• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • March Rashifal (Horoscope Monthly) | Monthly Rashifal March 2022), March Zodiac Forecast: Singh Rashi, Kanya, Aries, Taurus, Gemini Cancer Libra, And Other Signs

માર્ચ મહિનાનું રાશિફળ:આ મહિને મેષ અને વૃષભ રાશિના લોકોને સફળતા મળશે, વૃશ્ચિક જાતકોને નક્ષત્રોનો સાથ મળશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્ચમાં સૂર્ય, બુધ અને શુક્ર ગ્રહ રાશિ બદલશે. આ ગ્રહોના પ્રભાવથી મેષ રાશિના લોકોને આ મહિને એવી સફળતા મળશે, જેની તેમણે કલ્પના પણ કરી નહીં હોય. ફાયદાકારક નવી યોજના બનશે. વૃષભ રાશિના લોકોને સફળતા મળશે. આવક પણ વધશે. વૃશ્ચિક રાશિના લોકો માટે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. બિઝનેસમાં મનગમતું પરિણામ પણ મળશે. આ સિવાય અન્ય રાશિના લોકોને નોકરી અને બિઝનેસમાં ગ્રહોની મિશ્રિત અસર જોવા મળશે.

એસ્ટ્રોલોજર ડો. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે 12 રાશિઓનું ફળ.....

મેષઃ-

પોઝિટિવઃ- આ મહિને પ્રોપર્ટી કે અન્ય કોઈ અટવાયેલું કામ કોઈ અનુભવી વ્યક્તિ દ્વારા ઉકેલાઈ શકે છે. સંપર્કોની સીમા વધશે. ધાર્મિક સંસ્થા સાથે તેમની ગતિવિધિઓમાં સહયોગ કરવો તમને પોઝિટિવ બનાવશે.

નેગેટિવઃ- તમારા વ્યક્તિગત કાર્યોમાં કોઈપણ અન્ય વ્યક્તિની દખલ થવા દેશો નહીં. કેમ કે તેના કારણે તમારા બનતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. આ મહિને વિદ્યાર્થીઓએ પણ પોતાના અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. બેદરકારી કરશો નહીં.

વ્યવસાયઃ- પાર્ટનરશિપને લગતા વ્યવસાયમાં થોડા ફેરફારની જરૂરિયાત રહેશે.

લવઃ- કોઇ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- સર્વાઇકલ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

વૃષભઃ-

પોઝિટિવઃ- આ મહિને ગ્રહ સ્થિતિ ખૂબ જ સંતોષજનક રહી શકે છે. ઘરમાં નજીકના લોકોના આવવાથી મનોરંજન અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. આ મહિને જો પ્રોપર્ટીને લગતી કોઈ ખરીદદારી કે વેચાણની યોજના બની રહી છે તો તેના ઉપર અમલ કરવાનો અનુકૂળ સમય છે.

નેગેટિવઃ- અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ ન કરો. તમારી સાથે દગાબાજી થઈ શકે છે. તમારા કામથી કામ રાખો. અન્યના મામલાઓ ઉકેલવાના ચક્કરમાં થોડા લાભદાયક મામલાઓ હાથમાંથી સરકી શકે છે.

વ્યવસાયઃ- વર્તમાન સમય સફળતાદાયક રહી શકે છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે મધુર સંબંધ રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારું રક્ષણ કરો.

--------------------------------

મિથુનઃ-

પોઝિટિવઃ- આ મહિને મોટાભાગનો સમય પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવામાં પસાર થશે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી તમારી કોશિશમાં પણ સફળતા મળશે. કોઈ સામાજિક ગતિવિધિમાં તમારું યોગદાન થવાથી માનસિક સુકૂન પણ મળી શકે છે.

નેગેટિવઃ- તમારી આલોચના અને નિંદાની ચિંતા ન કરીને તમારા કાર્યો પ્રત્યે એકાગ્ર રહો. સફળતા મળવાથી આ લોકો તમારી પ્રશંસા પણ કરશે. બેંકિંગના કાર્યોમાં કોઈ વિઘ્ન આવી શકે છે.

વ્યવસાયઃ- જોઈ કોઈ વ્યવસાયિક કાર્ય અટવાયેલું છે તો આજે તેનો ઉકેલ કરવાનો યોગ્ય સમય છે.

