• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Mars was in high zones at the time of Hanumanji's birth, 17 years later this yoga is still created on hanuman jayanti

દુર્લભ યોગ / હનુમાનજીના જન્મ સમયે મંગળ ઉચ્ચ રાશિમાં હતો, 17 વર્ષ બાદ આજે પણ આ યોગ સર્જાયો છે

Mars was in high zones at the time of Hanumanji's birth, 17 years later this yoga is still created on hanuman jayanti
X
Mars was in high zones at the time of Hanumanji's birth, 17 years later this yoga is still created on hanuman jayanti

  • 28 વર્ષ પહેલાં પણ હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં હતો, આજે દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો

શશિકાંત સાલ્વી

શશિકાંત સાલ્વી

Apr 08, 2020, 09:29 AM IST

બુધવાર, 8 એપ્રિલે ચૈત્ર મહિનાની પૂનમ અને હનુમાન જયંતી છે. ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાની પૂનમ તિથિએ મંગળવારે સવારે હનુમાનજીનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ કેસરી અને માતાનું નામ અંજની હતું. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે તે સમયે મંગળ પોતાની ઉચ્ચ રાશિ મકરમાં હતો. 2020માં પણ આ જ યોગ બન્યો છે. બુધવાર સવારે સર્વાર્થસિદ્ધિ યોગ પણ રહેશે. આ યોગમાં કરવામાં આવતાં પૂજા-પાઠ જલ્દી જ સફળ થાય છે.

આ યોગ 17 વર્ષ બાદ બન્યોઃ-
મંગળના ઉચ્ચ રાશિમાં રહેતાં હનુમાન જયંતીનો આ યોગ 17 વર્ષ બાદ બન્યો છે. આ પહેલાં 16 એપ્રિલ 2003એ ઉચ્ચ મંગળ સાથે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગયા વર્ષે હનુમાન જયંતીએ ગુરૂ અને શનિની યુતિ ધન રાશિમાં હતી, પરંતુ આ વર્ષે મકર રાશિમાં ગુરૂ, શનિ સાથે મંગળ પણ સ્થિત છે.

28 વર્ષ બાદ મકર રાશિમાં શનિ અને હનુમાન જયંતીઃ-
શનિ આ સમયે મકર રાશિમાં સ્થિત છે. 28 વર્ષ પહેલાં 17 એપ્રિલ 1992ના રોજ હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં હતો. પં. શર્મા પ્રમાણે મંગળ તથા શનિ બંને જ ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. આ બંને ગ્રહોના દોષ હનુમાનજીની પૂજાથી દૂર થઇ શકે છે. એટલા માટે, આ ગ્રહોના યોગમાં હનુમાન જયંતી ખૂબ જ શુભફળ આપનારી માનવામાં આવે છે.

854 વર્ષ બાદ મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિની યુતિઃ-
આ વર્ષે એક અન્ય દુર્લભ યોગ બન્યો છે. આ સમયે મંગળ, ગુરૂ અને શનિ આ ત્રણેય ગ્રહ એકસાથે મકર રાશિમાં સ્થિત છે. 2020 થી 854 વર્ષ પહેલાં આ ત્રણેય ગ્રહો એકસાથે મકર રાશિમાં સ્થિત હતાં. 24 એપ્રિલ 1166માં આવો યોગ બન્યો હતો.

હનુમાન જયંતીએ આ શુભ કામ કરોઃ-
હનુમાનજીના જન્મોત્સવ પર ઘરે બેઠા જ પૂજા કરો. આ સમયે કોરોનાવાઇરસના કારણે બધા જ મંદિર બંધ છે. આવી સ્થિતિમાં ઘરમાં જ હનુમાનજીની પૂજા કરો. દીવો પ્રગટાવીને હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી