ભાગ્યના ભેદ:ધર્મ, વિજ્ઞાન અને ગ્રહોના સહારે દિવાળીને નસીબવંતી બનાવો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નસીબ એ ધનનું પ્રિય સંતાન છે અને એટલે જ નસીબ નામનું સંતાન ધનવાનોના ઘરમાં જ રહે છે

જીવનનો મર્મ કહો કે અર્ક માત્ર ત્રણ શબ્દોમાં જ સમાયેલો છે. આ ત્રણ શબ્દો એટલે તન, મન અને ધન. જો માનવી પર આ ત્રણ શબ્દોની કૃપા હોય તો ઈશ્વરના આશીર્વાદ આપોઆપ મળી જાય છે. પ્રાચીન કાળમાં હેલ્થ ઈઝ વેલ્થ અર્થાત તંદુરસ્તી એ જ સંપત્તિ એ પ્રકારનું સૂત્ર અમલમાં હતું પરંતુ કાળક્રમે આ સૂત્રનું રૂપ અને સ્વરૂપ બદલાઈ ગયું છે. આજે વેલ્થ ઈઝ હેલ્થ એવી ગેરસમજ સમાજમાં પ્રવર્તી રહી છે. અલબત્ત આ માન્યતાને અચેતન મન અને અંતરમનથી માનસિક વેદના સાથે સ્વીકારવી પડે છે કારણ કે ધનનું સુખ હોય તો તન અને મન આપોઆપ તંદુરસ્ત થઈ જાય છે તે કડવું પણ સાર્વત્રિક સત્ય છે. કોઈ મને પૂછે કે નસીબ એટલે શું?

તો હું વિના સંકોચે કહું કે નસીબ એ ધનનું પ્રિય સંતાન છે અને એટલે જ નસીબ નામનું સંતાન ધનવાનોના ઘરમાં જ રહે છે.
તો હું વિના સંકોચે કહું કે નસીબ એ ધનનું પ્રિય સંતાન છે અને એટલે જ નસીબ નામનું સંતાન ધનવાનોના ઘરમાં જ રહે છે.

જો તમારી કુંડળીમાં નસીબ ના હોય તો તમે ડુંગળી પણ ના ખરીદી શકો. કારણ કે......

દૈવમ ફલતિ સર્વત્ર ન ચ વિદ્યા ન પૌરુષમ!

સમુદ્રમથનાલ્લેભે હરિર્લક્ષ્મી હરો વિષમ!!

સર્વત્ર નસીબ જ ફળદાયી બને છે, વિદ્યા કે પુરુષતાન કામ લાગતું નથી. સમુદ્રમંથનનો પરિશ્રમ કરવાથી વિષ્ણુને લક્ષ્મી અને શંકરને ઝેર મળ્યું.

આવો...વાચક મિત્રો-ધર્મ, વિજ્ઞાન અને ગ્રહોના સહારે દિવાળીને નસીબવંતી બનાવી નવા સંવતના ઉત્સવને ઉજવીએ. આ લેખને ધ્યાનથી વાંચવાની અને શ્રદ્ધાપૂર્વક તેનો અમલ કરવાની..પછી આવતા વર્ષે અમને જણાવજો કે કેવો રહ્યો તમારો ધનનો યોગ, મનનો સંયોગ અને તનનો રોગ?

