• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Libra Natives Will Be Motivated To Accomplish Big Goals And Will Be Able To Handle Responsibilities Well With Appreciation From People.

રવિવારનું ટેરોકાર્ડ રાશિફળ:તુલા જાતકોને મોટા લક્ષ્યોને પૂરાં કરવાનો ઉત્સાહ વધશે અને લોકો દ્વારા મળેલી પ્રશંસાથી જવાબદારીઓ સારી રીતે નિભાવી શકો

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

મેષ TWO OF CUPS

સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપીને તેને સુધારવાની જરૂર છે. જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરવા તમારી માટે જરૂરી છે જેના કારણે નકારાત્મક બાબતોને દૂર કરી શકાશે. લોકો સાથે હળવા મળવાનું થશે. જેની સાથે મનમુટાવ થયો છે તેમની સાથે હાલ સંબંધ સુધારવાનો સમય છે.

કરિયરઃ- પરિણામને લગતી ચિંતા ન કરીને બનાવેલી યોજના પર કામ શરૂ કરો.

લવઃ- પાર્ટનરની સાથે સંબંધો સુધારવા માટે લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવશે. પરંતુ તેમની દખલઅંદાજી કેટલી રહેશે તે તમારે નક્કી કરવાનું છે.

હેલ્થઃ- પેટ દર્દ કે પેટને લગતું ઈન્ફેક્શન થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ-1

--------------------------------

વૃષભ PAGE OF SWORDS

કોઈ વિશેષ પ્રકારની જાણકારી મળી ન શકવાને લીધે નિર્ણય લેવામાં તકલીફ રહેશે. બીજા લોકો દ્વારા કરવામાં આવેલ દબાણ તમારી માટે તકલીફનું કારણ બની શકે છે. મનમાં પેદા થઈ રહેલા વિચારોને સારી રીતે સમજાવાનો પ્રયત્ન કરો.

કરિયરઃ- .યુવા વર્ગને કામ પ્રત્યે ગંભીરતા દેખાડવાની જરૂર રહેશે.

લવઃ- રિલેશનશીપને લગતા નિર્ણય પરિણામને સારી રીતે જાણીને આગળ વધો. હેલ્થઃ- ગેસની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-5

--------------------------------

મિથન SEVEN OF WANDS

માનસિક રીતે અનુભવાતી બેચેનીને દૂર કરવા માટે માર્ગ મળશે પરંતુ તે ધાર્યા પ્રમાણે ન હોવાથી ઉદાસીનતા રહેશે. કોઈપણ વાતનો સ્વીકાર કરતાં પહેલાં જ્યાં સુધી તમે માનસિક રીતે પૂરી રીતે તૈયાર ન હોવ ત્યાં સુધી આગળ ન વધશો.

કરિયરઃ- કરિયરને લગતી વાતોમાં સ્થિરતા લાવવા માટે મહેનત કરવાની જરૂર છે.

લવઃ- જ્યાં સુધી વ્યક્તિગત વાતોમાં સુધારો નથી થતો ત્યાં સુધી સંબંધો વિશે વિચાર ન કરો.

હેલ્થઃ- શરીરમાં દુઃખાવાની તકલીફ રહે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-2

--------------------------------

કર્ક THE TOWER

ભવિષ્યને લગતા વિચાર કરીને તમે પોતાની માટે તણાવ વધારી રહ્યા છે. લેવામાં આવેલ નિર્ણયમાં ફેરફાર લાવવાની જરૂર નથી. તેમ છતાં તમને અનુભવાતી નકારાત્મક વાતોને લીધે તમે નિર્ણય બદલી નાખો, પણ તે નુકસાન તો નહીં કરે પરંતુ માનસિક તણાવ જરૂર પેદા કરી શકે છે. જો નિર્ણય પર ટકી રહેવું હોય તો પોતાને હકારાત્મક રાખીને પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહો. કરિયરઃ- કામને લગતો રાખવામાં આવેલ ટાર્ગેટ પૂરો કરવા એકાગ્રતા વધારવાની જરૂર છે.

લવઃ- પાર્ટનરની પ્રત્યે નકારાત્મક વિચાર પેદા ન થાય તેનું ધ્યાન રાખો.

હેલ્થઃ- તમારી કોઈ ભૂલને લીધે સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-3

--------------------------------

સિંહ THREE OF CUPS

મિત્રોની સાથે મળવાનું થશે. પરિવાર કરતા બીજા લોકોને વધુ સમય આપવાને લીધે પરિવારના લોકો નારાજ રહી શકે છે. પોતાની જવાબદારીઓ કરતા મોજ-મસ્તી પર વધુ ધ્યાન આપશો. ક્ષમતાથી વધુ ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- વેપારી વર્ગને નવા લોકો સાથે મળવાની જરૂર રહેશે, તો જ વેપારનો વિસ્તાર કરી શકશો.

લવઃ- રિલેશનશીપમાં સમાધાનની જરૂર લાગશે. હેલ્થઃ- સ્વાસ્થ્ય સારું રહે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-9

--------------------------------

કન્યા SIX OF SWORDS

જીવનમાં કેટલાક ફેરફાર થઈ શકે છે. અટવાયેલી વાતો આગળ વધવા લાગશે. યાત્રાના યોગ પેદા થઈ રહ્યાં છે, જેના કારણે નવા લોકો સાથે તમારે મળવાનું થઈ શકે છે. જે મનને પ્રસન્ન તો કરશે જ સાથે હકારાત્મક વાતોમાં જાગરુકતા પેદા કરાવશે.

કરિયરઃ- કામથી થોડો બ્રેક લઈને કામની શરૂઆત નવી રીતે કરવાનો પ્રયાસ કરવો પડે.

