તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજનું પંચાંગ:21 માર્ચ, શનિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ 

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ ફાગણ વદ - 12 વિક્રમ સંવત: 2076 આજનો મંત્ર જાપઃ ઓમ નીલવર્ણાય નમ: દિવસનાં ચોઘડિયાંઃ કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ રાત્રિનાં ચોઘડિયાંઃ લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ  શુભ ચોઘડિયાં: શુભ- 08.14થી 09.45, ચલ- 12.47થી 14.17, લાભ- 14.17થી 15.48, અમૃત- 15.48થી 17.19, લાભ- 18.50થી 20.19, શુભ- 21.48થી 23.17 યોગઃ સિદ્ધ કરણઃ ગર રાહુકાળઃ 09.00થી 10.30 દિશાશૂળઃ પૂર્વ આજનો વિશેષ યોગઃ જમશેદજી નવરોજ (પા.), શનિ પ્રદોષ, મહાવારુણી યોગ 19.40થી સૂર્યોદય, ભારતીય ચૈત્ર માસારંભ શાકે 19.42, સ્થિરયોગ 19.40થી સૂર્યોદય પંચક. આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી ભૈરવજી અને શ્રી હનુમાનજીની આરાધના કરવી તેમ જ તેમના મંદિરે કે યાચકને કાળા તલનું દાન આપવું શ્રેયકર મનાય છે. તિથિના સ્વામી: દ્વાદશીના સ્વામી શ્રી વિષ્ણુજી છે.  તિથિ વિશેષ: આજના દિવસે શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ કરવાથી સુખ તેમ જ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.  નક્ષત્રઃ આજે રાત્રે 19.40 વાગ્યા સુધી ધનિષ્ઠા ત્યારબાદ શતતારા. આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ગ, સ, શ, ષ અક્ષર પરથી પાડવું. આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ! આરોગ્ય : જાતકનું આરોગ્ય વર્ષ દરમિયાન ઉત્તમ જણાય. તેઓને મુખ્યત્વે ચામડી, કાન, સંધિવાતના રોગમાં વધારો જણાય. વિદ્યાર્થી : વિદ્યાક્ષેત્રે નવા પડાવો સર થાય. તેઓ પ્રશાસન, નાણા પ્રબંધન, શિક્ષણ, સાહિત્ય જેવા વિષયમાં વધારે પ્રગતિ કરે.  સ્ત્રી વર્ગ: લાગણી, પ્રેમ તેમજ કલ્પનાશક્તિનું પ્રમાણ વધારે જણાય. ગૃહ અને કાર્યક્ષેત્રમાં પોતાના કૌશલ્યથી આગવી પ્રતિભા મેળવે. કૌટુંબિક: કૌટુંબિક પ્રશ્નોને પ્રાધાન્ય આપે અને મહત્ત્વની ભૂમિકા ભજવે. વર્ષ દરમિયાન કૌટુંબિક સમરસતા જળવાઈ રહે.

અન્ય સમાચારો પણ છે...