તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • May Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal (May 2021), May Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મે મહિનાનું રાશિફળ:ધન, મકર અને કુંભ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે, નોકરિયાત લોકો માટે સમય સારો રહી શકે છે

14 દિવસ પહેલા
  • તુલા અને મીન સહિત 8 રાશિના લોકો માટે મિશ્રિત સમય રહેશે, વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું

મે મહિનામાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ ગ્રહોની અસર બધી જ રાશિઓ ઉપર રહેશે. એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે આ મહિને ધન, મકર અને કુંભ રાશિના લોકોને નક્ષત્રોનો સાથ મળી શકે છે. આ રાશિના નોકરિયાત લોકો માટે સમય સારો રહેશે. આ સિવાય મેષ, મિથુન, કર્ક, સિંહ, કન્યા અઅને તુલા, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે આ મહિનો મિશ્રિત ફળ આપનાર રહી શકે છે. આ 8 રાશિના લોકોના કામ તો પૂર્ણ થશે પરંતુ વિઘ્નો પણ આવી શકે છે અને મહેનત પણ વધારે કરવી પડી શકે છે. ત્યાં જ, વૃષભ રાશિના લોકોએ આખો મહિનો સાવધાન રહેવું પડશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ....

મેષઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાઓમાં સુધાર આવશે. તમે તમારા વ્યક્તિગત કાર્યો પ્રત્યે વધારે જાગરૂત અને ગંભીર રહી શકો છો. વિવિધ લોકો સાથે લાભદાયી સંપર્ક પણ બનશે. આધ્યાત્મિક તથા ધાર્મિક કાર્યોમાં રસ લેવાથી તમારા સ્વભાવમાં પોઝિટિવ પરિવર્તન આવશે. કામ વધારે હોવા છતાં સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધ મધુર રહેશે.

નેગેટિવઃ- હાલ ખર્ચ વધારે રહેશે. મહિનાની શરૂઆતમાં કોઇ મન પ્રમાણે કામ ન બનવાથી થોડી પરેશાની પણ રહેશે. કોઇ વિશ્વાસપાત્ર વ્યક્તિને તમારી સમસ્યા જણાવો, ચોક્કસ તેનું સમાધાન મળી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ હાલ ટાળો તો સારું રહેશે. વિદ્યાર્થીઓ તથા યુવાઓને તેમના કાર્યો ઉપર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ હાલ સામાન્ય જ રહેશે. વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાય ઉપર વધારે ધ્યાન આપી શકશો નહીં.

લવઃ- કોઇ નજીકના સંબંધી દ્વારા કોઇ અપ્રિય સમાચાર મળવાથી ઘરમાં નિરાશાનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ મહિને ગ્રહ સ્થિતિ પહેલા કરતા વધારે સારી રહેશે. કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ તેને લગતા કોઇપણ કામ કરતા પહેલાં કોઇ અનુભવી વ્યક્તિની સલાહ પણ લો. સરકારી કામ પૂર્ણ થઇ શકે છે. કોઇ પારિવારિક સભ્યના લગ્ન માટે અનુકૂળ સંબંધ આવશે.

નેગેટિવઃ- રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. વિના કારણે કોઇ સાથે વિવાદમાં ઉતરશો નહીં. કેમ કે તેનો નકારાત્મક પ્રભાવ તમારા માન-સન્માન ઉપર પણ પડી શકે છે. દેખાડાની પ્રવૃત્તિના કારણે બિનજરૂરી ખર્ચ વધી શકે છે. કોઇપણ નકારાત્મક પરિસ્થિતિમાં તમે તમારું નિયંત્રમ ગુમાવીને શાંતિથી પરિસ્થિતિઓનો સામનો કરશો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં આર્થિક સ્થિતિ હાલ થોડી મંદ જ રહેશે. આ સમયે વધારે મહેનતની જરૂરિયાત છે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી તકલીફ દૂર થશે.

----------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તણાવપૂર્ણ દિનચર્યાથી રાહત મેળવવા માટે થોડો સમય તમારા મનગમતા કાર્યો તથા રસના કાર્યોમાં પણ સમય પસાર કરો. તેનાથી તમને આત્મિક અને માનસિક સુખ મળી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને શરૂ કરવામાં પરિવારના સભ્યોનો સહયોગ અને સલાહ તમારા માટે લાભદાયી રહી શકે છે.

નેગેટિવઃ- ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખો. આ સમયે રૂપિયા આવતા પહેલાં જવાનો પણ રસ્તો મળી શકે છે. મહત્ત્વપૂર્ણ યાત્રાને ટાળો તો સારું રહેશે. નજીકના મિત્ર કે સંબંધી ઈર્ષ્યાની ભાવનાથી તમારા વિરૂદ્ધ અફવાહ ફેલાવી શકે છે. વિદ્યાર્થી અને યુવાઓ પોતાના લક્ષ્યને આંખથી દૂર થવા દેશે નહીં.

વ્યવસાયઃ- આ સમયે કામકાજને લઇને વધારે ગંભીરતા તથા સમજદારીથી કામ લેવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની એકબીજા સાથે સારા તાલમેલ દ્વારા પરિવારની વ્યવસ્થાને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.

----------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ મહિને છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી ઊથલપાથલથી થોડી રાહત મળી શકે છે. જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનું સમાધાન પણ મળી શકે છે. પારિવારિક જવાબદારીને નિભાવવામાં તમે સક્ષમ રહી શકો છો. આ સમયનો ભરપૂર ઉપયોગ કરો. વિદ્યાર્થી વર્ગ પોતાની દિનચર્યામાં પોઝિટિવ પરિવર્તન લાવશે અને અભ્યાસમાં પણ ધ્યાન કેન્દ્રિત રહેશે.

નેગેટિવઃ- વર્તમાન વાતાવરણના કારણે નકારાત્મક વિચારોને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. ધૈર્ય અને સંયમ જાળવી રાખો. ભાવુકતામાં વહીને કોઇપણ મહત્ત્વપૂર્ણ વાત કોઇ સામે જાહેર ન કરો નહીંતર કોઇ તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં થોડો સુધાર આવશે. આ સમયે પ્રોડક્શન સાથે-સાથે ક્વોલિટીને પણ વધારવામાં ધ્યાન આપો.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ અને સુકૂનભર્યું રહેશે.

સ્વાસ્થ્યઃ- સિઝનલ નકારાત્મક પ્રભાવથી બચવા માટે દેસી તથા આયુર્વેદિક વસ્તુઓને વધારેમાં વધારે સેવન કરો.

----------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- આ સમયે અન્ય પાસે વધારે આશા રાખવાની જગ્યાએ પોતાની કાર્ય ક્ષમતા અને યોગ્યતા ઉપરજ વિશ્વાસ રાખો. આ સમયે પ્રકૃતિ તમારા માટે કોઇ નવો રસ્તો ખોલવા માટે તૈયાર છે. કોઇ પોલિસી વગેરે પણ મેચ્યોર થવાના કારણે આર્થિક સ્થિતિ સારી થઇ શકે છે.

નેગેટિવઃ- ધ્યાન રાખો કે તમારી ઉતાવળ અને જિદ્દી સ્વભાવના કારણે કોઇ સફળતા હાથમાંથી સરકી શકે છે. તમારી આ ખામીઓ ઉપર નિયંત્રણ લાવો. વિદ્યાર્થી તથા યુવા વર્ગ ખોટી સંગત અને ખરાબ આદતોથી દૂર રહે.

વ્યવસાયઃ- આ સમયે પોતાને સાબિત કરવા માટે વધારે સંઘર્ષ અને પરિશ્રમ કરવાની જરૂરિયાત છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે ઘરની વ્યવસ્થાને લઇને થોડો વિવાદ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન જાળવો.

----------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ મહિને અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. તમે કોઇ વિશેષ કાર્યને પ્રાપ્ત કરવામાં પણ સક્ષમ રહેશો. ઘરમા કોઇ મોંઘી ઇલેક્ટ્રોનિક વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સમાજસેવી સંસ્થા સાથે મળીને સેવાને લગતી ગતિવિધિઓમાં તમારું યોગદાન રહેશે. આવું કરવાથી તમને આત્મિક સુખ મળશે.