લવઃ- રિલેશનશીપમાં થોડો તણાવનો અનુભવ કરશો.

હેલ્થઃ- ગળાની ખારાશ કે શરદીની તકલીફ રહે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-8

--------------------------------

તુલા THE WORLD

તમારા દ્વારા રાખવામાં આવેલ કોઈ લક્ષ્ય પૂરું થતું લાગી રહ્યું છે જેના કારણે મોટા લક્ષ્ય પ્રાપ્ત કરવાનો ઉત્સાહ વધી શકે છે. લોકો દ્વારા મળેલી પ્રશંસાને લીધે પોતાની જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવવાનો તમે પ્રયાસ કરશો.

કરિયરઃ- કામનો વિસ્તાર કરવા માટે અપેક્ષા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે.

લવઃ- સંબંધમાં બધુ સારું છે છતાં તમને નકારાત્મકતાનો અહેસાસ કેમ થઈ રહ્યો છે તે જાણો.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શનની તકલીફ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

શુભ રંગઃ-પર્પલ

શુભ અંકઃ-4

--------------------------------

વૃશ્ચિક EIGHT OF WANDS

મોટાભાગની બાબતો મરજી પ્રમાણે થતી જોવા મળશે. કોઈપણ કામ પુરું કરતી વખતે તમારું મન ન ભટકે એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આળસની અસર તમારા વ્યક્તિત્વ પર પણ જોવા મળશે.

કરિયરઃ- સ્ટોક માર્કેટને લગતી વાતોમાં સુધારો જોવા મળશે. લવઃ- રિલેશનશીપને લીધે તમને ખુશીઓનો અનુભવ થશે.

હેલ્થઃ- અપચાની સમસ્યા વધી શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ-6

--------------------------------

ધન THE HANGEDMAN

પોતાની વાત પર અડી રહેવાથી બીજા લોકોના દ્રષ્ટિકોણનો સામનો કરવો તમારી માટે કઠિન રહેશે. પોતાની જીદ્દને મહત્વ ન આપીને યોગ્ય નિર્ણય પર ધ્યાન આપવું તમારી માટે જરૂરી છે. કામ સાથે જોડાયેલ દરેક વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

કરિયરઃ- મોટાભાગના કામ સરળતાથી પૂરાં થશે પરંતુ જે વાતોને લીધે તણાવ લાગી રહ્યો છે તેના પર ધ્યાન આપજો.

લવઃ- પાર્ટનરને લીધે રૂપિયાને લગતો કોઈ મોટો નિર્ણય તમારા દ્વારા લઈ શકાય છે.

હેલ્થઃ- માથાનો દુઃખાવો તમને પરેશાન કરી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ-7

--------------------------------

મકર ACE OF PENTACLES

રૂપિયાનો સંભાળીને ઉપયોગ કરવાની જરૂર છે. જ્યાં સુધી લોકોના ઈરાદાઓ ન સમજાય ત્યાં સુધી કોઈપણ પ્રકારનો વ્યવહાર ન કરો તો સારું રહેશે. રૂપિયાની આવક અચાનક વધી શકે છે.

કરિયરઃ- વેપારી વર્ગને કામનો વિસ્તાર કરવાની તક ઝડપથી મળી જશે.

લવઃ- રિલેશનશીપની ચર્ચા પરિવારના લોકોની સાથે જ થઈ શકે છે.

હેલ્થઃ- એસીડીટી ન વધે એ વાતનું ધ્યાન રાખજો. શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ-1

--------------------------------

કુંભ THE DEVIL

જે વાતોને લીધે મનમાં ડર પેદા થઈ રહ્યો છે એવી વાતોનો સામનો કરવાનો તમે પ્રયાસ કરજો. તેમ છતાં કેટલીક વાતોમાં ઓછો વિશ્વાસ હોવાને લીધે તક મળવા છતાં તેની પર કામ કરી શકવું તમારી માટે અસંભવ લાગશે. આજના દિવસે પોતાની માનસિક સ્થિતિ અને પોતાની પ્રત્યે રાખવામાં આવેલ વિચારોમાં ફેરફાર લાવાવનો પ્રયાસ કરો.

કરિયરઃ- નોકરી કરનારાને મહેનત પ્રમાણે પ્રગતિ થતી રહેશે.

લવઃ- રિલેશનશીપને લીધે પરિવારના લોકોની સાથે વિવાદ પેદા થઈ શકે છે.

હેલ્થઃ- શરીરની ગરમી વધવાથી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-1

--------------------------------

મીન NINE OF PENTACLES

કોઈપણ વાતને લગતો નિર્ણય અમલમાં લાવતી વખતે દૂર દ્રષ્ટિ રાખવાની જરૂર રહેશે. જે બાબતોને લીધે અત્યાર સુધી તમને ફાયદો થયો છે એ વાતો પર ધ્યાન આપીને એ સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરજો. તમારા દ્વારા દેખાડવામાં આવેલ સંયમને લીધે મોટો લાભ પ્રાપ્ત થઈ શકે છે.

કરિયરઃ- કરિયરને લગતા કોઈપણ ફેરફાર કરતાં પહેલાં તમારી ઈચ્છા અને અપેક્ષાની સાથે જ રૂપિયાને લગતા ફાયદા કઈ રીતે મળશે તેનું ધ્યાન આપજો.

લવઃ- પરિવાર અને પાર્ટનરની સાથે અંતર વધી શકે છે.

હેલ્થઃ- ઊંઘ સારી રીતે ન લેવાને લીધે થાકનો અનુભવ થતો રહેશે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 8

અન્ય સમાચારો પણ છે...