લવઃ- પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઇને વૈચારિક મતભેદ થઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- વધારે કામની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

--------------------------------

કર્કઃ-

પોઝિટિવઃ- આ મહિને તમારી કોઈ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. જેના કારણે મન પ્રસન્ન રહેશે. બાળકોના ભવિષ્યને લઇને પણ થોડી યોજના બનશે અને તે યોજનાઓ ફળીભૂત પણ થશે. કોઈ નજીકના સંબંધી સાથે વાર્તાલાપ થવાથી અનેક ગુંચવાયેલાં સવાલોના જવાબ પણ મળશે.

નેગેટિવઃ- તમારી કોઇ સફળતાને લગતો દેખાડો કરવાની પ્રવૃત્તિથી દૂર રહો. પોતાને સાબિત કરવા માટે વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. જો લોન લેવાની કોઇ યોજના બની રહી છે તો પહેલાં તેને લગતી વાતો ઉપર ચર્ચા કરો.

વ્યવસાયઃ- કોઈ નવા કામની શરૂઆત થશે. પરંતુ હાલ લાભની કોઇ આશા ન રાખીને મહેનત કરતા રહો. ભવિષ્યમાં આ જ મહેનત તમને ફાયદો આપશે. કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

લવઃ- પતિ-પત્નીમાં સારો તાલમેલ જળવાયેલો રહેશે.

સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ પ્રત્યે બેદરકારી ન કરો.

--------------------------------

સિંહઃ-

પોઝિટિવઃ- રૂપિયાની આવકની દૃષ્ટિએ સમય શ્રેષ્ઠ છે. છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલાં કોઈ તણાવથી પણ આ મહિને રાહત મળી શકે છે. પરંતુ કોઈપણ કાર્ય કરતાં પહેલાં પારિવારિક સભ્યોની સલાહ લો

નેગેટિવઃ- આ મહિને કોઈપણ કામમાં રોકાણ કરવા માટે સમય યોગ્ય નથી. તમારી ઉપર જવાબદારીઓનો ભાર રહેશે. કોઈ સાથે પણ સંબંધ ખરાબ ન કરો.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં તમારી કામ કરવાની રીત ખૂબ જ સારી રહેશે.

લવઃ- પારિવારિક સભ્યોનો એકબીજા સાથે સહયોગ ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લા થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીમાં થોડો સુધાર આવી શકે છે.

--------------------------------

કન્યાઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે દરેક કામને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની કોશિશ કરશો અને તેમાં સફળ પણ થઈ શકો છો. સંપૂર્ણ ઇચ્છાશક્તિ સાથે તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે સમર્પિત રહેશો. યુવાઓને પોતાના કરિયરને લગતા શુભ સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- આ મહિને ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું જરૂરી છે. ધ્યાન રાખો કે ગુસ્સા અને જિદ્દ જેવી નકારાત્મક વાતોના કાણે તમે તમારું જ કામ ખરાબ કરી શકો છો. કોર્ટ કેસને લગતા મામલે કોઈ સમાધાન મળવાની આશા નથી.

વ્યવસાયઃ- આ સમયે વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે ધ્યાન રાખવાની જરૂરિયાત છે.

લવઃ- વિપરીત પરિસ્થિતિઓમાં જીવનસાથી તથા પરિવારના લોકોની પરેશાની દૂર થશે.

સ્વાસ્થ્યઃ- છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલી સ્વાસ્થ્યને લગતી પરેશાનીથી રાહત મળી શકે છે.

--------------------------------

તુલાઃ-

પોઝિટિવઃ- આ મહિને તમે નાણાકીય યોજનાને લગતાં કાર્યો ઉપર વધારે ધ્યાન આપો. તે ભવિષ્યમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. થોડો સમય આત્મમંથન તથા એકાંતમાં પસાર કરવાની કોશિશ કરો.

નેગેટિવઃ- વ્યક્તિગત વ્યવસ્થાના ચક્કરમાં પરિવારની જરૂરિયાતને ઇગ્નોર ન કરો. ગુસ્સા અને આવેશમા અનેકવાર કામ અંતિમ ચરણમાં અટકી પણ શકે છે. બાળકોની કોઇ સમસ્યાનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવાની કોશિશ કરો.

વ્યવસાયઃ- કોઈ નવા પ્રોજેક્ટને લગતો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં સક્ષમ રહેશો.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- અકારણ જ કોઈ કારણોસર તણાવ રહી શકે છે.

--------------------------------

વૃશ્ચિકઃ-

પોઝિટિવઃ- પોઝિટિવ પ્રવૃત્તિના લોકો સાથે સમય પસાર કરવાથી તમારા વ્યક્તિત્વમાં પણ નિખાર આવશે. છેલ્લાં થોડા સમયથી જે યોજના બનાવી છે, તે લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો યોગ્ય સમય છે. સામાજિક સીમા પણ વિશાળ થઈ શકે છે.

