તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Mangal Kark Rashi Parivartan (Mars Transit In Cancer) 2 June 2021; Rashifal (Astrological) Predictions For Libra Virgo Aquarius Sagittarius Pisces Leo And Other Zodiac Signs

મંગળની ચાલમા ફેરફાર:આ ગ્રહ 20 જુલાઈ સુધી નીચ રાશિમા અને શનિ સામે રહેશે, 6 રાશિના લોકો ઉપર ભારે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંગળ ઉપર શનિની દૃષ્ટિ પડવાથી અશુભ યોગ, દેશમાં ભૂકંપ અને આગની દુર્ઘટનાઓ બની શકે છે

મંગળ ગ્રહ 2 જૂનથી 20 જુલાઈ સુધી પોતાની નીચ રાશિ એટલે કર્કમા રહેશે. આ ગ્રહ ઉપર શનિની દૃષ્ટિ પણ રહેશે. મંગળના રાશિ પરિવર્તનથી દેશ-દુનિયા સાથે જ 12 રાશિઓ ઉપર પણ ખાસ અસર પડશે. મંગળ ગ્રહની શુભ અસર વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો ઉપર પડશે. આ રાશિના લોકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે અને પરાક્રમ વધશે. વૃશ્ચિક અને મીન રાશિના લોકો ઉપર તેની મિશ્રિત અસર જોવા મળી શકે છે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, સિંહ, ધન અને મકર રાશિના લોકોએ ખાસ કરીને સાવધાન રહેવું પડશે.

મંગળના કારણે આગની દુર્ઘટનાઓ અને ભૂકંપની શક્યતાઃ-
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે જ્યોતિષમા મંગળને ભૂમિ પુત્ર માનવામાં આવે છે. આ ગ્રહ પરાક્રમનો પણ કારક ગ્રહ છે. એવામાં આ આખું વર્ષ તે પોતાની અસર બતાવશે. આ સમયગાળા દરમિયાન ભારતીય સેનાનું પરાક્રમ પણ દુનિયાને જોવા મળી શકે છે. જોકે, મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે શનિની દૃષ્ટિ પડવાથી દેશ-દુનિયામા આગની દુર્ઘટનાઓ, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે છે.

મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે શનિની દૃષ્ટિ પડવાથી દેશ-દુનિયામા આગની દુર્ઘટનાઓ, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે છે
મંગળને ક્રૂર ગ્રહ પણ કહેવામાં આવે છે એટલે શનિની દૃષ્ટિ પડવાથી દેશ-દુનિયામા આગની દુર્ઘટનાઓ, ભૂકંપ, જનવિદ્રોહ જેવી ગંભીર પરિસ્થિતિ બની શકે છે

20 જુલાઈ સુધી 12 રાશિઓ ઉપર મંગળની અસરઃ-

મેષઃ- નોકરી અને બિજનેસમાં વિવાદની સ્થિતિ બની શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગુંચવાઈ શકે છે. માતા સાથે મતભેદ રહેશે. બચત પૂર્ણ થઈ શકે છે. કિસ્મતનો સાથ મળી શકશે નહીં. ઇલેક્ટ્રોનિક ખર્ચ વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં સાવધાન રહેવું. પારિવારિક ક્લેશ અને માનસિક અશાંતિનો સમય રહી શકે છે.

વૃષભઃ- મંગળના રાશિ બદલવાથી સાહસ અને પરાક્રમ વધશે. જેથી નોકરી અને બિઝનેસમાં ફાયદો મળી શકે છે. ભાઈ, બહેન, મિત્ર અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળશે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. યાત્રાઓનો યોગ બનશે. સ્વાસ્થ્યમા સુધાર આવશે. વિવાદમા વિજય પ્રાપ્ત થશે. કાયદાકીય મામલે નિર્ણય તમારા પક્ષમા આવે તેવા સંકેત છે.

મિથુનઃ- આ ગ્રહના રાશિ બદલવાથી અશુભ અસર રહેશે. અટવાયેલા રૂપિયા પાછા મલી શકે છે. ખર્ચ પણ વધી શકે છે. પ્રોપર્ટીને લગતો વિવાદ થવાની શક્યતાઓ છે. નોકરી અને બિઝનેસમાં વિઘ્ન આવી શકે છે. પારિવારિક અને માનસિક પરેશાનીઓ પણ થઈ શકે છે. વાહન સાવધાનીથી ચલાવો.

