30 ઓક્ટોબરે મંગળ મિથુન રાશિમાં વક્રી થઈ જશે અને 13 જાન્યુઆરી 2023 સુધી રહેશે. આ દરમિયાન મંગળ ગ્રહ વૃષભ રાશિમાં રહેશે. ઊર્જા, ઉત્સાહ, હિંમત અને જોશ વધારનાર આ ગ્રહ જ્યારે વક્રી થઈ જશે ત્યારે વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ સિવાય અન્ય રાશિના લોકો માટે સમય સારો રહેશે. મંગળ ગ્રહના વક્રી થવાથી દેશમાં દુર્ઘટનાઓ, આતંક અને તણાવ ફેલાય છે.
મંગળ ગ્રહ દ્વારા ઊર્જા વધે છે, વિવાદ પણ થાય છે
મંગળના કારણે ઉત્સાહ વધવા લાગે છે. આ ગ્રહથી શારીરિક ઊર્જા પણ વધે છે. જ્યોતિષમાં મંગળને ઊર્જાનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહના કારણે જ વ્યક્તિમાં કોઈપણ કામને કરવાની ઇચ્છા પેદા થાય છે. મંગળની અસર હથિયાર, સેના, પોલીસ અને આગ સાથે જોડાયેલી જગ્યાઓ પર થાય છે.
આ ગ્રહની અશુભ અસરથી ગુસ્સો વધે છે અને વિવાદ થાય છે. એટલે મંગળના વક્રી થવાથી દરેક કામ સમજી-વિચારીને કરવું જોઈએ. ઉતાવળ કરવાથી બચવું. મંગળની અશુભ અસરના કારણે સામાન્ય લોકોમાં ગુસ્સો અને ઇચ્છાઓ વધવા લાગે છે. ઇચ્છાઓ પૂર્ણ ન થવાથી લોકો ખોટા પગલાં ભરે છે. જેથી વિવાદ અને દુર્ઘટનાઓ વધે છે.
કુંભ સહિત 6 રાશિના લોકોએ સાવધાન રહેવું
13 જાન્યુઆરી સુધી મંગળ વક્રી રહેશે. આ સમયે વૃષભ, મિથુન, કન્યા, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. તેમના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. કામકાજમાં વિવાદ અને તણાવ વધી શકે છે. ઈજા કે દુર્ઘટનાઓની પણ શક્યતા છે. ગુસ્સાના કારણે બનતા કામ બગડી શકે છે. ત્યાં જ, મેષ, કર્ક, સિંહ, ધન, મકર અને મીન રાશિના લોકો આ ગ્રહના અશુભ પ્રભાવથી બચી જશે.
વક્રી એટલે ગ્રહ ખૂબ જ ધીમી ગતિએ ચાલશે
કોઈપણ ગ્રહની ગતિ ધીમે-ધીમે ઘટે છે. જ્યારે તે ગ્રહ ધીમી ગતિએ ચાલે છે અને એક સમયે એવી સ્થિતિ આવી જાય છે કે પૃથ્વીથી તે ગ્રહને જોવામાં આવે તો એવું લાગે છે તે ગ્રહ ઊંધી દિશામાં ગતિ કરી રહ્યો છે. આ સ્થિતિને જ વક્રી થવું કહેવામાં આવે છે. જ્યોતિષમાં ગ્રહની આવી સ્થિતિનું પણ એક ખાસ ફળ જણાવવામાં આવ્યું છે.
અશુભ અસરથી બચવા માટે પૂજા-પાઠ અને દાન
મંગળની અશુભ અસરથી બચવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. લાલ ચંદન કે સિંદૂરનું તિલક કરવું જોઈએ. તાંબાના વાસણમાં ઘઉં રાખીને દાન કરવાં જોઈએ. લાલ કપડાંનું દાન કરો. મસૂરની દાળનું દાન કરો. મધ ખાઈને ઘરની બહાર જવું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.