• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Making A Small Change In The Name With The Help Of Numerology Brings About A Big Change In Destiny By Panckaj Nagar And Dr Rohan Nagar

ભાગ્યના ભેદ:અંકશાસ્ત્રની મદદ લઈને નામની અંદર નાનકડો ફેરફાર કરવાથી ભાગ્યમાં મોટું પરિવર્તન આવે છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

માનો યા ના માનો પરંતુ અંકશાસ્ત્ર રંકને રાજા બનાવે છે. શેક્સપિયર ભલે કહી ગયા હોય કે “વોટ ઇઝ ધેર ઇન અ નેમ?” લેકીન કેહને મેં ક્યા હર્ઝ હૈ? ક્યોંકી લિખના ઓર બોલના મહાન હસ્તિઓકી ફર્ઝ હૈ. અમે જોઈ જોઈને જોયું છે કે જે જાતકોના નામના અંકનો સરવાળો 4 કે 8 થાય જો એવા જાતકો કે જેઓ સીધા અંક 4 કે 8ની અસર હેઠળ આવતા હોય તેઓના જીવનમાં અપ્સ-ડાઉન(ચઢતી પડતી)મોટા પાયે આવે છે. અંકશાસ્ત્રના સરળ-સીધા બંધારણ અનુસાર અંક 4 પર રાહુ અને અંક 8 પર શનિની માલિકી અને અસર છે. બોલો આ બંને ગ્રહો હેરાન કરવામાં કોઈને છોડે?

(ડો.પંકજ નાગર જ્યોતિષ ક્ષેત્રે 37 વર્ષનો અનુભવે ધરાવે છે સાથે સાથે ડો.પંકજ અને ડો.રોહન જ્યોતિષશાસ્ત્રમાં અંગ્રેજી ભાષામાં પુસ્તક લખનારા પ્રથમ લેખકો છે.)

અંકશાસ્ત્રના અનુસંધાને આજે આપણે કેટલાક વાસ્તવિક અને સફળ કિસ્સાઓ વિષે વિચારીએ. આજે અમે જેની વાત કરીશું એ સફળ વ્યક્તિનું નામ પલક છે. જ્યારે પલક અમને પહેલી વાર મળી ત્યારે તેના ચેહરા પર સમ ખાવા પૂરતી પણ હાસ્યની ઝલક હતી નહી. તેના હાથની તમામ આંગળીઓ પર નંગનો ઢગલો. નંગમાં ગુરુ-શનિ-મંગળ કે શુક્ર એમ અસંખ્ય ગ્રહોને આંગળીએ ધારણ કર્યા બાદ પણ પલકના જીવનમાં કોઈ રોનક કે ચાનક દેખાય જ નહી. પલકની સફળતાનો પતંગ માંડ માંડ ઉડે અને કપાઈ જાય. અમે તેની કુંડળીની પ્રાથમિક તપાસ બાદ અંકશાસ્ત્રની ગણતરીઓનો સહારો લીધો. પલકનો જન્મ ૦1-૦4-1991ના રોજ થયેલો અને અંગ્રેજીમાં તેનો સ્પેલિંગ P A L A K થાય. જન્મ તારીખનો સરવાળો 25 થાય અને 25 એટલે 2+5=7 થાય. અંકશાસ્ત્ર મુજબ પલક જન્મ તારીખ અનુસાર અંક 7 ની સીધી અસર હેઠળ આવે. અંક 7 એ અતિ શુભ અંક છે અને તેના પર નૅપ્ચ્યુન ગ્રહની અસર છે.

નૅપ્ચ્યુન સ્વપ્નસેવી ગ્રહ છે અને શુક્ર એ ઐશ્વર્યનો ગ્રહ છે
નૅપ્ચ્યુન સ્વપ્નસેવી ગ્રહ છે અને શુક્ર એ ઐશ્વર્યનો ગ્રહ છે

