રાશિ પરિવર્તન:24 ડિસેમ્બરથી 60 દિવસ સુધી મંગળ ગ્રહ મેષ રાશિમાં ભ્રમણ કરશે, આ પરિવર્તન બારેય રાશિ માટે કેવું રહેશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મંગળના મેષ રાશિ ભ્રમણ દરમિયાન કાર્તિકેય ઉપાસના અને હનુમાન ઉપાસના શ્રેષ્ઠ ફળ આપે, ઓમ હનુમંતે નમઃ મંત્ર જાપ કરવો, શનિવારે સાંજે 21 લવિંગ હનુમાનજી મંદિરમાં દાદાનાં ચરણોમાં અર્પણ કરવા

અગામી તા.24 ગ્રહ મંડળમાં સેનાપતિ મંગળ ગ્રહ મેષ રાશિમાં સતત 60 દિવસ ભ્રમણ કરશે. મેષ, વૃશ્ચિક રાશિનો સ્વામી છે. મકર રાશિમાં ઉચ્ચનો બને છે અને કર્ક રાશિમાં નીચસ્થ બને છે. મંગળનું મૂળભૂત કારકત્વ જોમ, જુસ્સો, ઉત્સાહ, ભાઈ, લીડર, લડાઈ-ઝઘડા સાથે ચેલેન્જીસનો કારક ગણવામાં આવે છે. પૂર્વો આચાર્યોના મતે આ ભ્રમણ શુભ માનવામાં આવે છે. મંગળ ગ્રહની દૃષ્ટિ પોતાના સ્થાનથી 4, 7, 8 ગણાય છે. નૈસર્ગિક કુંડળીથી પ્રથમ ભાવે પસાર થવાથી રહીશોની તબિયત-તંદુરસ્તીમાં સુધારો જોવા મળશે. માનસિક રીતે વધુ મજબૂતાઈવાળો સ્વભાવ જોવા મળે. વધુ ને વધુ ઉત્સાહનો સંચાર જોવા મળે. જમીન-મકાન-મિલકતના ધંધામાં ધીમે-ધીમે તેજી આવે. ખાસ કરીને પશ્ચિમી તેમજ ઉત્તર ભાગમાં વરસાદી માહોલ બરાબર જામે, બરફ વર્ષા થાય. ઘણીબધી જગ્યાએ નાની-નાની બાબતમાં ઝઘડાનું પ્રમાણ વધી શકે. દેશમાં સરહદો પર આપણી લશ્કરી તાકાત વધે, આગ અને અકસ્માતના બનાવો વધુ પ્રમાણમાં જોવા મળે, વિદેશને લગતાં કાર્યોમાં અને નીતિ-નિયમોમાં ફાયદાકારક નિર્ણયો લેવાય. આ ભ્રમણ દરેક રાશિ માટે કેવું રહેશે એ અંગે જયોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ...

મેષ રાશિ:- નોકરિયાત વર્ગને વિશેષ ઉન્નતિ અને પ્રગતિ જોવા મળે, સંશોધનક્ષેત્રે આગળ વધી શકો, દિવ્ય ઊર્જાનો પ્રભાવ જોવા મળે, લાંબા સમયથી ચાલી આવતી કાર્યની અડચણો દૂર થાય.

વૃષભ રાશિ:- વિદેશને લગતાં કાર્યોમાં આગળ વધી શકાય, વાણી અને વર્તન સુધારવાં, ઉધાર નાણાં લેવા નહીં, ખાણી-પીણીમાં કાળજી રાખવી.

મિથુન રાશિ:- લક્ષ્ય સિદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવું, કોઈપણ કાર્યમાં અતિશય ઉતાવળ કરવી નહીં, આર્થિક લાભ ફાયદામાં રહે, વેપાર-વ્યવસાય ક્ષેત્રે દિન-પ્રતિદિન વૃદ્ધિ જોવા મળે.

કર્ક રાશિ:- માન-સન્માન, પદ અને પ્રતિષ્ઠા વધે, જવાબદારીઓમાં વધારો થાય, સરકારી નોકરી અને સરકારી અધિકારી દ્વારા લાભ પ્રાપ્ત થઈ શકે, જમીનને લગતાં કાર્યોમાં સફળતા મળે.

સિંહ રાશિ:- નોકરિયાત વર્ગને સહકર્મચારીઓનો સહયોગ પ્રાપ્ત થાય, જીવનમાં પરિવર્તન કરવા ઇચ્છતા જાતકો માટે વ્યવસાયમાં ફેરફાર કરી શકાય, આધ્યાત્મિકતામાં વધારો થાય, ધાર્મિક કાર્યો કરી શકો.

કન્યા રાશિ:- સંશોધનક્ષેત્રે સફળતા પ્રાપ્ત થાય, વેપારક્ષેત્રે સજાગ રહેવું, વાહન ચલાવવામાં સાવચેતી રાખવી, સ્વાસ્થ્યની કાળજી લેવી.

તુલા રાશિ:- આત્મવિશ્વાસ અને ઊર્જામાં વધારો જોવા મળે, નવું કાર્ય શરૂ થઈ શકે, ભાગીદારીને લગતાં કાર્યો માટે સજાગ રહેવું, જવાબદારીઓમાં વધારો થાય.

વૃશ્ચિક રાશિ:- એક્સપોર્ટને લગતાં કાર્યો આગળ વધે, શત્રુ પર વિજય પ્રાપ્ત થાય, લોન લેવી નહીં, ગેરકાનૂની કાર્યોથી દૂર રહેવું.

ધન રાશિ:- મહેનતથી સિદ્ધિઓ પ્રાપ્ત થાય, અભ્યાસમાં સફળતા મળે, બાળકો સાથે સારો વ્યવહાર રાખવો, માનસિક તનાવ જોવા મળે.

મકર રાશિ:- ભૌતિક સુખ-સગવડતામાં વધારો થાય, માતા-પિતાના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પરેશાનીઓ દૂર થાય, આળસ દૂર કરી આગળ વધી શકો.

કુંભ રાશિ:- નવી તકો દ્વારા આર્થિક લાભ રહેવા પામે, રમત-ગમતક્ષેત્રે આગળ વધી શકો, ભાઈઓ અને મિત્રો સાથે સંબંધો સારા રહે, ઊર્જા શક્તિમાં વધારો જોવા મળે.

મીન રાશિ:- આર્થિક ઉન્નતિ રહે, કાર્યોમાં અડચણો દૂર થાય, પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદથી દૂર રહેવું, વાણી પર નિયંત્રણ રાખવું.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) તથા પ્રદ્યુમન ભટ્ટ દ્વારા આપવામાં આવી છે.