રાશિ પરિવર્તન:2 જૂને મંગળનો કર્ક રાશિમાં પ્રવેશ થયો, આ સમયગાળા દરમિયાન માનસિક નિરાશા, અકારણ ઉદ્વેગ અને અશાંતિ વધવાની શક્યતા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ પરિભ્રમણ દરમિયાન મંગળ ગ્રહ વક્રી થતો નથી
  • એકંદરે મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ બની રહેશે
  • મેષ રાશિથી ચોથી રાશિ કર્ક આવે છે જે કેન્દ્ર રાશિ ગણાય છે જેને કારણે આ પરિભ્રમણ યેનકેન પ્રકારે લાભ કરતો જોવા મળે

તા.2 બુધવારથી યુવાન, પરાક્રમી ગ્રહ પૃથ્વીપુત્ર અને ગ્રહોનો સેનાપતિ મંગળ ગ્રહ સવારે 6.49 થી મિથુન રાશિની યાત્રા સમાપ્ત કરીને કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. કર્ક રાશિ મંગળની નીચસ્થ બને છે. જ્યોતિષ આચાર્યોના મતે આ ભ્રમણ વધારે અમંગળકારીગણવામાં આવે છે. ખાસ કરીને યુવાનોમાં અકારણ ઝધડા, વાદ-વિવાદ તથા પ્રેમમાં નિષ્ફળતા પ્રસંગો બને. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર બનતો હોવાથી માનસિકહતાશા વધી શકે. અકારણ ઉદ્વેગ, અશાંતિ ભય ચિંતા વધે. જમીન મકાન મિલકતોમાં સોદાઓ નક્કી થયેલા અટકે. આ પરિભ્રમણ તમારી ચંદ્ર રાશિ કેવું રહેશે તેઅંગે જણાવતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર...

મેષઃ- જમીન મકાનના લાંબાગાળાના પ્રશ્નો હલ થાય. કર્મક્ષેત્ર શુભ તક મળી શકે. નિત્ય ગણેશજીને શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવો.

વૃષભઃ- નવા સાહસો, કરારો કરવામાં સારી સફળતા મળે. નાની-મોટી યાત્રાઓ થવાની સંભાવના. લક્ષ્મી ઉપાસના ઉત્તમ બની રહે.

મિથુનઃ- વાદ-વિવાદોથી દૂર રહો, કોર્ટના મામલાનો બહાર નિકાલ કરવો સમજદારી રહેશે. સ્વાસ્થ્ય સંબંધિત રોગોથી સાવધાની રાખવી. ગાયને રોટલીખવડાવો.

કર્કઃ- આકસ્મિક ધનપ્રાપ્તિનો યોગ બને. અકારણ થયેલાં ઝઘડાનું નિરાકરણ આવે. કુળદેવી ઉપાસના સાથોસાથ ગણેશજીની ઉપાસના કરવાથી ફળે.

સિંહઃ- વધુ પડતા ખર્ચને કારણે આર્થિક અવરોધનો પણ સામનો કરવો પડી શકે છે. મિત્રો કે સંબંધીઓ તરફથી પણ અપ્રિય સમાચાર મળવાની સંભાવના છે. મંગળવારે એકટાણું કરવું.

કન્યાઃ- લાંબા સમયના અટવાયેલાં આર્થિક લાભો મળે. સંતાનો તરફથી શુભ સમાચાર મળી શકે છે. શેરબજારમાં એકંદરે સારી સફળતા મળે. મંગળવારે મસૂરની દાળ ભિક્ષુકને આપવી.

તુલાઃ- ઉચ્ચ અધિકારીઓ સાથેના તમારા સંબંધો બગડે નહીં તે જોજો. મહેનતનું પરિણામ આવવામાં થોડો સમય લાગી શકે છે. મંગળ ગ્રહના જાપ કરવાથી વિશેષ લાભ થાય.

વૃશ્ચિકઃ- ભાગ્ય પરિવર્તન માટે શુભ સમય. નાના ભાઈ-ભાંડુથી લાભ. અધૂરી મનૌતી પરિપૂર્ણ કરવી.

ધનઃ- કાર્યક્ષેત્રમાં પણ કાવતરાના શિકાર બનવાનું ટાળો. આર્થિક બાબતે મજબૂત રહેશો. જમીન અને સંપત્તિને લગતી બાબતોનું સમાધાન થશે. ગણેશજીની નામાવાલી પઠન કરવું.

મકરઃ- લગ્નજીવનમાં અકારણ વાદ-વિવાદ સર્જાય. લાંબા સમયની માંદગી હટે. મંગળ ગ્રહના યંત્રની પુજા ઉત્તમ બની રહેશે.

કુંભઃ- નોકરિયાત વર્ગ માટે શુભ સમય.છુપા શત્રુઓનો નાશ થાય.ખિસ્સામાં કે પાકીટમાં લાલ કલરની પેન અવશ્ય રાખવી.

મીનઃ- સંતાન દ્વારા શુભ સમાચાર મળી શકે અને નવા મિત્રો સાથે મુલાકાત વધે. આ રાશિના જાતકોએ તુલસી ક્યારે નિત્ય દીવો કરવો.

આ સંપૂર્ણ માહિતી એસ્ટ્રોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન સંસ્થાના પ્રણેતા જાણીતા જ્યોતિષી આશિષ રાવલ (ashishrawal13677@gmail.com) દ્વારા આપવામાં આવી છે.