27 જૂનના રોજ મંગળનું રાશિ પરિવર્તન થશે. જેથી વિવાદ વધવાના યોગ છે. ખાસ કરીને મેષ, વૃષભ, સિંહ, કન્યા, તુલા, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ રાશિના લોકોને વિના કારણે ગુસ્સો આવશે. જેથી વિવાદની સ્થિતિ પણ બનશે. આ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે કેમ કે મેષ રાશિમાં મંગળના આવવાથી 37 વર્ષ પછી ફરીથી અંગારક યોગ બનશે. જેનાથી યુદ્ધ, ઝઘડા, ધનહાનિ, ઈજા અને દુર્ઘટનાઓ થવાની શક્યતાઓ છે. આ અશુભ યોગની અસર બધી રાશિઓ સાથે દેશ-દુનિયા ઉપર પણ પડશે.
10 ઓગસ્ટ સુધી અંગારક યોગ રહેશે
27 જૂનના રોજ મંગળ પોતાની જ રાશિ એટલે મેષમાં પ્રવેશ કરશે. જ્યાં પહેલાંથી જ પાપ ગ્રહ બેઠેલો છે. આ બંને ગ્રહોની યુતિ હોવાથી મેષ રાશિમાં અંગારક યોગ બની જશે. જે 10 ઓગસ્ટ સુધી રહેશે. આ પહેલાં માર્ચ 1985માં આ સ્થિતિ બની હતી જ્યારે મેષ રાશિમાં મંગળ અને રાહુની યુતિ બની હતી. મંગળને બધા ગ્રહોના સેનાપતિ હોવાનો દરજ્જો મળ્યો છે. મંગળ, મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે.
આ ગ્રહ હાલ પોતાની જ રાશિમાં છે. જેના કારણે શુભ-અશુભ ફળ વધી જશે. ત્યાં જ, રાહુને પાપ ગ્રહ માનવામાં આવે છે જે મંગળ સાથે મળીને ગાંડા હાથી જેવું ફળ આપે છે. એટલે એવી સ્થિતિ બનશે કે અનેક લોકો આ અશુભ યોગના કારણે અન્ય સાથે પોતાનું પણ નુકસાન કરશે.
દેશમાં તોફાન અને પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે અંગારક યોગ બનવાથી દેવુ, ખર્ચા, બીમારી, ધનહાનિ અને વિવાદ વધે છે. એટલે બધી રાશિઓના લોકોએ આ મામલે સાવધાન રહેવાની જરૂર છે. આ અશુભ યોગના કારણે પ્રાકૃતિક આપત્તિઓ થવાની પણ શક્યતા બની રહી છે. જેમાં ખાસ કરીને ભૂકંપ, વીજળી પડવી, આગની દુર્ઘટના, લેન્ડ સ્લાઇડ્સ, રસ્તાઓ, પુલ ધરાશાયી થવાના યોગ બનશે. ત્યાં જ, દેશમાં તોફાન થઈ શકે છે. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ થશે.
મંગળના દુષ્પ્રભાવથી આ રીતે બચવું
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે હનુમાનજીની પૂજા કરવાથી મંગળના અશુભ અસરમાં ઘટાડો આવે છે. એટલે હનુમાનજીની પૂજા કરો. સુંદરકાંડ કે હનુમાન ચાલીસા પાઠ પણ કરી શકાય છે. હનુમાનજીને સિંદૂર અને લાલ ફૂલ ચઢાવો. રોજ મંદિરમાં તેલનો દીવો કરો. લાલ ફળ, લાલ ચંદન, લાલ કપડાં, ગોળ, મસૂર દાળ, તાંબું, સોનું, કેસર, કસ્તૂરી કે મગનું દાન કરવાથી મંગળના અશુભ અસરમાં ઘટાડો આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.