મંગળવાર, 24 જાન્યુઆરીનો દિવસ અંકશાસ્ત્રની દૃષ્ટિએ તમારા માટે કેવો રહેશે? જાણીતા જ્યોતિષાચાર્ય નસ્તૂર બેજાન દારૂવાલા પાસેથી જાણી લો.
અંકઃ- 1
ગણેશજી કહે છે કે, આજે પરિવારની સાથે કોઈ ધાર્મિક જગ્યાએ જવાનો કાર્યક્રમ બની શકે. વિશ્વામ અને મનોરંજનના કાર્યક્રમોમાં સમય વિતશે. બાળકોની કોઈ સફળતાથી ઘરમાં ઉત્સવનો માહોલ રહે. આળસને લીધે કેટલાક કામ અધૂરા રહે. એટલા માટે પોતાની ઊર્જા અને દક્ષતા ટકાવી રાખો. આર્થિક મામલાઓમાં સમજી-વિચારીને કોઈ નિર્ણય નહીં લો તો ભૂલ થઈ શકે. વેપારમાં કોઈ નિર્ણય લેવો મુશ્કેલ રહે.
શું કરવું - ગુરુજન કે વડીલના આશીર્વાદ લો.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 2
-----------------------------------
અંકઃ- 2
ગણેશજી કહે છે કે તમે પોતાની અંદર પૂર્ણ ઊર્જા અને સ્વયંના સંચારનો અનુભવ કરશો. બીજાના નિર્ણય પર પોતાના નિર્ણયને પ્રાથમિકતા આપો., સફળતા જરૂર મળશે. જો વિરાસતમાં મળેલી સંપત્તિને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તેને ઉકેલવાનો આજે યોગ્ય સમય છે. તમારો ગુસ્સાવાળો સ્વભાવ કામમાં બાધા નાખી શકે છે. એટલા માટે જૂરરી છે કે તમે પોતાના આક્રમક સ્વભાવ અને ગુસ્સા પર કંટ્રોલ રાખો. કોઈ નાની વાતને લઈને ભાઈઓ વચ્ચે અણબનાવ થઈ શકે.
શું કરવું - ગણેશજીને લાડુનો ભોગ લગાવો.
શુભ રંગઃ- બાદામી
શુભ અંકઃ- 11
-----------------------------------
અંકઃ- 3
ગણેશજી કહે છે કે, આજનો મોટાભાગનો દિવસ રચનાત્મક કામોમાં પસાર થશે. ગૃહ નવીનીકરણ તથા સજાવટના કાર્યોની રૂપરેખા તૈયાર થશે. તો સંતાનના કરિયરને લઈને શુભ સમાચાર મળવાથી તમને પ્રસન્નતા પ્રાપ્ત થશે. ખોટા કાર્યોમાં સમય પસાર કરવાથી મહત્વપૂર્ણ કામ અટકી શકે. તમારા સ્વભાવમાં ગુસ્સાથી કેટલાક સંબંધો ખરાબ થઈ શકે. વેપાર પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. પતિ-પત્ની વચ્ચે સંબંધો મધુર રહેશે.
શું કરવું - શિવ ચાલીસાનો પાઠ કરો.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 3
-----------------------------------
અંકઃ- 4
ગણેશજી કહે છે કે, આજે ઓનલાઈન શોપિંગ અને મોજ-મસ્તીમાં સમય વિતશે. રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ વધશે. કરિયર સાથે જોડાયેલ કોઈ મહત્વપૂર્ણ ખબર મળવાથી યુવાનો તણાવમુક્ત થશે. પોતાની દિનચર્યાને નિયમિત રાખો, નહીં તો લાપરવાહીને લીધે કોઈ મહત્વપૂર્ણ કામ રોકાઈ શકે છે. બાળકોની ગતિવિધિઓ અને મિત્રો પર નજર રાખવાની જરૂર છે. મીડિયા, શેયર બજાર, કંપ્યૂટર વગેરે સાથે જોડાયેલ વ્યવસાયમાં સફળતા મળી શકે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે.
શું કરવું - માતા સરસ્વતીની પૂજા કરો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
-----------------------------------
અંકઃ- 5
ગણેશજી કહે છે કે, સંપત્તિની લેન-દેનને લગતી યોજનાઓ બનશે. ઘરમાં નજીકના સંબંધીઓ આવી શકે છે. એક-બીજા સાથે મલવાથી ઘરમાં ખુશીનો માહોલ રહેશે. તમારું કોઈ ખાસ ટેલેન્ટ લોકોની સામે આવશે જેનાથી સમાજમાં તમારું માન-સન્માન વધશે. પૈતૃક સંપત્તિને લઈને ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે. થોડી સાવધાની રાખશો તો બધુ થાળે પડી જશે. માર્કેટિંગ સાથે જોડાયેલ કાર્યો અને ચૂકવણી વગેરેમાં આજનો દિવસ પસાર થશે. કોઈ બહારના વ્યક્તિના હસ્તક્ષેપને લીધે તણાવ પેદા થઈ શકે છે.
શું કરવું - સફેદ વસ્તુનું દાન કરો.
શુભ રંગઃ- આસમાની
શુભ અંકઃ- 21
-----------------------------------
અંકઃ- 6
ગણેશજી કહે છે કે, આજે અચાનક કોઈ શુભ સમાચાર મળવાથી તમને વધુ ખુશી મળી શકે છે. તો ઘરમાં માંગલિક કાર્યોની યોજના બનશે. લાભકારી યાત્રાના યોગ બની રહ્યાં છે, એટલા માટે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાની તક મળશે. ઘરનું યોગ્ય વાતાવરણ બનાવી રાખજો, કારણ કે બાળકોને અભ્યાસમાં પરેશાની આવી શકે છે. રૂપિયા ઊધાર કે ચુકવણી આજે ન કરશો. કામ વધુ રહેવાથી પતિ-પત્ની એકૃ-બીજાને સમય નહીં આપી શકે. શું કરવું - શિવલિંગ પર દૂધ ચઢાવો.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 3
-----------------------------------
અંકઃ- 7
ગણેશજી કહે છે કે, આ સમયે ગ્રહો અને ભાગ્ય તમારી સાથે છે. તેનો ઉપયોગ કરવો તમારી પર નિર્ભર છે. વિરાસતમાં કોઈ સંપત્તિમાં કોઈ લાભ મળી શકે છે. લાભકારી યાત્રા પૂરી થઈ શકે છે અને આવકના સોર્સ પણ મળી શકે છે. એ ધ્યાન રાખજો કે ખોટી ગતિવિધિઓમાં આવકના સોર્સનો ખરાબ ઉપયોગ કરીને બજેટ ન બગાડશો. કોઈ પ્રકારની લેન-દેનથી બચજો. વડીલોનું સન્માન જાળવી રાખજો. આજે વ્યાવસાયિક જગ્યાએ મહત્વપૂર્ણ નિર્ણય ન લેશો. સ્વાસ્થ્ય સારું રહેશે.
શું કરવું - માતા-પિતાના આશીર્વાદ લો.
શુભ રંગઃ- બ્રાઉન
શુભ અંકઃ- 7
-----------------------------------
અંકઃ- 8
ગણેશજી કહે છે કે, સમય સંપત્તિ વેચવા કે ખરીદવા માટે સારો છે. ધાર્મિક કે સામાજિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થઈ શકે છે. જો તમે આ સમયે રોકાણ કરવાની યોજના બનાવી રહ્યાં હોવ તો આ તમારી કિસ્મત માટે ખૂબ જ સારું રહેશે. મનમાં કારણ વગરની બેચેની અને તણાવ રહી શકે છે. પ્રકૃત્તિની નજીક સમય વિતાવો. યુવાનોએ પોતાના કરિયર પર વધુ ધ્યાન આપવું. સંપત્તિ, વીમો, કમીશન વગેરેના વ્યવસાયોમાં મહત્વપૂર્ણ સોદાઓ થઈ શકે. કોઈ પ્રકારની સ્કીન એલર્જી થઈ શકે છે.
શું કરવું - ગૌમાતાને લીલું ઘાસ ખવડાવો,
શુભ રંગઃ- ક્રીમ
શુભ અંકઃ- 16
-----------------------------------
અંકઃ- 9
ગણેશજી કહે છે કે, આજે તમારી મુલાકાત કોઈ વગદાર રાજનીતિક વ્યક્તિ સાથે થઈ શકે છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે. ઉન્નતિની તકો મળશે. આજે કામ પોતાના હાથે જ કરવું પડશે એટલે સમય બરબાદ ન કરશો. આળસને લીધે તમે કોઈ કામથી બચવાનો પ્રયાસ કરશો. મિત્રોની સલાહ પર વધુ ભરોસો ન કરીને પોતાના નિર્ણયને સર્વોપરી રાખજો. પોતાના સહકર્મી કે કર્મચારીની સાથે સારા સંબંધો બનાવી રાખવા જરૂરી છે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.
શું કરવું - માતા લક્ષ્મીની પૂજા કરો.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 12
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.