તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાગ્યના ભેદ:21 ફેબ્રુઆરીથી 13 એપ્રિલ સુધી વૃષભ રાશિમાં મંગળ-રાહુનું જોડાણ, દેશ-દુનિયા ઉપર માઠી અસરના એંધાણ, જાણો આ સમય તમારો કેવો રહેશે?

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃષભ રાશિમાં મંગળ અને રાહુની યુતિથી ખેડૂત આંદોલન ચરમ સીમાને સ્પર્શે અને સરકારે સર જુકાવી સમજુતી કરવી પડે
  • ભારતના ઉત્તરીય ભાગ કચ્છ, સૌરાષ્ટ્ર, દિલ્હીમાં ધરતી કંપના નાના-મોટા આંચકા અનુભવાય
  • મંગળ સેનાપતિ હોવા છતાં નિર્બળ બનતો હોઈ આ સમય દરમિયાન શાસક પક્ષ માટે ચૂંટણીના પરિણામો નિરાશા જન્માવે

મંગળ એટલે અતિ શુભ, કલ્યાણકારી. મંગળ સામે કોઈની પણ ના ગળે દાળ. મંગળ ગ્રહ મંડળનો સેનાપતિ છે અને રાહુ નભો મંડળનો માયાવી શૈતાન અને છાયા ગ્રહ છે. 21 ફેબ્રુઆરી,2021 રવિવારથી વૃષભ રાશિમાં ગોચર ભ્રમણ કરી રહેલા રાહુ સાથે બ્રહ્માંડનો સિંઘમ સેનાપતિ મંગળ 13 અપ્રિલ,2021 સુધી ગોચરમાં જોડાણ કરશે. મંગળ સામી છાતીએ લડનારો રોમન યોદ્ધો છે અને રાહુ પીઠ પાછળ ઘા કરનારો છુપો ગુઢ શત્રુ છે. આ બંને ગ્રહો બ્રહ્માંડમાં એકબીજાના કટ્ટર શત્રુ છે. જે રાશિમાં આ બંને શત્રુ ગ્રહો ગોચર ભ્રમણ કરવાના છે તે વૃષભ રાશિ શુક્રની સ્વગૃહી રાશિ છે અને શુક્ર એ રાહુનો મિત્ર ગ્રહ છે આથી રાહુનું આ રાશિમાં ગોચર ભ્રમણ બળવાન ગણાય તો બીજી તરફ મંગળ વૃષભ રાશિમાં અસ્તનો(નિસ્તેજ)બનશે. ફળસ્વરૂપ વૃષભ રાશિમાં મંગળ ગોચર ભ્રમણ દરમિયાન નબળો પડશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળને સેનાપતિ, યોદ્ધો, શુરવીર, મર્દ, નેતૃત્વનો કારક અને ગતિશીલ ઝડપી ગ્રહ કહ્યો છે. પરંતુ વૃષભમાં ભ્રમણ કરતાં ઉચ્ચના બળવાન રાક્ષસી ગ્રહ રાહુ સામે કદાચ આ સેનાપતિને ઘૂંટણ ટેકવી હાર માનવાનો વારો પણ આવે.

મંગળ-રાહુની 21 ફેબ્રુઆરીથી સર્જાનારી યુતિ દેશ અને દુનિયા માટે કેવી હશે તે અંગે 1984થી જ્યોતિષ ફિલ્ડમાં કાર્યરત ડો. પંકજ નાગર અને ડો. રોહન નાગર દ્વારા જ્યોતીષિક સિંહાવલોકન કરીએઃ-

મંગળ-રાહુની યુતિથી ખેડૂત આંદોલન ચરમ સીમાને સ્પર્શેઃ-
લિંગ પુરાણનુસાર મંગળ એ ભગવાન શિવના વીર્યબિંદુ દ્વારા પેદા થયેલો ભૂમિ પુત્ર છે. જ્યારે રાહુ એ દૈત્યનું મસ્તક છે. આથી આ યુતિ વચ્ચેનું યુદ્ધ દેવ અને ડેવિલ(દૈત્ય)નું હશે. રાહુનું ભ્રમણ કાયમી વક્ર હોય છે અને રાહુ પોતાની ઊંધી ચાલ સાથે 25 માર્ચ થી 5 એપ્રિલ સુધી અંશાદી જોડાણમાં રહેશે. અવલોકન એવું કહે છે કે માર્ચ મહિના દરમિયાન ખેડૂત આંદોલન ચરમ સીમાને સ્પર્શે અને સરકારને સર જુકાવી આગામી સમયમાં આંદોલનકારીઓ સાથે કમને સંધી અને સમજુતી કરવી પડે.