નૅપ્ચ્યુન એટલે વિદેશ સાથેનો નાતો. નૅપ્ચ્યુન એટલે સમગ્ર જીવનનું આમુલ પરિવર્તન. નૅપ્ચ્યુન એટલે કારકિર્દીની કાયાપલટ અને સફળતાઓનો સાગર. નૅપ્ચ્યુન સાથે સંકળાયેલા અંક 7ની દાસ્તાન પણ અજીબોગરીબ છે. સૂર કેટલા? તો સાત, મૂળ ગ્રહો કેટલા? તો સાત...અઠવાડિયાના વાર કેટલા? તો સાત. રાત્રે તમે આકાશ તરફ નજર કરો સપ્તઋષિ તારાનું મનોહર-આકર્ષક જૂથ નજરે પડે છે. આ તારાઓના ઝૂમખાની સંખ્યા કેટલી? જવાબ છે સાત. મેઘધનુષના રંગ સાત, સમુદ્રની સંખ્યા સાત(સાત સમુંદર પાર સે તેરે પીછે પીછે આ ગઈ) લો ભાઈ સાતના અંકની જમાત અને નાત બહુ મોટી થઇ ગઈ. અંકશાસ્ત્રમાં 7 જેવો કોઈ શુભ અંક નથી.

હવે પલકના જન્માંક 7ની વાત કરીએ. જન્મ તારીખ મુજબ પલકનો જન્મ 7ના અંક હેઠળ થયેલો પરંતુ તેના નામના સ્પેલિંગ પલકનો સરવાળો P=8, A=1, L=3, A=1 અને K=2 નો સરવાળો 15 એટલે કે 6 થાય. અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા નામના અંક અને જન્મ તારીખના અંક વચ્ચે તાલમેલ હોવો જરૂરી છે. પલકના સ્પેલિંગનો સરવાળો 6 થાય અને જન્મ તારીખનો સરવાળો 7 થાય. પલકની જન્મ તારીખમાં તો ફેરફાર કરી શકાય નહી પરંતુ નામની વેલ્યુમાં સરળતાથી બદલાવ લાવી શકાય. અમે પલકને સુચન કર્યું કે તું તારા નામના સ્પેલિંગમા ફેરફાર કરવા તૈયાર હોય તો તને અવશ્ય સફળતા મળશે. પલક સહર્ષ સહમત થઈ અને અમે પલકના મૂળ સ્પેલિંગમાં નીચે પ્રમાણે ફેરફાર કર્યો. હવે આપણી P A L A K પોતાના વીઝીટીંગ કાર્ડ-લેટર પેડ અને અન્ય જગ્યાઓએ P A L A K ના બદલે પોતાનું નામ P A L U C K K લખે છે.

નામના સુધારા સાથે અંકશાસ્ત્ર મુજબ P A L U C K K સરવાળો સાત થાય અને તેની જન્મ તારીખ ૦1-૦4-1991નો સરવાળો પણ 7 થાય. આમ નામ અને જન્મ તારીખનું ટ્યુનીંગ (તાલમેલ)થયા બાદ આશ્ચર્યની અને ખુશીની વાત એ છે આજે પલકની રોશની અને તેજ અમેરિકામાં પ્રસરી ગયું છે. અત્યારે તે શિકાગોમાં એક સોફ્ટવેર કંપનીની માલીક છે. જોયોને કમાલ નામના ફેરફારનો? ખરેખર વિચારો તો પલકની જન્મ તારીખનો સરવાળો 6 શુક્રની અસર હેઠળનો શુભ અંક જ હતો અને શુક્ર સોફ્ટ વેયર વ્યવસાયનો કારક ગ્રહ પણ છે. પરંતુ જન્મ તારીખનો સરવાળો 7 અને નામનો સરવાળો 6 પલકની જન્મ તારીખ નેપ્ચ્યુનની અસર હેઠળ અને નામ શુક્રની અસર હેઠળ હતાં. નૅપ્ચ્યુન સ્વપ્નસેવી ગ્રહ છે અને શુક્ર એ ઐશ્વર્યનો ગ્રહ છે. પલકે પોતના સ્વપ્ન પૂર્ણ કરવા શુક્રના ઐશ્વર્યમાં ઝડપ ઉમેરવાની હતી. આપણે અંકશાસ્ત્રના ઉપયોગ દ્વારા પલકના નામમાં ફેરફાર કરી પલકને નવું લક (ભાગ્ય) બક્ષ્યુ.

(બંને લેખકો એ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પબ્લીશ કર્યો છે)