સોમવાર, 27 જૂનના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં રાહુ પહેલાંથી જ છે. આ બંને ગ્રહોની યુતિ મેષ રાશિમાં હોવાથી અંગારક યોગ બનશે. મંગળ 10 ઓગસ્ટ સુધી મેષ રાશિમાં રહેશે, તે પછી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે.
જ્યોતિષાચાર્ય નિલેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે મંગળ મેષ રાશિમાં 44 દિવસ સુધી રહેશે. મેષ રાશિમાં રાહુ 3 મહિના પહેલાંથી જ સ્થિત છે. આ ગ્રહોના અંગારક યોગના કારણે અનેક રાશિઓએ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ ગ્રહોના સેનાપતિ છે. આ ગ્રહ મેષ અને વૃષભ રાશિનો સ્વામી છે. મંગળ દેવ ભૂમિ પુત્ર છે. જે લોકોની કુંડળીમાં મંગળ અને રાહુ એકસાથે એક જ ભાવમાં સ્થિત છે, તેમણે સાવધાની સાથે કામ કરવું પડશે. નાની બેદરકારી પણ ભારે પડી શકે છે.
અંગારક યોગની દેશ-દુનિયા ઉપર કેવી અસર થઈ શકે છે
અંગારક યોગના કારણે રાજનૈતિક ક્ષેત્રમાં ઊથલપાથલ રહેશે. ભૂકંપ, આગના કારણે મુશ્કેલીઓ થઈ શકે છે. જનતામાં આક્રોશ રહી શકે છે. મંગળ-રાહુની યુતિના કારણે વાતાવરણમાં ફેરફાર આવશે. ખેડૂતોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જમીન-ભવનને લગતા કામ કરનાર લોકોએ વધારે સાવધાની રાખવી પડશે.
મંગળ ગ્રહ માટે આ શુભ કામ કરવું જોઈએ
ગ્રહોની અશુભ અસરથી બચવા ઇચ્છો છો તો હંમેશાં સારું કામ કરતા રહેવું જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે વ્યક્તિએ પોતાની કમાણીના દસમાં ભાગનું દાન કરવું જોઈએ. જે લોકો આ વાતનું ધ્યાન રાખે છે, તેમને ગ્રહોની અશુભ સ્થિતિથી કોઈ નુકસાન થતું નથી. મંગળ ગ્રહ માટે મસૂરની દાળ, તાંબાના વાસણ, લાલ કપડાં, મૂંગા રત્ન દાન કરી શકે છે. દરરોજ હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. મંગળ ગ્રહ માટે ૐ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જરૂરી કામની શરૂઆત માતાના આશીર્વાદ લઇને કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.