લોકડાઉનમાં આર્થિક સંકટ / કર્ણાટકમાં 35 હજાર મંદિરોના પૂજારી રાહત માટે કોર્ટની શરણમાં, સરકારને નોટિસ

lockdown 4.0 Archana priest of 35 thousand temples in Karnataka for court relief, notice to government
X
lockdown 4.0 Archana priest of 35 thousand temples in Karnataka for court relief, notice to government

  • ગ્રેડ સી ધરાવતાં મંદિરોમાં પૂજારીઓ અને સેવકો માટે ભરણપોષણનું સંકટ
  • 27 મેના રોજ આ મામલે સુનવણી થશે

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 07:37 AM IST

લોકડાઉનના કારણે માત્ર ઉદ્યોગો પર જ નહીં, મંદિરો ઉપર પણ આર્થિક સંકટ છે. તમિલનાડુના 8 હજાર મંદિરોએ વીજળી બિલ માફ કરવાની માંગ કરી છે. કર્નાટકમાં 35 હજારથી વધારે મંદિરોના સેવક અને પૂજારીઓએ આર્થિક મદદ માટે કોર્ટની શરણ લીધી છે. હાલમાં જ, કર્નાટક હાઇકોર્ટમાં એક જનહિત અરજી જાહેર કરી છે, જેમાં કર્નાટકના નાના અને મધ્યમ મંદિર (જે સી શ્રેણીમાં આવે છે)ના સેવકોને આર્થિક મદદ આપવાની માંગ કરવામાં આવી છે.

અરજીમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, કર્નાટક સરકાર અંતર્ગત આવતાં આ મંદિરોના પૂજારી અને સેવકોને થોડી આર્થિક મદદ આપવી જોઇએ. કર્નાટકમાં કુલ 50 હજારથી વધારે મંદિર છે. જેમાંથી લગભગ 35 હજાર 500 મંદિરો નાના અથવા સી શ્રેણીના મંદિરોમાં આવે છે. આ મંદિરોની મુખ્ય કમાણી દાન-દક્ષિણા જ હોય છે. પરંતુ, નેશનલ લોકડાઉનના કારણે બે મહિનાથી આવક બંધ છે. મંદિરોના સેવકોને મંદિરની ગતિવિધિઓ સંચાલન કરવાં, દૈનિક ખર્ચા અને પોતાના ભરણપોષણ કરવામાં પણ પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કર્નાટક હાઇકોર્ટની બેંચ, જેમાં ચીફ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને જસ્ટિસ કે. એન. ફણીન્દ્રે વકીલ શ્રીહરિ કુટસા અને બેંગલુરૂના એક મંદિરના પૂજારી કે.એસ.એન. દીક્ષિતની અરજીને સ્વીકાર કર્યો છે. કોર્ટ આ મામલે 27 મેના રોજ સુનવણી કરી શકે છે. કર્નાટક સરકારને પણ આ મામલાને લઇને કોર્ટ તરફથી નોટિસ આપવામાં આવી છે.

વર્ષભરનો ખર્ચ માત્ર 48 હજાર રૂપિયાઃ-
કર્નાટકમાં સી શ્રેણીમાં આવતાં મંદિરોમાં વર્ષભરનો ખર્ચ લગભગ 48 હજાર રૂપિયા આપવામાં આવે છે. તેમાંથી તેમને મંદિરના રોજના ખર્ચ, મેન્ટનેંસ, સેવકોનો પગાર વગેરે ખર્ચની પૂરતી કરવાની હોય છે. આ મંદિર પોતાના ખર્ચની પૂરતી મોટાભાગે દાનરાશિથી જ કરે છે. કર્નાટક હિંદુ ધાર્મિક સંસ્થા અને ધર્માર્થ વ્યવસ્થા વિભાગ (KHRICE) પાસે મંદિરો માટે લગભગ 300 કરોડથી વધારેનું બજેટ છે પરંતુ તે મોટાભાગે મોટાં મંદિરોમાં ખર્ચ થાય છે. નાના મંદિરોને કંઇ મળી શકતું નથી. જ્યારે, રાજ્યમાં નાના મંદિરોની સંખ્યા જ સૌથી વધારે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી