રવિવારનું રાશિફળ:રવિવારે સિદ્ધિ શુભ યોગથી મેષ, મકર સહિત 4 રાશિના જાતકોને ધનલાભ, પ્રગતિની તકો પ્રાપ્ત થશે

8 દિવસ પહેલા
  • કૉપી લિંક

22 જાન્યુઆરી, રવિવારના રોજ સિદ્ધિ નામનો શુભ યોગ સર્જાઈ રહ્યો છે. તેને કારણે કેટલાયે લોકો માટે દિવસ સારો રહેશે. મેષ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. વૃષભ રાશિના લોકોની ડેઇલી ઇન્કમમાં અગાઉ કરતાં વધારો થશે. કન્યા રાશિના જાતકોને તેમના બિઝનેસમાં ઉપલબ્ધિઓ હાંસલ થશે. મકર રાશિના નોકરિયાત લોકોને પ્રમોશન મળી શકે છે. આ ઉપરાંત અન્ય રાશિઓ માટે દિવસ સામાન્ય રહેશે.

22 જાન્યુઆરી, રવિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે જાણીતા જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના જણાવ્યા પ્રમાણે તમારી રાશિ મુજબ.

મેષ:-
પોઝિટિવઃ- આજે ગ્રહો તમારા માટે શુભ તકો ઉભી કરી રહ્યા છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થશે, પારિવારિક કાર્ય પૂર્ણ કરવામાં આજે સફળતા મળશે
નેગેટિવઃ- કેટલાક લોકો ઈર્ષ્યાની ભાવનાથી તમારી નિંદા કરી શકે છે. નકારાત્મક વૃત્તિવાળા લોકોથી અંતર રાખો.થોડો સમય બાળકો સાથે જ વિતાવો.
વ્યવસાયઃ- વેપારમાં વધુ મહેનતની જરૂર છે. કાર્યમાં આજે ધારેલી સફળતા મળશે.આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં પડીને કારકિર્દી સાથે કોઈપણ રીતે સમાધાન કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- વાતાવરણીય રોગોથી સાવધાન રહો. તમારી આદતો અને દિનચર્યાને સંપૂર્ણપણે બદલી નાખો
***
વૃષભ:-
પોઝિટિવઃ- ઘરના વડીલોના અનુભવ અને સલાહનું પાલન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. મનની શાંતિ જાળવી રાખવા માટે એકાંતમાં થોડો સમય પસાર કરો.
નેગેટિવઃ- રિયલ એસ્ટેટ સંબંધિત કોઈપણ મામલામાં સાવધાની રાખવાની જરૂર છે. સંબંધોમાં તિરાડ આવી શકે છે. બાળકોના અભ્યાસ અંગે તેમને માર્ગદર્શન આપવું ખૂબ જ જરૂરી છે.
વ્યવસાયઃ- દૈનિક આવક સારી રહેશે, લોન સંબંધિત મામલાઓમાં તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.
લવઃ- પરિવાર સાથે થોડો સમય વિતાવવાથી તમે હળવાશ અનુભવશો.અવિવાહિત લોકોને સારા સમાચાર મળશે.
સ્વાસ્થ્ય- ગળામાં ચેપ અને એલર્જી જેવી સમસ્યાઓ થઇ શકે છે.
***
મિથુન:-
પોઝિટિવઃ- તમારો સમય આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં વિતાવશો.નવી ઉર્જાનો સંચાર થશે. વિદ્યાર્થીઓ તેમના કોઈપણ પ્રોજેક્ટને પૂર્ણ કરવા બદલ ગર્વ અનુભવશે.
નેગેટિવઃ- માતા-પિતાએ પોતાના બાળકો સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખવો જોઈએ. વધારે અંકુશ તેમના સ્વભાવને વધુ જિદ્દી બનાવી શકે છે.
વ્યવસાયઃ- વ્યાપાર પ્રમાણે સંજોગો તમારા પક્ષમાં છે.
લવઃ- અપરિણીત લોકોને લગ્ન સંબંધિત સારા સમાચાર મળશે
સ્વાસ્થ્યઃ- જે લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યા છે, તમારી દિનચર્યા અને ખોરાક સંતુલિત રાખો.