કોઈ પણ ઘરનું પ્રવેશદ્વાર માત્ર ઘરમાં રહેતા સભ્યોના પ્રવેશ પૂરતું જ નથી હોતું પરંતુ તમારા મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા તમારા ઘરમાં દુષ્ટ અને અનિષ્ટ શક્તિઓ પણ આપોઆપ પ્રવેશ લઈ લે છે. જો નવા વર્ષથી જ તમે તમારા પ્રવેશદ્વારને પોઝિટિવ ઓરા, આલ્ફા-બીટા-ગામા-ડેલ્ટા કિરણોત્સર્ગ શક્તિઓના ઉપયોગ વડે સુરક્ષા સર્કલ પુરું પાડી દો તો સમગ્ર વર્ષ તમને અને કુટુંબના સભ્યોને તન-મન-ધનનું સુખ પ્રાપ્ત થાય છે. નાડી સંહિતા, સૂર્ય સંહિતા અનુસાર માનવીનું સમગ્ર જીવન હ્રદય અને મન વડે સંચાલિત છે. ઈશ્વરે માનવીની દૈહિક રચનામાં હ્રદયને ડાબી બાજુ અને મગજને જમણી બાજુ રાખ્યું છે. વાસ્તુશાસ્ત્રના આધાર ગ્રંથ “ઇસ્તિ” અનુસાર મુખ્ય પ્રવેશદ્વારની બરોબર ઉપર ડાબી બાજુ હ્રદય અને જમણી બાજુ મગજ આવેલું છે. આથી જ નવું મકાન ખરીદ કરતાં પહેલા મકાનના મુખ્ય દરવાજાની પસંદગી પર વધારે ભાર મૂકવામાં આવે છે. સમગ્ર વાતનું તાત્પર્ય એટલું જ કે ઘરનો મુખ્ય દરવાજો જો સચવાઇ જાય તો તમારું નસીબ અને ભવિષ્ય પણ સુધરી જાય. અમારી વાતમાં ધર્મ, વિજ્ઞાન અને જ્યોતિષના ત્રિવેણી સંગમની સફળતાનો દમ છે.

અહીં જણાવેલો પ્રયોગ આપે તા.4 નવેમ્બર,2021ના ગુરુવારે દિવાળીની સવારે 10-10 કલાકે અમલમાં મૂકવાનો છે. આ અદ્દભુત પ્રયોગ સ્વાતિ નક્ષત્રના પેહલાં પદમાં કરવાનો હોય છે. અમાસ અને સ્વાતિ નક્ષત્રનો સંયોગ હોઈ પ્રયોગનો લાભ બેવડાઈ જશે. સવારે 10=10 કલાકે નક્ષત્ર સ્વાતિ પ્રથમ ચરણ અને શુક્રની હોરા હોઈ શ્રદ્ધાપૂર્વક વિધિ કરનારા જાતકોને પ્રયોગના 100 દિવસની અંદર જ સંપત્તિવાન થવાના કે અન્ય કોઈ લાભ મળવાના સંકેત મળવા લાગે છે. આ પ્રયોગ પુરુષે કરવો. ઉપરોક્ત જણાવેલા સમયે પીતાંબર ધારણ કરી તમારા ઘરના મુખ્ય દરવાજા અંદર ઊભા રહી દરવાજાની ડાબી બાજુ છેક ઉપર રેશમી વસ્ત્રમાં સવા રૂપિયો એક ગોમતી ચક્ર, અક્ષત ચોખા અને કંકુ મૂકી તેની પોટલી બનાવી ખીલીના આધારે લટકાવવી. ત્યારબાદ દરવાજાની છેક ઉપર જમણી બાજુ રેશમી વસ્ત્રમાં એક ગાંગડો મીઠાનો, એક ટુકડો ફટકડી, એક ટુકડો લાકડાના કોલસાનો અને હળદરનો ગાંઠિયો મૂકી પોટલી બનાવી તેને પણ ખીલીના આધારે ટિંગાળી દેવું. દરવાજાની બરોબર વચ્ચે તમારી કુંડળીની ફોટો સ્ટેટ કોપી એક રેશમી વસ્ત્રમાં પોટલી બનાવી લટકાવવી. આ વિધિ થયા બાદ દીવો અગરબતી કરી નવ ગ્રહના મંત્રની એક એક માળા કરવી. સમગ્ર વર્ષ આ પદાર્થોને ત્યાં જ રહેવા દેવા.

