મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે સમય કષ્ટપૂર્ણ રહેશે
વૃશ્ચિક સંક્રાંતિનું મહત્ત્વ બુધવારે આ સંક્રાંતિ હોવાથી તેનું મહત્ત્વ વધી ગયું છે. આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિના વિશિષ્ઠ પૂજન અને ઉપાયથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન થાય છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં અને કરિયરમાં સફળતા મળે છે.
સંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાનું મહત્ત્વ છે. જેથી ઘણાં લોકો આ દિવસે ગરીબોને ખાન-પાનની વસ્તુઓનું દાન કરે છે.
વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સ્નાન, વિષ્ણુપૂજા અને દાનનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે શ્રાદ્ધ અને પિતૃ તર્પણનું પણ ખાસ મહત્ત્વ હોય છે.
વૃશ્ચિક સંક્રાંતિના દિવસના 16 કલાકને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દાન કરવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે.
આ દાન સંક્રાંતિકાળમાં કરવું શુભ મનાય છે. વૃશ્ચિક સંક્રાંતિમાં બ્રાહ્મણને ગાય દાન કરવાનું ખાસ મહત્ત્વ હોય છે.
આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન અને ત્યાર બાદ સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.
પૂજા વિધિ
સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું અને ત્યાર બાદ સૂર્યદેવની પૂજા કરવી જોઇએ.
પાણીમાં લાલ ચંદન મિક્સ કરીને તાંબાના લોટાથી સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઇએ. સાથે જ, રોલી અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ધ્ય આપવું.
પૂજા બાદ નૈવેદ્ય ધરાવો અને તેને પ્રસાદ સ્વરૂપે બધામાં વહેંચો.
વૃશ્ચિક સંક્રાંતિનું ફળ સૂર્યના વૃશ્ચિક રાશિમાં પ્રવેશથી ખોટાં કામ વધી શકે છે. ચોર અને ભ્રષ્ટાચારી લોકો વધવાની સંભાવના છે. વસ્તુઓની માંગ વધી શકે છે. મંગળની રાશિમાં સૂર્યના પ્રવેશથી 15 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે સમય કષ્ટપૂર્ણ રહેશે. અનેક લોકો ઉધરસ અને ઠંડીથી પીડિત રહી શકે છે. આંતરાષ્ટ્રીય સ્તર પર પણ સૂર્યની અશુભ અસર જોવા મળી શકે છે. રાષ્ટ્રો વચ્ચે સંઘર્ષ વધી શકે છે. આસપાસના દેશો સાથે ભારતના સંબંધ તણાવપૂર્ણ બની શકે છે.
આ લેખની સંપૂર્ણ માહિતી અમદાવાદના જ્યોતિષી આશિષ રાવલ(ashishrawal13677@gmail.com) દ્વારા જણાવવામાં આવી છે