કુદરતી આપત્તિઓ અને શેરબજાર માટે ખાનાખરાબી સર્જેઃ-
મંગળ ભૂમિ પુત્ર હોઈ અને વૃષભ રાશિમાં અસ્તનો બનતો હોઈ ભારતના ઉત્તરીય ભાગ કચ્છ, સૌરાષ્ટ્ર, દિલ્હી ઉપરાંત ઈન્ડોનેસીયા, જાપાન, નેપાળ, ઇક્વાડોર, ફિલીપાઈન્સ, પાકિસ્તાન, સાલ્વાડોર, તુર્કી, મેક્સિકો વગેરે સ્થળોએ ધરતીકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાય. 29 માર્ચથી ભારે ગરમીનું વાતાવરણ શરૂ થાય. મંગળ અગ્નિ તત્વનો ગ્રહ છે અને વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ હોઈ પૃથ્વી પર આગજલીના બનાવોનું પ્રમાણ વધે તેવો અણસાર છે. ખાસ કરીને શેર બજારના ચાહકો અને સટ્ટો રમનારા વર્ગ માટે મંગળ રાહુની આ યુતિ ભારે ખાનાખરાબી(ભયંકર સત્યાનાશ) સર્જે.

સોના-ચાંદીમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશેઃ-
21 ફેબ્રુઆરીથી સમગ્ર માર્ચ મહિનો અને એપ્રિલની શરૂઆત સુધી શેર બજારમાં ભારે ચડઉતર વર્તાય તેમજ શેર બજારનો આંક મંદી તરફ જાય. સોનું-ચાંદીથોડાં સસ્તા થાય અને 13 એપ્રિલથી મંગળ મિથુનમાં પ્રવેશ કરે એટલે સોના-ચાંદી ફરી ભાવ વધારા તરફ જાય. અહીં અમે વાચકોને 21 ફેબ્રુઆરીથી 13 એપ્રિલ દરમિયાન સોના-ચાંદીમાં રોકાણ કરવા સલાહ આપીએ છીએ. પેટ્રોલ ડીઝલ અને અન્ય ખનીજો આ સમય દરમિયાન મોંઘા બને. મંગળ સેનાપતિ હોઈ અને તે નિર્બળ બનતો હોઈ આ સમય દરમિયાન શાસક પક્ષ માટે ચૂંટણીના પરિણામો ક્યાંક-ક્યાંક નિરાશા જન્માવે. મંગળ ભૂમિપુત્ર હોઈ ભૂમીગત પેદાશો જેમ કે તેલીબીયા, સિંગતેલ, અનાજ, કઠોળ અને અન્ય ખેત પેદાશોના ભાવ વધે.

બારેય રાશિના જાતકો માટે આ યુતિ શુભાશુભ રહેશેઃ-
12 રાશિના જાતકોનો ટૂંકાણમાં વિચાર કરીએ તો મંગળ રાહુના જોડાણ દરમિયાન 21 ફેબ્રુઆરીથી 13 એપ્રિલ સુધી વાયુ તત્વની રાશિઓ મિથુન, તુલા અને કુંભ રાશિના જાતકોએ તન-મન-ધનથી સાવધ રહેવું જરૂરી બનશે. કારણ કે મિથુન રાશિને નાની પનોતી ઉપરાંત બારમે રાહુ અને આઠમે શનિ ગુરુનું ભ્રમણ તો ચાલે જ છે અને હવે મંગળનું ભ્રમણ પણ બારમે આવતાં તંદુરસ્તી અને સ્વભાવમાં કેટલાંક નકારાત્મક ફેરફારો આવશે. તુલાને પણ નાની પનોતી ચાલુ જ છે. ઉપરાંત હૃદય (સુખ સ્થાનમાં)શનિનું ભ્રમણ તેમને શાંતિનો શ્વાસ લેવા નહિ દે. સાથે સાથે મંગળ રાહુની યુતિ તેમના આઠમા સ્થાનમાં એકાવન દિવસ સુધી હરસ મસા નાના અકસ્માતો અગર ખોટા ખર્ચમાં ઉતરશે તેવું દેખાય છે.