આ પ્રયોગ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણએ-
મીઠું શારીરિક ઓરાને સમતોલ રાખવાનો ગુણ ધરાવે છે. આજે પણ નજર ઉતારવા, ઘરમાં પોતા કરવા, દફનવિધિમાં, પ્રાણીક હીલિંગમાં, ખાવાપીવામાં, ગળાનો સોજો ઉતારવા ઉપરાંત દાંતને સડતા અટકાવવા મીઠાનો ઉપયોગ થાય છે. પૃથ્વી પરના 3/4 દરિયામાં મીઠાનો વાસ-રહેવાસ છે. બેસતા વર્ષે સબરસ લઇલોના અવાજ સાથે નવા વર્ષની શરૂઆત પણ મીઠાના ગાંગડાથી થાય છે. આ બધું જ મીઠામાં રહેલાં આલ્ફા-બીટા-ગામા અને ડેલ્ટા ઈલેક્ટ્રો મેગ્નિફાઈંગ કિરણોને આભારી છે. ફટકડી પાસે જબરદસ્ત એંટીસેપ્ટિક શક્તિ છે. જૂના જમાનામાં રોમન સૈનિકોને શરીર પર ઘા વાગે તો ફટકડીના પાણીમાં અંગને ડબોળી રાખતા હતા આજે પણ દાઢી કરતાં રેજર વાગી જાય તો ફટકડી લગાવવામાં આવે છે. ફટકડીના કોગળા કરવા અગર મોટી મોટી ટાંકીઓના પાણીના શુદ્ધિકરણ માટે ફટકડીનો ઉપયોગ થાય છે. હળદર એટલે લોહીનું શુદ્ધિકરણ, હળદર એટલે દીકરીના હાથ પીળા કરવાનું શુભત્વ અને વરવધૂને પીઠી ચોળી નવજીવન શરૂ કરવાનું અનોખુ એંટીસેપ્ટિક-એંટીબાયોટિક તત્વ. કોલસો એટલે મેલી શક્તિઓ સામેનો અજેય લડવૈયો.

ગોમતી ચક્ર એટલે દરિયાઈ ચુંબકીય શક્તિઓનું પ્રતિક. ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિચારીએ તો આ નાનકડા પત્થર પર સ્વયમ ભગવાન વિષ્ણુ, માં લક્ષ્મી અને શેષનાગના આશીર્વાદ અને કૃપા છે. જ્યારે તમે અહી જણાવેલો પ્રયોગ કરો ત્યારે વચ્ચે સ્થાપિત કરેલી તમારી કુંડળી અને તેના તમામ ગ્રહો આ પદાર્થોના શુભત્વની અસરમાં આવે છે. આખું વર્ષ તમે અને તમારા ગ્રહો અનિષ્ટ, દુષિત, મેલી શક્તિઓની ચુંગાલથી મુક્ત રહે છે. ફલ: સ્વરૂપ તમારું સમગ્ર વર્ષ તન-મન અને ધનની દૃષ્ટિએ શ્રેષ્ઠ બની જાય છે. અને હા, અંતમાં એક વાત ચોક્કસ કહીશ કે લક્ષ્મી, ભાગ્યની દેવીનો સાથ અને કૃપા કાયમ જોઈતી હોય તો તેમને રોજ યાદ કરવા જરૂરી છે. અહી આપેલો મંત્ર રોજ દીવો ધૂપ કરી 108 વાર કરશો તો લક્ષ્મીજીની કૃપા બારે માસ તમારા પર રહેશે.

નૂતનવર્ષની શુભ કામનાઓ સાથે......બાય.

(આ પ્રયોગમાં માત્ર તિથિ, નક્ષત્ર અને હોરાનું જ મહત્ત્વ છે. આ પ્રયોગમાં ચોઘડિયું ધ્યાનમાં લેવાનું નથી )

આ અદ્દભુત પ્રયોગના લેખકોએ આ લેખ drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પ્રસિદ્ધ કર્યો છે