• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Mars, Jupiter and Saturn alliance in Capricorn after 854 years, Jupiter enters Capricorn after 178 years in Chaitra Navratri

854 વર્ષ પછી મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિની યુતિ, ચૈત્ર નવરાત્રિમાં 178 વર્ષ બાદ ગુરૂનો મકરમાં પ્રવેશ

Mars, Jupiter and Saturn alliance in Capricorn after 854 years, Jupiter enters Capricorn after 178 years in Chaitra Navratri
X
Mars, Jupiter and Saturn alliance in Capricorn after 854 years, Jupiter enters Capricorn after 178 years in Chaitra Navratri

  • આ ત્રણેય ગ્રહોનો યોગ મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે શુભ રહેશે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 11:31 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ રહી છે. આ દિવસે કળશ સ્થાપના થશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિમાં ગ્રહોનો દુર્લભ યોગ બની રહ્યો છે. નવરાત્રિ દરમિયાન 29 માર્ચે ગુરૂ ગ્રહ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ચૈત્ર નવરાત્રિમાં ગુરૂના મકર રાશિમાં પ્રવેશનો સંયોગ 178 વર્ષ બાદ બની રહ્યો છે. મકર રાશિમાં પહેલાંથી મંગળ અને શનિ સ્થિત છે. મકર રાશિમાં આ ત્રણેય ગ્રહોની યુતિનો સંયોગ 854 વર્ષ બાદ બની રહ્યો છે.

2020 પહેલાં 1166 માં ત્રણ ગ્રહોનો યોગ બન્યો હતોઃ-
પં. શર્મા પ્રમાણે શનિ, મંગળ અને ગુરૂની આ યુતિ મકર રાશિમાં અદભૂત સંયોગ બનાવી રહી છે. મંગળ આ જ રાશિમાં ઉચ્ચનો છે. ગુરૂ નીચનો અને શનિ સ્વરાશિમાં છે. 2020 પહેલાં મકર રાશિમાં મંગળ, ગુરૂ અને શનિની યુતિ 15 એપ્રિલ 1166ના રોજ બની હતી. 1166માં આ ત્રણેય ગ્રહોનો યોગ ચૈત્ર નવરાત્રિના એક મહિના બાદ બન્યો હતો. 2020માં 4 મેના રોજ મંગળના રાશિ પરિવર્તનથી આ ત્રણ ગ્રહોનો યોગ તૂટશે.

ચૈત્ર નવરાત્રિમાં ગુરૂનો યોગ 178 વર્ષ બાદઃ-
ચૈત્ર નવરાત્રિની વચ્ચે ગુરૂનું નીચ રાશિ મકરમાં જવાનો યોગ 178 વર્ષ પહેલાં 1842માં બન્યો હતો. પં. શર્મા પ્રમાણે તે સમય 11 એપ્રિલ 1842થી ચૈત્ર મહિનાની નવરાત્રિ શરૂ થઇ હતી. આ નવરાત્રિમાં 16 એપ્રિલે ગુરૂ ગ્રહે ધનથી મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો. 2020માં 25 માર્ચથી નવરાત્રિ શરૂ થશે અને 29 માર્ચે ગુરૂ રાશિ બદલીને મકર રાશિમાં જશે.

કઇ રાશિ ઉપર કેવી અસર થશેઃ-
આ ત્રણેય ગ્રહોનો યોગ મેષ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિ માટે શુભ રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને ધનલાભ મળી શકે છે. મિથુન, સિંહ, તુલા અને કુંભ રાશિના લોકો માટે આ સમય સંભાળીને રહેવાનો છે. બેદરકારીથી બચવું અને ધૈર્ય રાખવું. વૃષભ અને કર્ક રાશિના લોકો ઉપર આ ગ્રહોની સામાન્ય અસર થશે. તેમને મહેનત પ્રમાણે ફળ મળશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી