પર્વ:આજે મત્સ્ય જયંતીઃ પૃથ્વીની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો

ધર્મ દર્શન2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાનના દસ મુખ્ય અવતારોમાં પહેલો અવતાર મત્સ્ય અવતાર છે

ધર્મ દર્શન ડેસ્કઃ હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનામાં સુદ પક્ષની તીજ તિથિએ મત્સ્ય જયંતી ઉજવવામાં આવે છે. જે આ વર્ષે 27 માર્ચે, એટલે આજે છે. આ તિથિએ વિષ્ણુજીની પૂજા મત્સ્ય અવતારમાં કરવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે આ દિવસે ભગવાન વિષ્ણુએ પુષ્પભદ્રા નદીના કિનારે મત્સ્ય અવતાર લીધો હતો અને વિશ્વ કલ્યાણ કર્યું હતું. આ પુણ્ય પર્વ પર સવારે મત્સ્ય રૂપમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને વ્રતનો સંકલ્પ લેવામાં આવે છે. ત્યાર બાદ તેના મત્સ્ય અવતારની કથા સાંભળવામાં આવે છે. મત્સ્ય પુરાણ પ્રમાણે મત્સ્ય અવતારની પૂજા કરવાથી પરેશાની દૂર થાય છે અને પાપ પણ નષ્ય થાય છે.

પૂજા વિધિઃ-
સવારે જલ્દી જાગવું.
ઘરમાં સફાઈ કરી ગંગાજળ છાંટવું.
ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરીને તેમની સામે વ્રત અને પૂજાનો સંકલ્પ લેવો.
વેદોક્ત મંત્રથી મત્સ્ય રૂપમાં ભગવાન વિષ્ણુજીની પૂજા કરવી.
પૂજા કર્યા બાદ બ્રાહ્મણને ભોજન કરાવડાવવું અને શ્રદ્ધા પ્રમાણે દાન કરવું.

મત્સ્ય અવતારની પૌરાણિક કથાઃ-
કલ્પાંત (મહાપ્રલયનો સમય) પહેલાં એકવાર બ્રહ્માજી પાસેથી વેદોને એક મોટાં દૈત્યે છળપૂર્વક ચોરી લીધા હતાં. ત્યારે ચારેય બાજુ અજ્ઞાનતાનો અંધકાર ફેલાઇ ગયો હતો અને પાપ તથા અધર્મ વધી ગયા હતાં. ત્યારે ભગવાન વિષ્ણુએ ધર્મની રક્ષા માટે મત્સ્યનું સ્વરૂપ ધારણ કરી લીધુ અને તે દૈત્યનો વધ કરી વેદોની રક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...