કુંભ રાશિના જાતકો એ સૌથી વધુ સાવધાની રાખવી પડશે કારણ કે શનિની સાડા સાતી પનોતીનો પડકાર ઉપરાંત બારમે શનિ ગુરુનું ભ્રમણ અને સાથે-સાથે સુખ સ્થાનમાં મંગળ રાહુની યુતિનો હાહાકાર હૃદયમાં અશાંતિ-મનમાં અજંપો, નાહકની દોડધામ, કાયદાકીય ગુંચ અને નાહકનો વ્યય આ બાબતો તેમના માટે મુશ્કેલીઓ વધારશે. કર્ક, સિંહ, ધન અને મીન રાશિ મંગળ રાહુની યુતિના 51 દિવસ દરમિયાન પ્રસન્ન સમૃદ્ધ અને સુખી બનશે. કારણ કે બાળ બોધ સમુચ્ચાય ગ્રંથ અનુસાર "ઉપચયો આપોક્લીમે ભાવા: ક્રૂર ગ્રહા: શ્રેષ્ઠ ફલમ દાતા" અર્થાત રાશિથી ગોચરમાં જયારે-જયારે ક્રૂર ગ્રહો ત્રીજા, છઠા, દસમાં અને અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે જાતકને ન્યાલ કરે છે.

વૃષભ રાશિમાં મંગળ રાહુનું ગોચર ભ્રમણ કર્ક રાશિના જાતકો માટે લાભ સ્થાને થનારું હોઈ તેમને અણધાર્યા લાભ આપશે. સિંહ રાશિના જાતકોને ધંધા વ્યવસાયમાં પ્રગતિ, ઉન્નતિ આપે અને પિતા તરફથી સહકાર અને કર્મોનું વળતર આપે જયારે ધન રાશિના જાતકોને અસાધ્ય રોગમાં રાહત, દેવામાંથી મુક્તિ અને શત્રુઓ પર વિજય અપાવે. અન્ય રાશિના જાતકો માટે આ યુતિનું ફળ તટસ્થ હશે. મંગળ રાહુની આ યુતિ દરમિયાન એવા જાતકો કે જેમનો જન્મ 15 જાન્યુઆરીથી 15 માર્ચ દરમિયાન થયો હોય જો જુન કે સપ્ટેમ્બર માસમાં થયો હોય તેમણે તન-મન-ધનથી ધ્યાન આપવું જોઈએ.

વાચક મિત્રો, ગ્રહોના પ્રતિકુળ ભ્રમણથી લેશમાત્ર ડરવાની જરૂર નથી. ગ્રહો ચાલતા જ રહે છે અને આપણે પણ ચાલતા જ રહેવાનું. ગ્રહોને એમનું કામ કરવા દો આપણે આપણું કામ કરવાનું. માણસ માણસ વચ્ચે પૂર્વગ્રહ હોય છે પણ ગ્રહોના સામ્રાજ્યમાં કોઈ પૂર્વગ્રહ નથી. વિધિ કે વીંટીથી નિયતિના નિયમો બદલાતા નથી. જે કરો તે સ્વયમ કરો, જાતે કરો કારણ કે The best thing about you is you તમે જ તમારા જીવનના શ્રેષ્ઠ શિલ્પી અને તમારા દરેક નિર્ણયના નિર્માતા છો. મંગળ રાહુની યુતિની અશુભ અસરોથી બચવાના ઉપાય અહીં આપ્યા છે. તેને અમલમાં મુકશો તો તેની નકારાત્મક અસરોથી મુક્તિ મેળવી શકશો.

મંગળ-રાહુની યુતિની અશુભ અસરથી બચવાના ઉપાયઃ-

1. મંગળ શિવ પુત્ર હોઈ દર સોમવારે શિવલિંગ પર બીલાનું ફળ ચઢાવી કાચું દૂધ, સાકર, તલનો અભિષેક કરવો. 21 પાઠ લઘુ રુદ્રીના ખાસ કરવા.

2. મંગળના બીજ મંત્ર "ॐ क्राम क्रीम क्रोम भोमाय नमः: ની એક માળા કરવી.

આ સંપૂર્ણ માહિતી ડૉ.પંકજ નાગર અને ડૉ.રોહન નાગર દ્વારા (drpanckaj@gmail.com) આપવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો