• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Mars In Mithun (Gemini) 2021 Planetary Transit 2021: Mithun Rashi Parivartan, Shubh For Rashifal Aries, Taurus, Virgo, Scorpio And Its Impact On (Job, Busines, Property And Health)

મંગળ ગ્રહનું રાશિ પરિવર્તન:આ ગ્રહ 2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે; કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે

એક વર્ષ પહેલા
  • આ વર્ષે દેશમાં ભૂકંપ અને આગ દુર્ઘટનાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે

14 એપ્રિલના રોજ મંગળ વૃષભ રાશિથી મિથુન રાશિમાં આવી ગયો છે. આ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી અનેક રાશિઓ સાથે-સાથે દેશ-દુનિયા ઉપર પણ ખાસ અસર પડશે. આ ગ્રહ હવે આ રાશિમાં 2 જૂન સુધી રહેશે. હવે મિથુન રાશિમાં રહીને મંગળ ગ્રહની શુભ અસર મેષ, સિંહ અને મકર રાશિના લોકો ઉપર પડશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરાક્રમ વધશે. વૃષભ, મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો ઉપર તેની મિશ્રિત અસર જોવા મળી શકે છે. ત્યાં જ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના લોકોએ ખાસ સાવધાન રહેવું પડશે.

સંવત 2078, રાજા અને મંત્રી બંને જ મંગળઃ-
13 એપ્રિલથી હિંદુ કેલેન્ડરનું નવું સંવત શરૂ થઇ ગયું છે. ગુજરાતી કેલેન્ડર પ્રમાણે હાલ વિક્રમ સંવત 2077 ચાલી રહ્યું છે. પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ વખતે નવ સંવત્સરના રાજા અને મંત્રી બંને જ મંગળ છે. જ્યોતિષમાં મંગળને ભૂમિ પુત્ર માનવામાં આવે છે. તે પરાક્રમનો પણ કારક ગ્રહ છે. એવામાં આ સંપૂર્ણ વર્ષ એટલે સંવત 2078માં આ ગ્રહ પોતાની વિશેષ અસર બતાવશે. આ દરમિયાન ભારતીય સેનાનું પરાક્રમ પણ દુનિયાને જોવા મળી શકશે. જોકે, મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે દેશ-દુનિયામાં આગની દુર્ઘટના, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે છે.

મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે દેશ-દુનિયામાં આગની દુર્ઘટના, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે
મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે દેશ-દુનિયામાં આગની દુર્ઘટના, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે

2 જૂન સુધી 12 રાશિના લોકો ઉપર મંગળની અસર રહેશે (ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે)

મેષઃ- મંગળના રાશિ બદલવાથી સાહસ અને પરાક્રમ વધશે. તેનાથી નોકરી અને બિઝનેસમાં ફાયદો મળશે. ભાઈ, બહેન, મિત્ર અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. કિસ્મતનો સાથ પણ મળશે. યાત્રાઓનો યોહ બનશે. સ્વાસ્થ્યમાં સુધાર આવશે. વિવાદોમાં વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય મામલે નિર્ણય તમારા પક્ષમાં આવે તેવો સંકેત છે.

વૃષભઃ- આ ગ્રહના રાશિ બદલવાથી મિશ્રિત અસર રહેશે. અટવાયેલાં રૂપિયા મળવાના યોગ બની રહ્યા છે. પરંતુ ખર્ચ પણ વધી શકે છે. પ્રોપર્ટીને લગતા વિવાદ થવાની શક્યતાઓ છે. નોકરી અને બિઝનેસમા વિઘ્નો આવી શકે છે. પારિવારિક અને માનસિક પરેશાની પણ રહી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો.

મિથુનઃ- મંગળની ચાલમાં ફેરફાર થવાથી મિશ્રિત અસર પડશે. નોકરી અને બિઝનેસમાં મહેનત વધારે કરવી પડી શકે છે. સાથે જ, ચીડિયાપણું પણ રહેશે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થઇ જશે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ઉકેલાઇ જશે. સ્વાસ્થ્યને લગતો ઉતાર-ચઢાવ પણ રહેશે.

