ગ્રહ પરિવર્તન:બુધ ગ્રહએ રાશિ બદલી, આ ગ્રહ માટે લીલા મગનું દાન કરો અને ગણેશજીને દૂર્વા ચઢાવો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બુધ ગ્રહએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો, 30 એપ્રિલ સુધી આ રાશિમાં જ રહેશે

શુક્રવાર, 16 એપ્રિલની રાતે બુધ ગ્રહએ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે આ ગ્રહ 30 એપ્રિલ સુધી મેષ રાશિમાં જ રહેશે. ગ્રહના રાશિ પરિવર્તનની તારીખ અંગે પંચાંગ ભેદ પણ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે બુધના કારણે થોડી રાશિઓની પરેશાનીઓ વધી શકે છે.

બુધ ગ્રહની અશુભ અસરને દૂર કરવા માટે દર બુધવારે જરૂરિયાતમંદ લોકોને લીલા મગનું દાન કરો. ગણેશજીને દૂર્વાની 21 ગાંઠ ચઢાવો. બુધ ગ્રહના મંત્ર ઓમ બ્રાં બ્રીં બ્રૌં સઃ બુધાય નમઃ નો જાપ ઓછામાં ઓછો 108વાર કરો. મંત્ર જાપ દર બુધવારે કરવો જોઇએ. કોઇ ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરવું જોઈએ. બુધ ગ્રહ બુદ્ધિના દેવતા છે, આ રાશિ પરિવર્તન પછી બુદ્ધિને લગતા કામ કરતી સમયે વિશેષ સાવધાની જાળવવી જોઈએ.

કઈ રાશિઓ ઉપર બુધની અસર થશેઃ-
મિથુન, કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે બુધની સ્થિતિ સારી રહેશે. સમજી-વિચારીને કામ પૂર્ણ થઈ જશે. અટવાયેલાં કાર્યોમાં ગતિ આવવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ મોટી સફળતા મળી શકે છે. મેષ, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના લોકો જેટલું કામ કરશે, તેટલું જ ફળ મળશે. ભાગ્યના ભરોસે બેસી રહેવાથી કામ પૂર્ણ થશે નહીં, એટલે આગળ વધતા રહો. વૃષભ, કન્યા અને મકર રાશિના લોકોએ વધારે સાવધાની રાખવી પડશે. નાની બેદરકારી પણ મોટું નુકસાન કરી શકે છે. નિષ્ણાત લોકો પાસેથી માર્ગદર્શન લઇને જ આગળ વધો.

બુધને નવ ગ્રહોનો યુવરાજ માનવામાં આવે છે. બુધ દેવ ચંદ્રના પુત્ર માનવામાં આવે છે, પરંતુ આ ગ્રહ ચંદ્રને દુશ્મન માને છે. આ ગ્રહ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. કુંડળીમાં આ ગ્રહની શુભ-અશુભ સ્થિતિની અસર આપણી બુદ્ધિ અને શિક્ષાને લગતા કાર્યો ઉપર થાય છે. વેપારમાં પણ આ ગ્રહ અસર કરે છે.