***
કર્ક:-
પોઝિટિવઃ- વડીલોના આશીર્વાદ અને સહયોગ તમારા ભાગ્યમાં મદદ કરશે. ધાર્મિક વિધિઓથી સંબંધિત પૂજા પાઠ ઘરમાં પૂર્ણ થઈ શકે છે. જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રબળ રહેશે.
નેગેટિવઃ- ક્યારેક તમારો ગુસ્સો અને ઉતાવળ તમારા માટે મુશ્કેલી ઊભી કરે છે. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમનું મનોબળ વધશે.
વ્યવસાયઃ- લક્ષ્ય પૂર્ણ થવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે, મીડિયા અને કોમ્પ્યુટર સંબંધિત વ્યવસાયોમાં નફાકારક સ્થિતિ સર્જાશે.
લવઃ- નજીકના પરિજન સાથે સમય વિતાવવાથી તણાવ ઓછો થશે અને સંબંધોમાં મધુરતા પણ વધશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ બદલાતા હવામાનને કારણે બિલકુલ બેદરકારી ન રાખવી.
*** ​​​​​​​
સિંહ:-:
પોઝિટિવઃ કૌટુંબિક વાતાવરણમાં સકારાત્મક પરિવર્તન આવશે. સાસરી પક્ષ તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ- આજે ક્યાંય પૈસાની લેવડ-દેવડ ન કરવી હિતાવહ રહેશે, યુવાનોને ઈન્ટરવ્યુ વગેરેમાં સફળતા ન મળવાને કારણે નિરાશાની સ્થિતિ રહેશે.
વ્યવસાયઃ વ્યવસાય સંબંધિત કોઈપણ કામ અથવા પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ચોક્કસ બિલનો ઉપયોગ કરો, કારણ કે આ સમયે પારદર્શિતા જાળવવી ખૂબ જ જરૂરી છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં સમસ્યા ઉદ્ભવી શકે છે
સ્વાસ્થ્યઃ- પેટમાં દુખાવો અને ગેસના કારણે પરેશાન રહેશો.​​​​​
***​​​​​​​
કન્યા:-
પોઝિટિવઃ ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન સંબંધિત કોઈપણ કાર્ય પૂર્ણ થઈ શકે છે, જેના કારણે સકારાત્મક ઉર્જા પ્રબળ રહેશે. સંતાનની ચાલી રહેલી કોઈપણ સમસ્યાનો ઉકેલ મળશે
નેગેટિવઃ- ક્યારેક તમારી વધુ પડતી દખલગીરીને કારણે ઘરનું વાતાવરણ બગડી શકે છે. ભાઈઓ સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે.
વ્યવસાય - વર્તમાન વ્યવસાયમાં તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો દ્વારા નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે, અનુભવી વ્યક્તિની સલાહ લેવી ફાયદાકારક રહેશે.
લવઃ- પરિવારના સભ્યો સાથે થોડો સમય પસાર કરી શકાશે,પરસ્પર સંબંધોમાં નિકટતા પણ આવશે.
સ્વા​​​​​​​સ્થ્યઃ- આજે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે
***
તુલા:-
પોઝિટિવઃ- તમારી પસંદગીની પ્રવૃત્તિઓમાં સમય ફાળવી શકશો, આજે નવી ઉર્જાનો અનુભવ કરશો. તેમજ કલાત્મક અને સર્જનાત્મક કાર્ય કરવામાં રુચિ ધરાવશો
નેગેટિવઃ- બાળકોની પ્રવૃત્તિઓ પર નજર રાખવી જરૂરી છે. અને તેમના સ્વભાવમાં ચીડિયાપણું જોવા મળશે જેવી સ્થિતિ
વ્યવસાય:- અંગત વ્યસ્તતાને કારણે વ્યવસાયમાં યોગ્ય ધ્યાન આપી શકશો નહીં. આજે કોઈપણ નવા કાર્યની શરૂઆત મુલતવી રાખો અને વર્તમાન કામ પર ધ્યાન આપો.
લવઃ- ઘરનું વાતાવરણ ઠીક કરવામાં જીવનસાથીનો ઘણો સહયોગ મળશે, પરસ્પર સંબંધોમાં પણ નિકટતા આવશે.
સ્વાસ્થ્યઃ-પેટમાં ગેસ સંબંધિત સમસ્યા રહેશે.
***
વૃશ્ચિક:-
પોઝિટિવઃ- આજનો દિવસ પરિવાર સાથે પસાર થશે, રોજિંદા કંટાળાજનક દિનચર્યામાંથી રાહત મળશે અને તમે ઉત્સાહ અનુભવશો.
