તુલા રાશિફળ 2023:આ વર્ષે મુશ્કેલીઓનો અંત આવશે, પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાનાં યોગ બનશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોઝિટિવઃ- એપ્રિલથી ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ સારો રહેશે. આ સમય દરમિયાન જીવનની તમામ મુશ્કેલીઓનો અંત આવશે. પોઝિટિવિટી વધશે. કરિયર ક્ષેત્રે વિચારેલી તમામ યોજનાઓ આગળ વધશે. નવા લોકોની મદદ મળશે. આ દિવસોમાં પ્રોપર્ટી કે વ્હીકલ ખરીદવાનાં યોગ બનશે. ઘરમાં નવા ફેરફાર થશે અને જીવનશૈલીમાં પણ બદલાવ જોવા મળશે. અધૂરી યોજનાઓ પૂરી થશે.

નેગેટિવઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય થોડો કષ્ટદાયી રહી શકે. આ ચાર મહિના થોડું સાચવીને રહેવું પડશે. કોઈ તમારી મદદ કરશે નહી. વિશ્વાસપાત્ર લોકો સાથે તકલીફ થઈ શકે. કોઈ નજીકનું વ્યક્તિ તમારી પાછળ કાવતરું ઘડી શકે. તમારો વિશ્વાસ તૂટી શકે. સંબંધ તૂટવાની આશંકાઓ સર્જાઈ શકે. પોતાની જાત પર નિયંત્રણ રાખવાની જરુરિયાત છે.

વ્યવસાયઃ- જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો સમય મૂંઝવણથી ભરપૂર રહેશે. નોકરી વ્યવસાય ક્ષેત્રે અનેક પ્રકારનાં પડકારોનો સામનો કરવો પડી શકે છે. નોકરી કરતાં લોકોનાં અધિકારીઓ સાથેનાં સંબંધો બગડી શકે છે. આ સમય દરમિયાન નોકરી ન બદલવી. જે જેમ ચાલી રહ્યું છે તેમ જ ચાલવા દો. વ્યવસાયમાં અમુક બાબતો તમારા મત મુજબ નહી થાય. આ સમયે ફક્ત પોતાના કામ પર જ ધ્યાન આપો. રોકાણ માટે પણ આ સમય યોગ્ય નથી. આ સમયે વ્યવસાયનું વિસ્તરણ કરવાનું પણ વિચારશો નહી. મે થી ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે સારો સાબિત થશે. નોકરિયાત લોકોની જૂની સમસ્યાઓ દૂર થશે. સમયનો ભરપૂર સાથ મળશે. મોટી જવાબદારી તમારા ખભા પર આવી શકે છે. આસપાસનું વાતાવરણ એકદમ સુખદ રહેશે. નોકરી જો બદલવા ઈચ્છો છો તો આ સમય એકદમ યોગ્ય રહેશે. વ્યવસાયને આગળ વધારવા માટે પણ સમય ખૂબ જ સારો રહેશે. નવુ સ્ટાર્ટ-અપ શરુ કરવા માટે સમય એકદમ યોગ્ય રહેશે. આવકમાં વૃદ્ધિ થશે.

લવઃ- વર્ષનાં શરુઆતનાં મહિનાનો સમય યોગ્ય રહેશે નહી. આ દિવસોમાં વાદ-વિવાદથી દૂર રહેવું. આ સાથે જ કોઈપણ મોટો નિર્ણય લેવાથી બચો નહીતર સંબંધ તૂટી શકે છે. પ્રેમથી સંબંધ સુધારવાનો પ્રયાસ કરો. મે થી ડિસેમ્બરમાં વિવાહનો યોગ સર્જાઈ શકે.પ્રેમ સંબંધ મજબૂત બનશે. યાત્રાનો યોગ બનશે. મન પ્રસન્ન રહેશે.

વિદ્યાર્થી વર્ગઃ- જાન્યુઆરીથી એપ્રિલની વચ્ચે આવતી પરિક્ષાઓમાં સફળતા ખૂબ જ મુશ્કેલીથી મળશે. આ સમય દરમિયાન કરવામાં આવેલ પરિશ્રમનો ફાયદો ખૂબ જ ઓછો મળશે. તે પછી મેથી ડિસેમ્બર સુધી સમય સારો રહેશે. આ સમય દરમિયાન અભ્યાસમાં મન પણ લાગશે. નવી ચીજવસ્તુઓ શીખશો. કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે તો તે સિદ્ધ થશે. આ સમય દરમિયાન આપવામાં આવેલ ટેસ્ટ અને ઈન્ટરવ્યુમાં સફળતા મળશે.

સ્વાસ્થ્યઃ- વર્ષનાં શરુઆતનાં મહિના હેલ્થ માટે ભારે સાબિત થઈ શકે. આ મહિનાઓમાં દુર્ઘટનાઓનો યોગ બની રહ્યો છે. મે થી ડિસેમ્બર મહિનો હેલ્થ માટે ખૂબ જ સારો રહેશે. હેલ્થ સાથે સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...