નેગેટિવઃ- ઉતાવળમાં લીધેલા થોડા નિર્ણય બદલવા પડી શકે છે. સમજી-વિચારીને કોઈ પગલું ભરો. ધ્યાન રાખો કે તમારી ભાવનાઓ અને ઉદારતાનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે.

વ્યવસાયઃ- કારોબારમાં મનગમતું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે.

લવઃ- પતિ-પત્નીમાં યોગ્ય તાલમેલનો ભાવ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.

--------------------------------

ધનઃ-

પોઝિટિવઃ- આ મહિને ઘરનું કોઈ વિશેષ કાર્ય સંપન્ન થઈ શકે છે. જો ઘરમાં સુધારને લગતી કોઈ યોજના બની રહી છે તો વાસ્તુ નિયમોનું પાલન કરો. પોતાની આસપાસના પોઝિટિવ લોકો સાથે થોડો સમય પસાર કરવાથી આત્મવિશ્વાસ વધશે.

નેગેટિવઃ- તમારા બજેટને તમારી જરૂરિયાત પ્રમાણે સીમિત અને સંતુલિત રાખો. કોઈ સાથે પણ વધારે વિવાદ ન કરો. તેનાથી તમારી જ માનહાનિ થઈ શકે છે. ઘરના કોઇ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં આજે થોડાં વિઘ્ન આવી શકે છે.

લવઃ- જીવનસાથી તથા પરિવારના લોકોનો સહયોગ તમારા મનોબળને જાળવી રાખશે.

સ્વાસ્થ્યઃ- ગેસ-વાયુના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.

--------------------------------

મકરઃ-

પોઝિટિવઃ- પારિવારિક જવાબદારીઓ ઉકેલવા સાથે-સાથે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ રસ લેવાથી સુખ-શાંતિ મળશે. કોઇ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન લાવશે.

નેગેટિવઃ- આ મહિને તમારી મહેનત પ્રમાણે યોગ્ય પરિણામ પ્રાપ્ત થઈ શકશે નહીં. વધારે ચર્ચા-વિચારણાંમા સમય પસાર થવાની સ્થિતિ હાથમાંથી સરકી શકે છે. યુવાઓ પણ મોજમસ્તીના કારણે પોતાના કાર્યોમાં બેદરકારી કરશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે.

લવઃ- પારિવારિક જીવન સુખમય પસાર થશે.

સ્વાસ્થ્યઃ- તણાવને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં.

--------------------------------

કુંભઃ-

પોઝિટિવઃ- આ મહિને કોઈ પણ કામ કરતી સમયે દિમાગની જગ્યાએ હૃદયનો અવાજ સાંભળો. તમારી દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખો. તેનાથી તમારા અનેક અટવાયેલાં કાર્યો ગતિ પકડી શકે છે.

નેગેટિવઃ- અન્ય ઉપર તમારી મરજી થોપશો નહીં. આવું થવાથી સંબંધો ખરાબ થઈ શકે છે. યુવાઓ પોતાના કાર્યોને લઇને અસંતુષ્ટ રહી શકે છે. ચિંતા ન કરો. જલ્દી જ સમય અનુકૂળ થઈ જશે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં સહયોગી અને કર્મચારીઓની સલાહને સન્માન આપો.

લવઃ- ઘરનું વાતાવરણ સુખમય રહેશે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય વધારે અનુકૂળ નથી.

--------------------------------

મીનઃ-

પોઝિટિવઃ- કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની શક્યતા છે. તમારું કોઈ મહત્ત્વપૂર્ણ કામ પણ યોજનાબદ્ધ રીતે પૂર્ણ થઈ શકે છે. બાળકોને પ્રોફેશનલ અભ્યાસમાં કોઈ વિશેષ સફળતા મળી શકે છે.

નેગેટિવઃ- બહારની ગતિવિધિઓને ફોનના માધ્યમથી જ પૂર્ણ કરવાની કોશિશ કરો. સાવધાની પણ જાળવો. નાની ભૂલના કારણે કોઈ પરેશાની ઊભી થઈ શેક છે. મહિલાઓ પોતાના માન-સન્માનને લઇને વધારે સજાગ રહેશે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં યોગ્ય વ્યવસ્થા બની રહેશે.

લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.

સ્વાસ્થ્યઃ- ઉધરસ, તાવ અને ગળને લગતી કોઈ પરેશાનીને ઇગ્નોર ન કરો.