મકર રાશિમાં 29 માર્ચથી મંગળ, ગુરૂ અને શનિનો યોગ, બારેય રાશિઓ ઉપર શુભાશુભ અસર થશે

Mars, Jupiter and Saturn in Capricorn on March 29, effects of Jupiter on all 12 zodiac signs
X
Mars, Jupiter and Saturn in Capricorn on March 29, effects of Jupiter on all 12 zodiac signs

  • લગભગ 12 વર્ષ પછી મકર રાશિમાં ગુરૂનો પ્રવેશ, 14 મેના રોજ ગુરૂ વક્રી થશે, 29 જૂનના રોજ ધન રાશિમાં પ્રવેશ કરશે

દિવ્ય ભાસ્કર

Mar 24, 2020, 10:14 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ દેવ ગુરૂ બૃહસ્પતિ રવિવાર, 29 માર્ચ મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. 25 માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિ દરમિયાન ગુરૂનું રાશિ પરિવર્તન બારેય રાશિઓ માટે ખાસ રહેશે. મકર રાશિમાં ગુરૂ નીચનો રહે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે મકરમાં સ્વરાશિનો શનિ અને ઉચ્ચનો મંગળ પહેલાંથી જ સ્થિત છે. આ ત્રણેય ગ્રહનો યોગ બધી જ રાશિઓ ઉપર અસર કરશે. 4 મેના રોજ મંગળના રાશિ પરિવર્તનથી આ યોગ તૂટશે.

14 મેના રોજ વક્રી થશેઃ-
પં. શર્મા પ્રમાણે ગુરૂ ગ્રહ લગભગ 12 વર્ષમાં રાશિ ચક્ર પૂર્ણ કરે છે. 12 વર્ષમાં લગભગ 1-1 વર્ષ સુધી બધી જ રાશિમાં રહે છે. મકર રાશિમાં ગુરૂ નીચનો રહે છે. એટલે કે, આ રાશિમાં ગુરૂ પ્રસન્ન રહેતો નથી. 14 મેથી આ રાશિમાં ગુરૂ વક્રી થશે. 29 જૂનથી વક્રી રહીને ધન રાશિમાં પ્રવેશ કરશે. ધનમાં વક્રી રહેશે. 13 સપ્ટેમ્બરથી ધન રાશિમાં માર્ગી થઇ જશે અને 20 નવેમ્બરે મકરમાં પ્રવેશ કરી નીચનો થઇ જશે.

મેષઃ- આ ત્રણેય ગ્રહ દશમ રહેશે. રાશિ સ્વામી મંગળ ઉચ્ચનો રહેશે. કાર્યમાં વધારો કરનાર રહેશે. વિવાદોમાં વિજય અપાવશે. પદ પ્રાપ્તિ કરાવડાવશે.

વૃષભઃ- ત્રણેય ગ્રહ નવમ રહેશે. ખૂબ જ સાવધાન રહેવું. વિચારોમાં દ્વંદ રહેશે. આવક સારી રહેશે, પરંતુ સંતુષ્ટિ થશે નહીં. મૂલ્યવાન સામાન ખોવાઇ જશે. ધનનું લેવડ-દેવડ રોકડમાં કરવાથી બચવું.

મિથુનઃ- રાશિથી આઠમા સ્થાને આ યુતિ બનશે. આ રાશિના જાતકો માટે ખૂબ જ સાવધાનીપૂર્વક રહેવાનો સમય છે. પોતાના ઉપર નિયંત્રણ રાખવું. જોખમી કાર્યોથી દૂર રહેવું. દુશ્મન હાવી થવાનો પ્રયાસ કરશે અને તેમને અવસર પણ પ્રાપ્ત થશે.

કર્કઃ- ગ્રહોની આ યુતિ રાશિની ઠીક સામે સપ્તમ સ્થાન પર થશે. આ યુતિથી લાભહાનિ બરાબર રહેશે. કોઇ પ્રકારનું મોટું નુકસાન થવાની સંભાવના છે. થોડી યોજનાઓ બગડી શકે છે તથા થોડી સફળ પણ થશે.

સિંહઃ- રાશિથી ષષ્ઠમ ભાવમાં આ યુતિ રહેશે. આ સ્થિતિ વિરોધીઓનું શમન કરનારી રહેશે અને વધારનારી પણ રહેશે. વિચલિત પણ રાખશે. ગુસ્સો વધારી શકે છે. સંયમથી લાભ થશે.

કન્યાઃ- ગ્રહોની આ યુતિ પંચમ સ્થાન પર રહેશે. નોકરીમાં બદલાવ સાથે આર્થિક લાભ પણ પ્રાપ્ત થશે. જમીનથી લાભ તથા સંતાન સુખ પ્રાપ્ત થશે.

તુલાઃ- ગ્રહોની યુતિ ચોથા ભાવમાં રહેશે. આ સમય સંભાળીને કામ કરવાનો છે. યોજનાઓ ખરાબ થઇ શકે છે. વિરોધી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે. કિંમતી સામાનની સુરક્ષા કરો તથા વાહનનો પ્રયોગ સાવધાનીથી કરો.

વૃશ્ચિકઃ- ગ્રહોની યુતિ ત્રીજા સ્થાનમાં થશે. આ સમયે ભાઇઓ સાથે પ્રેમ વધશે અને સહયોગ પ્રાપ્ત થશે. વિરોધી પણ પરાસ્ત થશે. વેપારમાં આગળ વધવાનો અવસર પ્રાપ્ત થશે તથા પરાક્રમ શ્રેષ્ઠ રહેશે.

ધનઃ- ગ્રહોની આ યુતિ બીજા સ્થાન પર થશે. સ્થાયી સંપત્તિ માટે આ સ્થિતિ ખૂબ જ લાભકારી રહેશે. સમસ્યાઓનું સ્થાયી સમાધાન પ્રાપ્ત થશે. નવી જગ્યાએ જવાનો અવસર પ્રાપ્ત થશે.

મકરઃ- આ સમય સફળતા અપાવનાર રહેશે. શનિના કારણે સન્માન તથા ધનની પ્રાપ્તિ થશે. મંગળના કારણે દુશ્મન પરાસ્ત કરવામાં સફળતા મળશે. ગુરૂ નીચનો હોવાના કારણે મુશ્કેલીઓ આવી શકે છે.

કુંભઃ- ગ્રહોની યુતિ બારમાં ભાવમાં યુતિ થશે. આ સમયે ખર્ચ વધારે થશે. કાર્ય સ્થળ પર મન લાગશે નહીં. વિચલન વધારે થશે. એક પછી એક સમસ્યાઓ આવતી રહેશે.

મીનઃ- ગ્રહોની યુતિ અગિયારમાં સ્થાને થશે. પ્રમોશન, સમસ્યાઓનું નિદાન અને વિરોધી પરાસ્ત થશે. મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. ધનલાભમાં વૃદ્ધિ થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી