જ્યોતિષ:કમૂરતામાં જમીન, મકાન, વાહન, નવાં કપડાં પણ ખરીદી શકાય છે, ડિસેમ્બરમાં વેપાર શરૂ કરવાના ત્રણ મુહૂર્ત છે

અમદાવાદ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • આજથી 14 જાન્યુઆરી સુધી કમૂરતાં, શુભકાર્યો વર્જિત પણ અન્ય કાર્યો કરવા શુભ

16 ડિસેમ્બરથી કમૂરતા બેસી જશે. ધન રાશિમાં સૂર્યના પ્રવેશ સાથે જ કમૂરતા શરૂ થતાં હોય છે. હવે 14 જાન્યુઆરી 2021 સુધી શુભ કાર્યો નહીં કરી શકાય. પરંતુ કમૂરતામાં જમીન, મકાન કે વાહનની ખરીદી કરવાની મનાઈ નથી. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રના જણાવ્યા અનુસાર આ વર્ષે 16 ડિસેમ્બરે સવારે 6.49 વાગ્યે સૂર્ય ધન રાશિમાં પ્રવેશ કરશે માટે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2021 સુધી ધન સંક્રાંતિને લીધે કમૂરતાનો દોષ રહેશે.

જ્યોતિષ ગ્રંથોના જણાવ્યા મુજબ આ દિવસોમાં મકાન, પ્લોટ કે રિયલ એસ્ટેટ સંબંધિત ખરીદી પણ કરી શકાય છે. માત્ર સોનું અને ગુરુ ગ્રહને સંબંધિત ચીજવસ્તુની ખરીદી આ સમયમાં શુભ મનાતી નથી. જો કે, આ ચીજવસ્તુનું બુકિંગ થઈ શકે છે. પંડિત મિશ્રના જણાવ્યા મુજબ શાસ્ત્રોમાં કમૂરતા દરમિયાન ખરીદીની કોઈ મનાઈ નથી. અત્યંત આવશ્યકતા હોય તો ખરીદીમાં કોઈ જ સમસ્યા નથી. વાહન સહિતની ચીજવસ્તુ ખરીદી શકાય છે. ભોપાલના જ્યોતિષાચાર્ય પંડિત હેમચંદ્ર પાંડેયના જણાવ્યા અનુસાર કમૂરતામાં નવી ખરીદી કરી શકાય છે. આ સમય દરમિયાન નવા વસ્ત્રો કે આભૂષણ ન પહેરવા જોઈએ. પરંતુ આ વસ્તુની ખરીદી પર કોઈ પ્રકારની મનાઈ નથી.

ખરીદી કરવા માટેના કેટલાક વિશેષ મુહૂર્ત અને શુભ દિવસ

વાહન ખરીદવા

 • 18 ડિસેમ્બર 2020, શુક્રવાર
 • 20 ડિસેમ્બર 2020, રવિવાર
 • 27 ડિસેમ્બર 2020 રવિવાર
 • 30 ડિસેમ્બર 2020, બુધવાર
 • 01 જાન્યુઆરી 2020, શુક્રવાર
 • 06 જાન્યઆરી 2020, બુધવાર
 • 08 જાન્યુઆરી 2021, શુક્રવાર

જમીન-મકાન ખરીદવા

 • 31 ડિસેમ્બર 2020, ગુરુવાર
 • 03 જાન્યુઆરી 2020, રવિવાર
 • 04 જાન્યુઆરી 2020, સોમવાર
 • 08 જાન્યુઆરી 2020, શુક્રવાર
 • 09 જાન્યુઆરી 2020, શનિવાર
 • 12 જાન્યુઆરી 2020, મંગળવાર

વેપાર શરૂ કરવા

 • 17 ડિસેમ્બર 2020, ગુરુવાર
 • 24 ડિસેમ્બર 2020 ગુરુવાર
 • 27 ડિસેમ્બર 2020, રવિવાર
અન્ય સમાચારો પણ છે...