નેગેટિવઃ- મનને સંયમિત રાખો. થોડી નકારાત્મક પ્રવૃતિના લોકો સાથે અંતર જાળવી રાખવું જરૂરી છે. થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. થોડા ખર્ચ પણ સામે આવી શકે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે કોઇ ખોટી જગ્યાએ રોકાણ થઇ શકે છે. ઘરના વડીલોની સલાહ ઉપર ધ્યાન આપો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં પરિસ્થિતિઓ થોડી અનુકૂળ થઇ જશે. જો કોઇ લોન લેવાની સ્થિતિ બની રહી છે તો તમારી ક્ષમતાથી વધારે લેવાની કોશિશ ન કરો.

લવઃ- પારિવારિક જીવનમાં સંબંધોને લઇને થોડી ગેરસમજ ઊભી થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- આ સમયે પરિવારમાં સ્વાસ્થ્યને લગતી થોડી પરેશાની રહેશે.

----------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- છેલ્લા થોડા સમય કરતા હવે પરિસ્થિતિ અનુકૂળ રહેશે. તમારા ભાવી લક્ષ્ય પ્રત્યે મહેનત તથા યોગ્ય રીતે કામ કરવાતી તમને સફળતા મળશે. પારિવારિક તથા સામાજિક સ્તર ઉપર પણ તમારું વર્ચસ્વ વધી શકે છે. આવક અને વ્યયમાં સંતુલન જાળવવું.

નેગેટિવઃ- ખાલી વિચારો ન બનાવીને યોજનાઓને શરૂ કરવી પણ જરૂરી છે. નિર્ણય લેતી સમયે કોઇપણ પ્રકારની દુવિધા થાય ત્યારે પરિવારના લોકો સાથે ચર્ચા-વિચારણાં કરો. બહારના લોકો ઉપર વિશ્વાસ કરવો યોગ્ય નથી.

વ્યવસાયઃ- આ મહિનામાં વ્યવસાયને લઇને થોડી ચિંતા રહી શકે છે.

લવઃ- પરિવારમાં સુખદ અને સુખમય વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું નરમ રહી શકે છે.

----------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ તમે તમારો આત્મવિશ્વાસ અને ધૈર્ય જાળવી રાખશો. પ્રકૃતિ પણ તમને સહયોગ કરી શકે છે. જો કોઇ મહત્ત્વપૂર્ણ કાર્યમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરો. સમય અનુકૂળ છે. યુવાઓ તથા વિદ્યાર્થીઓ પોતાના કરિયરને લઇને સજાગ રહે.

નેગેટિવઃ- ક્યારેક બધને સુખી રાખવાના કારણે તમારા થોડા વ્યક્તિગત કામ અધૂરા રહી શકે છે. એટલે સ્વભાવમાં થોડું સ્વાર્થીપણુ પણ લાવવું જરૂરી છે. તમારી મહત્ત્વપૂર્ણ વસ્તુઓની દેખરેખ જાતે જ કરો, કેમ કે આ સમયે થોડું નુકસાન થવાની પણ શક્યતાઓ છે.

વ્યવસાયઃ- તમારી કાર્યપ્રણાલીમાં ફેરફાર કરવો તમારા વ્યવસાય માટે પોઝિટિવ રહી શકે છે.

લવઃ- ઘર તથા વ્યવસાયમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવો.

સ્વાસ્થ્યઃ- કામનો વધારે ભાર લેવો નહીં. તણાવના કારણે શરીરમાં નબળાઈ અનુભવ થઇ શકે છે.

----------------------------

ધનઃ-

પોઝિટિવઃ- ગ્રહ-ગોચર તમારા પક્ષમાં છે. કોઇપણ મુશ્કેલ કામને તમારા પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. કોઇ વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો તો સમય અનુકૂળ છે. કોઇ શુભચિંતકના આશીર્વાદ અને શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થઇ શકે છે. કામ વધારે હોવા છતાં તમે તમારા સંબંધીઓ તથા મિત્રો માટે સમય કાઢી શકશો.

નેગેટિવઃ- તમારા ઉતાવળ જેવા સ્વભાવમાં ધૈર્ય અને સંયમની જરૂરિયાત છે. કેમ કે, ક્યારેક મન પ્રમાણે કામ ન થવાથી તમે અસહજ પણ અનુભવ કરી શકો છો. વાતચીત કરતી સમયે સાવધાન રહો કેમ કે જાણ્યે-અજાણ્યે તમે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ વાત જાહેર કરી શકો છો.

વ્યવસાયઃ- વ્યવસાયમાં કોઇ કોન્ટ્રેક્ટ મળવાની શક્યતા છે. મહિનાના બીજા પક્ષમાં આર્થિક સ્થિતિ સારી રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પરંતુ લગ્ન અંગે કોઇ રસ લેતા નહીં.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

----------------------------

મકરઃ-

પોઝિટિવઃ- તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખો. પ્રેક્ટિકલ રીતે તમારી ગતિવિધિઓને શરૂ કરો, ચોક્કસ જ તમને સફળતા મળી શકે છે. સંબંધીઓ તથા મિત્રો સાથે સંબંધને વધારે મધુર જાળવી રાખવાની કોશિશ રહેશે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓ પ્રત્યે પણ તમારો રસ વધશે. બાળકોના કરિયરને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ મળી શકે છે.

નેગેટિવઃ- ક્યારેક-ક્યારેક ગુસ્સા અને આવેશ જેવા વ્યવહારના કારણે અનેક બનતા કામ ખરાબ થઇ શકે છે. તમારી આ ખામીઓમા સુધાર લાવો. આવકના સાધનમા ઘટાડો આવી શકે છે, એટલે ખર્ચમા કાપ કરવો જરૂરી છે. વિદ્યાર્થી વર્ગ પોતાના કોઇ પ્રોજેક્ટને લઇને થોડા તણાવમાં રહી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ક્ષેત્રમાં થોડા મામલાઓ ગુંચવાઇ શકે છે.

લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સુધાર આવી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક સ્થિરતા માટે મેડિટેશન કરો.

----------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- વર્તમાનમાં તમે તમારા કાર્યોમાં જે પરિવર્તન કર્યું છે, તેનું પોઝિટિવ પરિણામ મળી શકે છે. તમારી અનેક પરેશાનીઓ પણ દૂર થઇ જશે. પ્રભાવશાળી લોકો સાથે પણ તમારા સંપર્ક સ્થાપિત થશે. જે નજીકના ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થશે.

નેગેટિવઃ- તમારી કોઇ વ્યક્તિગત વાતને લઇને પરિવારમાં તણાવ રહી શકે છે. તમારા સ્વભાવ પ્રત્યે થોડું મનન અને ચિંતન પણ કરો. અન્યને સલાહ આપવાની જગ્યાએ પોતાનામાં ફેરફાર કરવો યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વ્યવસાયમાં થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓથી રાહત મળી શકે છે.

લવઃ- જીવનસાથીની સલાહ અને સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી તકલીફમાં સુધાર આવશે.

----------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કામ વધારે હોવા છતાં તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય કાઢી શકો છો. તમારી યોજનાને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. અધ્યાત્મ તથા અભ્યાસને લગતા કાર્યોમા પણ મન લાગશે અને માનસિક સુકૂન અનુભવ થશે. મહિલાઓને આ મહિને કોઇ વિશેષ સફળતા મળી શકે છે. તેઓ દરેક પરિસ્થિતિનો સામનો સાહસ સાથે કરશે અને સફળતા પણ પ્રાપ્ત કરશે.

નેગેટિવઃ- એ વાતનું પણ ધ્યાન રાખો કે વિના કારણે કોઇ બદનામી કે ખોટો આરોપ લાગવાની સ્થિતિ બની શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. બાળકોના એડમિશન કે અભ્યાસને લઇને થોડી ચિંતા રહેશે. કોઇપણ કામમા આળસના કારણે ટાળવાની કોશિશ ન કરો.

વ્યવસાયઃ- આર્થિક મામલાઓમાં મનન અને ચિંતનની જરૂરિયાત છે.

લવઃ- ઘરની સમસ્યાને લઇને સંબંધોમાં વિવાદ વધે નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વાસ્થ્યઃ- સાંધાનો દુખાવો રહી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો