રાશિ પરિવર્તન:28 નવેમ્બરના રોજ બુધ ગ્રહ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, આ રાશિમાં સૂર્ય રહેવાથી બુધાદિત્ય યોગ પણ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અગામી તા.28 સવારે 7.09 કલાકથી ગ્રહમંડળમાં અતિ કોમળ, વાચાળ, લેખન-વાંચન, તટસ્થ, સૌમ્ય, યુવાન અને મિશ્ર ગ્રહ એવો બુધ વૃશ્ચિક રાશિમાં રાત્રે વિધિવત પ્રવેશ કરશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર આ રાશિ તેમને બિલકુલ અનુકુળ નથી. વૃશ્ચિક રાશિમાં સૂર્યનું ભ્રમણ ચાલતું હોવાથી બુધાદિત્ય યોગ બનશે. સાથોસાથ કેતુનું ભ્રમણ ચાલે છે તેને કારણે સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓ માટે આર્થિક રીતે તેઓની આવકમાં ઈજાફો મળી શકે!! ફાલતુ ખરીદી કે ખર્ચાના અટકાવવા. ખાસ કરીને યુવા કે સ્ત્રી વર્ગ પોતાની તબિયત, તંદુરસ્તી માટે વિશેષ કાળજી રાખવી જ્યારે વડીલોએ પોતાના ભાઈભાંડુના ઝઘડામાં સંબંધો બગડે અને વિલ વારસાના લાંબા સમયના અટવાયેલા પ્રશ્નો ઉકેલાય. ડાયાબિટીસ, લીવરના દર્દીઓએ વિશે સંભાળવું. ચંદ્ર રાશિથી દરેક રાશિના જાતકોને કેવું ફળશે તે નીચે મુજબ જણાવેલ છે.

મેષ રાશિ (અ,લ,ઈ): આકસ્મિક અકસ્માત થઈ શકે. આવકમાં વધારો થાય. વેપારી બુદ્ધિથી કરેલ સાહસ ફળે.

વૃષભ રાશિ (બ,વ,ઊ): લગ્ર જીવનમાં મતમતાંતર વધે. ગળાને લગતી તકલીફો થાય. નાણાકીય સ્થિતિ ધીમે-ધીમે સુધરતી જણાય.

મિથુન રાશિ( ક,છ,ઘ): નોકરિયાત વર્ગને બઢતી મળે. શત્રુ પર કાયદાકીય વિજય થાય. માનસિક સ્થિતિ સુધરે.

કર્ક રાશિ (હ,ડ): સંતાન પાછળ દવા-દારૂ પાછળ ખર્ચ વધે. શેર બજારમાં લાભ થાય. જાવક વધી શકે.

સિંહ રાશિ (મ,ટ): ધંધામાં નાણાકીય શુભ સમય. માતાથી લાભ. વતનની મુલાકાત માટે મુસાફરી થાય.

કન્યા રાશિ (પ,ઢ,ણ): જૂના પાડોશીના સંબંધો ફરીથી બગડે. ભાગ્યમાં શુભ તક યુવાન વર્ગ દ્વારા મળે.

તુલા રાશિ (ર,ત): આંખોમાં બળતરા થાય. જુની બાકી રકમો મળે. વ્યસનો ને કારણે માંદગી આવી શકે.

વૃશ્ચિક રાશિ (ન,ય): લાંબા સમયના પ્રશ્નો ઉકેલાય. નવી ભાગીદારી થઈ શકે. વડીલો દ્વારા મહત્વના કાગળો મળે.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ): આકસ્મિક નોકરીમાં ટ્રાન્સફર થઇ શકે. ઉપરી અધિકારી સાથે સંબંધો બગડે. નોકરી સાથે ધંધો થાય.

મકર રાશિ (ખ,જ): નવી કામગીરી વધે. મનપસંદ ધંધાકીય તક મળે. ઉધરસની બિમારી થાય.

કુંભ રાશિ(ગ,સ,શ): શેરબજારના વ્યવહાર કાળજી રાખવી. નજીકના મિત્રોનો સાથ સહકાર મળે.મહત્ત્વની તક મળતી જણાય.

મીન રાશિ (દ,ચ,ઝ,થ): શ્વાસને લગતી તકલીફો વધે. નવા રોકાણો કરી શકાય. નજીકના સ્વજનનું મૃત્યુ સંભવ.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...