14 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે તમારું સ્વાસ્થ્ય ખરાબ રહી શકે છે, જેના કારણે તમે તમારો આખો દિવસ બેચેનીમાં પસાર કરશો. કામકાજમાં કોઈનો સાથ તમને લાભ કરાવશે, આજે ભાગ્ય તમારી સાથે રહેશે. પ્રગતિના પંથે જવા તનતોડ મહેનત કરવી પડશે.
શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 1
----------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે, આજનો દિવસ કામકાજની દ્રષ્ટિએ લાભદાયક સિદ્ધ થશે. આજે બધાની સાથે મધુર વ્યવહાર રાખજો. વ્યવસાયમાં લાભદાયક સ્થિતિ રહેશે. લોકોથી સન્માન પ્રાપ્ત થશે. નોકરીમાં પણ પોતાના સિનિયર અધિકારીઓથી પ્રશંસા પ્રાપ્ત થશે.પદોન્નતિ પણ થઈ શકે છે.
શું કરવું - પીળી વસ્તુનું દાન કરો.
ભાગ્યશાળી રંગઃ- મરુણ
ભાગ્યશાળી અંકઃ- 3
----------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજે તમે પરિવારના લોકો માટે બિઝી શિડ્યુલમાંથી પણ સમય ફાળવશો. તેમની સાથે સારી વાતચીત કરશો. ધનની આપૂર્તિ કરવા માટે તમારા મિત્રો તમારી સહાયતા કરશે. વિદ્યાર્થીઓને આજે પરીક્ષા વગેરેમાં સફળતા મળી શકે છે.
શું કરવું - ભગવાન વિષ્ણુની પૂજા કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
----------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજનો દિવસ રૂપિયા-પૈસા માટે ખૂબ જ મહત્વનો રહેશે, ઘનને લગતા મામલાઓ સારા રહેશે. પોતાના મિત્રોની સાથે વાર્તાલાપ થઈ શકે છે. મન પ્રસન્ન રહેશે. આજે ચતુરાઈનો પરિચય આપીને કાર્યોમાં સફળ થશો. જરૂરિયાતથી વધારે ગુસ્સો પરેશાની વધારશે.
શું કરવું - જરૂરિયાતમંદ લોકોની મદદ કરો.
ભાગ્યશાળી રંગઃ- ગુલાબી
ભાગ્યશાળી અંકઃ- 9
----------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, આજે તમારો દિવસ ઉત્તમ રહેશે. કાર્યક્ષેત્રમાં પોતાની પ્રતિભા દેખાડવાની તક મળશે. આવક વધારવાની સારી તકો તમને મળી શકે છે. સામાજિક મોર્ચે નેટવર્કિંગ ફાયદાકારક સાબિત થશે, પરિવારમાં તમારો પોઝિટિવ વ્યવહાર લોકોને પ્રભાવિત કરશે.
શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો. શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે ભાગ્યનો પૂરો સાથ તો નહીં મળે પરંતુ તમને કોર્ટ-કચેરીને લગતા મામલાઓમાં થોડી રાહત મળી શકે છે. આજના દિવસે તમે પોતાની બુદ્ધિમત્તા અને ચતુરાઈનો પરિચય આપીને પોતાના કાર્યો સરળતાથી પૂરાં કરશો. શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- જાંબુડીયો
શુભ અંકઃ- 8
----------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આજે ઘરમાં પ્રેમ અને સમજદારી જોવા મળશે. તમે કોઈ પ્રોજેક્ટ રિસર્ચ પર કામ કરી શકો છો. વેપારમાં જોડાયેલ લોકોને ઈમાનદારીની સાથે કામ કરવા જોઈએ. પોતાની વાતો પોતાના પ્રિય વ્યક્તિને સમજાવવામાં પરેશાની આવી શકે છે.
आશું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
----------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, આજે બીજા શું કરી રહ્યાં છે તેને સાંભળો. અધિકારીઓ સાથે ઓળખાણ થશે. આજે બીજાને આપેલ ધન પાછું મળી શકે છે. બીનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરો. જીવનસાથીની સાથે કોઈ પ્લાનિંગ કરશો. આજે કોઈ દાન પુણ્ય કરી શકો છો.
શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
----------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે તમારે નાની-નાની વાતો પર ગુસ્સો કરવાથી બચવું જોઈએ. ઓનલાઈન વેપાર કરતાં હોવ તો તમારે વેપારને વધારવા માટે કોઈ યોજના બનાવવી જોઈએ. બાળકોની સાથે તમે ખુશીની પળો વિતાવશો. સંબંધોમાં કંઈક નવીન તાજગીનો અહેસાસ થશે. શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.