કર્કઃ- મંગળની અશુભ અસર રહેશે. આર્થિક મામલે મુંજવણ વધી શકે છે. ખર્ચ વધારે થઇ શકે છે. ધનહાનિ પણ થઇ શકે છે. જૂના વિવાદ ફરીથી શરૂ થઇ શકે છે. ખોટી દોડ-ભાગ થઇ શકે છે. ઈજા પહોંચી શકે છે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું પડશે.

સિંહઃ- મંગળના કારણે પરાક્રમ વધશે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળશે. કાયદાકીય નિર્ણયમાં તમારી ફેવરમાં આવી શકે છે. આવકના સોર્સ પણ વધશે. અટવાયેલાં રૂપિયા પણ પાછા મળી શકે છે. યોજનાઓ પૂર્ણ થઇ શકે છે. બાળકોને લગતી પરેશાનીઓથી દૂર રહેવું.

કન્યાઃ- નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ છે. ધનલાભ થશે. પ્રોપર્ટીને લગતા મામલે ફાયદો થઇ શકે છે. સરકારી નોકરી કરનાર લોકો માટે ફાયદો આપનાર સમય રહેશે. ભાઈ, બહેન અને મિત્રો પાસેથી મદદ મળશે. કોઇ રહસ્યની વાત કે ગુપ્ત જાણકારી પણ મળી શકે છે.

તુલાઃ- લેવડ-દેવડ અને રોકાણમાં કિસ્મતનો સાથ મળી શકે છે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થશે અને તેમાં સફળતા પણ મળશે. બચત વધશે. લગ્નજીવન માટે પણ સમય સારો રહેશે. ભાઈઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. મહેનતથી દરેક કાર્યો પૂર્ણ કરી લેશો.

વૃશ્ચિકઃ- મંગળના કારણે સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે. નોકરી અને બિઝનેસમાં વિવાદ થવાની શક્યતાઓ છે. દુશ્મનોના કારણે પરેશાની વધી શકે છે. વાહન સાવધાની પૂર્વક ચલાવો. ઈજા પહોંચી શકે છે. ગુસ્સાના કારણે કામકાજ ખરાબ થઇ શકે છે. જૂના વિવાદ પણ શરૂ થઇ શકે છે.

ધનઃ- સમય મિશ્રિત રહેશે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ દૂર થઇ શકે છે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. રોજિંદાના કાર્યોની નવી યોજનાઓ બનશે અને તેના ઉપર કામ પણ થશે. જેનો ફાયદો આવનાર દિવસોમાં મળશે. લગ્નજીવનમાં પરેશાનીઓ આવી શકે છે.

મકરઃ- મંગળના કારણે જૂના વિવાદ ઉકેલાઇ જશે. મહેનત વધારે રહેશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળશે. નોકરી અને બિઝનેસમાં ફાયદો આપનાર સમય છે. પ્રોપર્ટી ખરીદદારી અને વેચાણમાં ફાયદો થઇ શકે છે. માતા અને નાના ભાઇઓ પાસેથી મદદ મળી શકે છે. વિચારેલાં કાર્યો પણ સમયે પૂર્ણ થઇ જશે.

કુંભઃ- નોકરી અને બિઝનેસને લગતી નવી યોજનાઓ બનશે. તેના ઉપર કામ થઇ શકશે નહીં. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે. બાળકોને લગતી પરેશાની રહેશે. લગ્નજીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ભાઇઓ અને મિત્રો સાથે મનમુટાવ થઇ શકે છે.

મીનઃ- નોકરી અને બિઝનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગુંચવાઇ શકે છે. માતા સાથે મતભેદ થઇ શકે છે. બચત પૂરી થઇ શકે છે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. ઇલેક્ટ્રોનિક ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાન રહો. પારિવારિક ક્લેશ અને માનસિક અશાંતિનું વાતાવરણ રહેશે.