તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાશિ પરિવર્તન:22 માર્ચથી મંગળ ગ્રહ મકર રાશિમાં ભ્રમણ શરૂ કરશે, 43 દિવસ સુધી બારેય રાશિને શુભાશુભ ફળ આપશે

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મકર રાશિનો મંગળ મેષ રાશિ માટે શુભ રહેશે, મિથુન રાશિના લોકોની પરેશાનીઓ વધી શકે છે

ધર્મ દર્શન ડેસ્કઃ રવિવાર, 22 માર્ચે ગ્રહોનો સેનાપતિ મંગળ રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ પોતાના દુશ્મન શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં મંગળ ઉચ્ચનો રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે મંગળ મકર રાશિમાં 4 મે સુધી રહેશે. ત્યાર બાદ કુંભ રાશિમાં ભ્રમણ કરશે. આ દરમિયાન મંગળ કઇ રાશિ માટે શુભ અને કઇ રાશિ માટે અશુભ રહેશે તે જાણીએ.

મેષઃ- આ રાશિ માટે મંગળ દશમ અને શુભફળ આપનાર રહેશે. મંગળ આ રાશિનો સ્વામી છે. આ લોકોના કાર્યોમાં ગતિ આવશે. પિતાથી લાભ મળશે. જમીન સંબંધિત કામ પક્ષમાં રહી શકે છે.
વૃષભઃ- તમારા માટે નવમ મંગળ ભાગ્યોદય કરનાર રહેશે. જરૂરી કામ સમયે પૂર્ણ થશે અને ઘર-પરિવારમાં પ્રસન્નતા બની રહેશે.
મિથુનઃ- આ લોકો માટે મંગળ અષ્ટમ રહેશે, આ કારણે આવનાર સમય પક્ષનો રહેશે નહીં. પગમાં દુખાવો રહેશે, અજાણ્યો ભય બની રહેશે. ધૈર્યથી કામ કરવું.
કર્કઃ- તમારા માટે આ ગ્રહ સપ્તમ રહેશે. જીવનસાથી તરફથી સહયોગ મળશે. પ્રસન્નતા બની રહેશે. કુંવારા લોકોના લગ્ન થઇ શકે છે.
સિંહઃ- આ રાશિના લોકો માટે મંગળ ષષ્ઠમ રહેશે. બ્લડ પ્રેશર સાથે સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જમીન સાથે સંબંધિત વિવાદ થઇ શકે છે. દુશ્મનોનો નાશ થશે.
કન્યાઃ- તમારા માટે પંચમ મંગળ સુખ આપનાર રહેશે. સંતાનના કારણે સુખ વધશે. નોકરીમાં ઉન્નતિ મળી શકે છે. સમય શુભ રહેશે.
તુલાઃ- આ રાશિ માટે મંગળ ચોથા ભાવનો રહેશે. આ સમય માતા માટે ચિંતાજનક રહી શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. કાર્યોમાં સાવધાની રાખવી.
વૃશ્ચિકઃ- આ લોકો માટે મંગળ તૃતીય થઇ રહ્યો છે. તમારો પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. ભાઈ સાથે સહયોગ મળશે અને કાર્યોમાં સફળતા મળી શકે છે.
ધનઃ- બીજા ભાવનો મંગળ ઘર-સંપત્તિમાં વૃદ્ધિ કરનાર રહેશે. ધનલાભ મળી શકે છે. આવનાર સમય તમારા માટે કોઇ ઉપલબ્ધિ લઇને આવશે.
મકરઃ- આ રાશિ માટે મંગળ પ્રથમ ભાવનો રહેશે. એટલે કે, મંગળ આ રાશિમાં રહેશે. મકર રાશિના લોકોને નોકરીમાં લાભ મળી શકે છે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થઇ શકે છે.
કુંભઃ- મંગળ બારમાં ભાવનો રહેશે, આ કારણે માનસિક તણાવ વધી શકે છે. વ્યયમાં વૃદ્ધિ થઇ શકે છે. ધૈર્ય જાળવી રાખો. નજીકના ભવિષ્યમાં સમય પક્ષનો થઇ જશે.
મીનઃ- આ લોકો માટે મંગળ એકાદશ રહેશે. આ કારણે મીન જાતકોને જમીન લાભ થશે. સમય સારો રહેશે.

અન્ય સમાચારો પણ છે...