર્ક સહિત 5 રાશિ માટે સમય શુભફળદાયી રહેશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગામી તા.16થી એટલે આજથી બુધ ગ્રહનું મેષ રાશિમાં પરિભ્રમણ સતત 14 દિવસ સુધી રહેશે. જે સારૂ ગણાતું નથી કારણ કે મેષ રાશિનો સ્વામી મંગળ હોવાથી બુધને(શત્રુ હોવાથી) અનુકૂળ નથી. આ અંગે જણાવતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર ગ્રહમંડળમાં બુધનું ભ્રમણ લગભગ સૂર્ય-શુક્રની આસપાસ લગભગ અવિરત જોવા મળે છે. સામાન્ય રીતે ગ્રહ ગોચરમાં બુધનુ પરિભ્રમણ 15 થી 20 દિવસની વચ્ચે રહેલું છે. નૈસર્ગિક કુંડળી પ્રમાણે ત્રીજા અને છઠ્ઠા સ્થાનનો અધિપતિ બુધ બને છે. બુધ કન્યા રાશિમાં ઉચ્ચનો, જ્યારે મીન રાશિમાં નીચનો બને છે. તેની દિશા ઉત્તર ગણાય છે.

બુધ ગ્રહ સાથે જે ગ્રહ યુતિ કરે તેના જેવું પરિણામ આપશે કારણ કે બુધ ગ્રહ સ્વતંત્ર રીતે પરિણામ આપવા માટે જવાબદાર રહેલો નથી! બુધ ગ્રહનું મુખ્ય કારકત્વ લેખન વાંચન, પત્રકારત્વ, વાણી, યુવાન તરીકે ગણના થાય છે. તેના દેવતા વિષ્ણુ ગણાય છે. જન્મ લગ્ન કુંડળીમાં ભાગ્ય સ્થાનમાં બુધ રહેલો હોય તો ઉ.વ.32માં વર્ષે ભાગ્યોદય થાય. જન્મ લગ્ન કુંડળીમાં તેનું કારક ભાવ સ્થાન 4, 10 ગણાય છે. બુધ ગ્રહની પૃથ્વી તત્વ તરીકે ગણના થાય છે. શરીરની ધાતુમાં ચામડી તરીકે ઓળખવામાં આવે છે. બુધ ગ્રહનું રત્ન પાનું કહેવામાં આવે છે. બુધ ગ્રહ માટે જાપ સંખ્યા 14૦૦૦ ગણાય છે પરંતુ કળિયુગમાં તેના ચાર ગણા 56,૦૦૦ ગણાય.

બુધ ગ્રહ નડતર હોય તો આવા જાતકોએ કોઈની ચાલી, ચાપલી નિંદા કરવી નહીં તેમજ ક્યારેય કોઈની ગુપ્ત વાતો કહેવી નહી. ગોચરમાં બુધ ગ્રહનું ભ્રમણ સ્થાન નં 3, 7, 12માં ખરાબ ગણાય. ગોચરમાં બુધ ગ્રહનું ભ્રમણ સ્થાન નં 4 માં સારું ગણાય. બુધ ગ્રહ ની 7મી દૃષ્ટિ ગણાય છે. આ ભ્રમણ મેષ રાશિમાં પરિભ્રમણ થવાથી ચામડીના દર્દો વધી શકે. પરિભ્રમણ જાતકની ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યાનુસાર...

બારેય રાશિના જાતકો ઉપર બુધની અસરઃ-

મેષઃ- માનસિક રોગથી પીડિત થવાય. ભાઈ-ભાંડુથી શુભ સમાચાર મળે. લગ્નજીવનમાં બગડેલા સંબંધો સુધરે તેમજ લગ્નજીવનના સુખમાં વધારો થાય.

વૃષભઃ- કોર્ટ-કચેરીમાં ધક્કાઓ ખાવા પડે. જાવક વધી જાય. નોકરિયાત વર્ગ માટે સારો સમય.

મિથુનઃ- યુવા સંતાનથી શુભ સમાચાર મળે. માતાની માંદગીના સમાચાર આવી શકે! મિત્રોની મુલાકાત થાય.

કર્કઃ- ધંધાદારી વર્ગ માટે શુભ તક. વિદેશના વ્યવહારો કરવા માટે લખાપટ્ટી કરવી પડે. ખોટા રોકાણો થઇ શકે.

સિંહઃ- ભાગ્યોદય માટે શુભ તક મળે. રાજકારણમાં આયોજનબદ્ધ રીતે કામ કરવું પડે. વાણી દ્વારા સારા પૈસા કમાય.

કન્યાઃ- ગડ-ગુમડ જેવા રોગો આવે. ખાવા-પીવાની ચીજવસ્તુઓથી કાળજી રાખવી. કરની કથની એક જ ન બને.

તુલાઃ- યુવા પરણિત દંપતિનું લગ્નજીવન સુખી બને. અનેકવિધ નાના-મોટા લાભ થઈ શકે. વ્યસનો વધી શકે.

વૃશ્ચિકઃ- મૃત્યુ તુલ્ય માંદગીમાંથી બહાર આવે. ગળાને લગતી તકલીફો વધે. નોકરિયાત વર્ગને કામમાં હળવાશ રહે. વડીલોથી લાભ-ફાયદાની વાતમાં વધારો થાય.

ધનઃ- વિદ્યાર્થીગણ માટે શુભ સમય. મિત્રો સાથે અગાઉના બગડેલા સંબંધો સુધરે. યુવા વર્ગને નોકરી-ધંધામાં સારું પ્રોત્સાહન મળે.

મકર:- સર્વ પ્રકારે શુભ સમય. નોકરિયાત વર્ગના પગારમાં વધારો થાય. ભાગ્ય ઉન્નતિ માટે સારો સમય ગણાવી શકાય.

કુંભઃ- યુવા ભાઈ-ભાંડુનો સાથ-સહકાર સારો મળે. મોટી ધાર્મિક યાત્રા કરવા માટે આયોજનની વાતો વધે. લખાણ અંગેની કામગીરીમાં વિશેષ કાળજી રાખવી નહિતર વાદ- વિવાદ વધી શકે?

મીનઃ- વાણીમાં ઉગ્રતા વધે. ગુપ્ત રોગ થવાની સંભાવના છે. લગ્નજીવનમાં મત-મતાંતર કે ઝઘડાઓ વધે.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.