નેગેટિવ- પૈસાની લેવડ-દેવડ કરતી વખતે અથવા પેમેન્ટ એકત્રિત કરતી વખતે સાવચેત રહેવું આજે આવશ્યક છે.
વ્યવસાયઃ- વેપારમાં નવી યોજનાઓ અને પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો. નોકરી-વ્યવસાય કરતા લોકો તમારા લક્ષ્યને પૂર્ણ કરવા માટે દબાણ કરશે.
લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પરંતુ લગ્નેતર સંબંધો મુશ્કેલી ઊભી કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- વ્યસ્તતાને કારણે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખો. થાક અને તાણ તમારી કાર્યક્ષમતાને અસર કરી શકે છે.
***
ધન:-
પોઝિટિવઃ- આપની આસપાસના સકારાત્મક લોકો સાથે વાતચીત કરી હળવાશ અનુભવશો. દૈનિક કાર્યો સાથે તમે અન્ય કાર્યો ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો.
નેગેટિવઃ- બાળકોને વધુ પડતી ઢીલાશ ન આપો. અન્યથા સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
વ્યવસાય:- બિઝનેસ પાર્ટનર અને કર્મચારીઓ સાથે ચાલી રહેલા સંબંધોમાં તણાવનો અંત આવશે.
લવઃ- પરિવારના સભ્ય ગંભીર પરિસ્થિતિમાં તમારી સાથે ખભે ખભા મિલાવીને ઊભા રહેશે
સ્વા​​​​​​​સ્થ્યઃ- શરદી, ખાંસી અને એલર્જી જેવી સમસ્યાઓ રહી શકે છે.
***
મકર:-
પોઝિટિવઃ-આજના દિવસે ધીરજ અને સંયમથી કામ લેવાનો આગ્રહ રાખવો.આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. નજીકના સંબંધી દ્વારા કોઈ શુભ કાર્ય પર જવા માટે આમંત્રણ મળશે.
નેગેટિવઃ- અંગત સમસ્યાઓ ઉકેલવાની સાથે ઘરની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું, કોઈ પૈતૃક સંપત્તિ સંબંધિત સમસ્યાઓના કારણે સંબંધ ના બગડે તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- આજનો દિવસ વ્યવસાયની દૃષ્ટિએ ઘણો સારો છે, ભાગીદારીથી લાભ મળે.
લવઃ- પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.
સ્વાસ્થ્યઃ- કોઈપણ પ્રકારના વ્યસનથી દૂર રહો, તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
***
કુંભ:-
પોઝિટિવઃ- વ્યસ્ત હોવા છતાં તમે તમારા પરિવાર અને સંબંધીઓ માટે સમય ફાળવી શકશો. તમારી કાર્યક્ષમતા દ્વારા તમને અપેક્ષિત નફો પણ મળશે. તમારી યોજનો પર અમલ કરવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
નેગેટિવઃ- ગંભીર સમસ્યામાં ધીરજ અને સંયમથી કામ લેવું, બદનક્ષી કે ખોટા આરોપ જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. વધુ
વ્યવસાયઃ- મીડિયા સંબંધિત પ્રવૃત્તિઓમાં આવકના સ્ત્રોત વધશે, નોકરીયાત લોકોને બિઝનેસ ટ્રીપ પર જવું પડી શકે છે.
લવઃ- વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. સમગ્ર પરિવારના સભ્યો વચ્ચે યોગ્ય સંકલન સાથે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રબળ રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.
***
મીન:-
પોઝિટિવઃ- ઘરમાં ખાસ મહેમાનોના આગમનને કારણે ઘણી વ્યસ્તતા રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓ તેમના અભ્યાસથી વિચલિત થઈ શકે છે. આ સમયે તેનું ધ્યાન બાહ્ય પ્રછ-વૃત્તિઓમાં વધુ રહેશે
વ્યવસાયઃ- રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો આજે ફાયદાકારક સોદા કરી શકે છે. ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં પેપર વર્ક કરતી વખતે ખૂબ કાળજી રાખવી લાભદાયક રહેશે
લવઃ- પ્રેમ સંબંધોમાં વધુ નિકટતા આવશે.
સ્વાસ્થ્યઃ- આજે​​​​​​​ આપનું સ્વાસ્થ્ય સારું રહેશે.