શુભ મુહૂર્ત:17 એપ્રિલે શુક્ર ગ્રહના ઉદય થવાથી 20 જુલાઈ સુધી માંગલિક કાર્યો કરી શકાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ મહિને 8 દિવસ લગ્નના શુભ મુહૂર્ત રહેશે, 20 જુલાઈએ દેવશયની એકાદશીથી બીજા 4 મહિના સુધી મુહૂર્ત રહેશે નહીં

17 એપ્રિલ, શનિવારના રોજ શુક્ર ગ્રહ ઉદય થઇ જશે. તેની સાથે જ માંગલિક અને શુભ કામ શરૂ થઇ જશે. આ ગ્રહ 2 મહિના પહેલાં મંગળવાર, 16 ફેબ્રુઆરીના રોજ મકર રાશિમાં અસ્ત થઇ ગયો હતો. આ દરમિયાન શુભ અને માંગલિક કામ બંધ હતાં. પરંતુ, શનિવારે સાંજે લગભગ 7 વાગે પશ્ચિમ દિશામાં શુક્ર ગ્રહના ઉદય થયા પછી લગ્ન, ગૃહ પ્રવેશ અને જનોઈ જેવા શુભ કાર્યો શરૂ થઇ જશે.

એપ્રિલમાં લગ્ન માટે 8 મુહૂર્તઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે આ મહિને શુક્રના ઉદય થયા પછી 22 તારીખે પહેલું લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી 24 થી 30 એપ્રિલ સુધી એટલે 7 દિવસ સતત લગ્નનો સમયગાળો રહેશે. આ પ્રકારે એપ્રિલમાં માંગલિક કાર્યો માટે કુલ 8 દિવસ રહેશે. શુક્ર ઉદય થવાની સાથે આ દરમિયાન દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ શુભ સ્થિતિમાં રહેશે.

20 જુલાઈ સુધી 37 મુહૂર્તઃ-
શુક્ર ઉદય થયા પછી 20 જુલાઈ સુધી 37 લગ્નના મુહૂર્ત રહેશે. તેમાં એપ્રિલમાં 8 અને મે મહિનામાં સૌથી વધારે 15 દિવસ લગ્ન થઇ શકશે. જૂનમાં 9 અને જુલાઈમાં 5 દિવસ લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી જુલાઈમાં 20 તારીખે દેવશયની એકાદશીમાં માંગલિક કાર્યો માટે મુહૂર્ત રહેશે નહીં.

શુક્રના ઉદય થવાથી શુભ પ્રભાવ મળવા લાગશેઃ-
શુક્ર ગ્રહ પોતાની જ રાશિ વૃષભમાં ઉદય થવાથી તેના શુભફળ મળવા લાગશે. આ ગ્રહ લગ્નજીવન, સુખ અને ભોગ વિલાસનો કારક છે. તેના ઉદય થવાના પ્રભાવથી લગ્ન સુખ વધશે. થોડા લોકોને સ્વાસ્થ્યને લગતી પરેશાની પણ દૂર થઇ શકે છે.

એપ્રિલથી જુલાઈ સુધી લગ્નના મુહૂર્તઃ-
એપ્રિલઃ- 22, 24, 25, 26, 27, 28, 29 અને 30

મે:- 1, 2, 7, 8, 9, 13, 14, 21, 22, 23, 24, 26, 28, 29 અને 30

જૂનઃ- 3, 4, 5. 16,19, 20, 22, 23 અને 24

જુલાઈઃ- 1, 2, 7, 13 અને 15