કર્કઃ- તમારી જ રાશિમા મંગળ ગ્રહના આવી જવાના કારણે સાવધાન રહેવું પડશે. નોકરી અને બિઝનેસમા મહેનત વધારે કરવી પડી શકે છે. ચીડિયાપણુ પણ રહી શકે છે. રોજિંદાના કાર્યો સમયે પૂર્ણ ન થવાના કારણે તણાવ વધી શકે છે. પ્રોપર્ટીને લગતા મામલાઓ ગુંચવાઈ શકે છે. સ્વાસ્થ્યને લગતા ઉતાર-ચઢાવ આવી શકે છે. લગ્નજીવનમા પરેશાનીઓ આવી શકે છે.

સિંહઃ- મંગળની અશુભ અસર રહેશે. આર્થિક મામલે મુંજવણ વધી શકે છે. ખર્ચ વધી શકે છે. ધનહાનિ પણ થઈ શકે છે. જૂના વિવાદ ફરીથી શરૂ થઈ શકે છે. ફાલતૂ દોડભાગ પણ થઈ શકે છે. ઈજા થવાની શક્યતા છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું પડશે.

કન્યાઃ- મંગળના કારણે પરાક્રમ વધશે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાની તક મળી શકે છે. કાયદાકીય નિર્ણયો તમારી ફેવરમા આવી શકે છે. ઇનકમના સોર્સ પણ વધશે. અટવાયેલાં રૂપિયા પણ મળી શકે છે. યોજનાઓ પૂર્ણ થઈ શકે છે. બાળકોને લગતી પરેશાનીઓ દૂર થશે.

તુલાઃ- નોકરી અને બિઝનેસમાં ઉન્નતિના યોગ છે. ધનલાભ થશે. પ્રોપર્ટીને લગતા મામલે ફાયદો થશે. સરકારી નોકરી કરનાર લોકો માટે ફાયદો આપનાર સમય રહેશે. ભાઈ, બહેન અને મિત્રોની મદદ પણ મળી શકે છે. કોઇ રહસ્યની વાત કે ગુપ્ત વાતની જાણકારી મળી શકે છે.

વૃશ્ચિકઃ- લેવડ-દેવડ અને રોકાણમાં કિસ્મતનો સાથ મળી શકે છે. મહેનત વધશે. યાત્રાઓનો યોગ છે. થાક પણ લાગી શકે છે. રોજિંદા કાર્યો સમયે પૂર્ણ થશે અને તેમાં સફળતા મળી શકે છે. સેવિંગ વધશે. લગ્નજીવન માટે પણ સમય સારો રહેશે. ભાઈઓ અને મિત્રો પાસેથી મદદ મળી શકે છે. મહેનતથી દરેક કામ પૂર્ણ થઈ શકે છે.

ધનઃ- મંગળના કારણે સ્વાસ્થ્યને લગતી પરેશાની રહેશે. નોકરી અને બિઝનેસમાં વિવાદ થવાની શક્યતાઓ છે. દુશ્મનોના કારણે પરેશાની વધી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો. ઈજા થઈ શકે છે. ગુસ્સાના કારણે કામકાજ ખરાબ થઈ શકે છે. જૂના વિવાદ પણ શરૂ થઈ શકે છે.

મકરઃ- સમય ઠીક રહેશે નહીં. લગ્નજીવનમા ઉતાર-ચઢાવ આવી શકે છે. સ્વાસ્થ્યને લગતી પરેશાનીઓ પણ થઈ શકે છે. રોજિંદા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. નોકરી અને બિઝનેસ માટે સમય ઠીક રહેશે નહીં. સેવિંગ પૂર્ણ થઈ શકે છે.

કુંભઃ- મંગળના કારણે જૂના વિવાદ ઉકેલાઈ જશે. મહેનત વધારે રહેશે. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકે છે. નોકરી અને બિઝનેસમાં ફાયદો મળી શકે છે. પ્રોપર્ટી ખરીદદારી કે વેચાણમાં ફાયદો થઈ શકે છે. માતા અને નાના ભાઈઓ પાસેથી મદદ મળશે. વિચારેલાં કાર્યો સમયે પૂર્ણ થઈ જશે.

મીનઃ- નોકરી અને બિઝનેસને લગતી નવી યોજના બનશે. પરંતુ તેના ઉપર કામ થઈ શકશે નહીં. નવા લોકો સાથે મુલાકાત અને વાતચીત થઇ શકે છે. બાળકોને લગતી પરેશાની રહેશે. લગ્નજીવનમા ઉતાર-ચઢાવ આવી શકે છે. ભાઈઓ અને મિત્રો સાથે મનમુટાવ કે મતભેદ રહી શકે છે.