મીનારક કમુરતા પૂર્ણ, માંગલિક કાર્યો શરૂ થશે:આ મહિને પહેલું લગ્ન મુહૂર્ત 17 એપ્રિલે રહેશે, મે મહિનામાં સૌથી વધારે 13 દિવસ લગ્ન રહેશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 એપ્રિલના રોજ સૂર્યના રાશિ પરિવર્તન પછી 17 તારીખથી ફરીથી લગ્ન સિઝન શરૂ થઈ જશે. હવે આવતા 4 મહિનામાં કુલ 33 લગ્ન મુહૂર્ત રહેશે. મીનારક કમુરતા પૂર્ણ થતાં જ લગ્ન, દેવ પ્રતિષ્ઠા, ગૃહ નિર્માણ, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો 14 એપ્રિલ પછી શરૂ થઈ ગયા છે. વર્ષની વચ્ચે દેવશયની એકાદશી 10 જુલાઈ રવિવારથી ચાતુર્માસ શરૂ થતાં જ 4 મહિના માટે શુભ કામ ફરીથી અટકી જશે. આ શુભ કાર્યોની શરૂઆત દેવઊઠી એકાદશી 4 નવેમ્બરથી થઈ જશે.

સૂર્ય ઉચ્ચ અને ગુરુ સ્વરાશિમાં રહેશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે હવે ગ્રહોના રાજા સૂર્ય રાશિ બદલીને મેષમાં આવી ગયા છે. જેથી મીનારક કમુરતા પૂર્ણ થઈ ગયા છે. હવે દેવગુરુ બૃહસ્પતિ પણ પોતાની રાશિ મીનમાં રહેશે અને સૂર્યનું ઉચ્ચ રાશિમાં ભ્રમણ હોવાથી લગ્ન કાર્યોમાં વર-વધુની કુંડળીમાં સૂર્ય અને ગુરુની શુભ સ્થિતિ જોતા લગ્ન મુહૂર્ત જોવામાં આવશે. આ સમયગાળામાં ચંદ્રબળને જોઈને શુભ લગ્નની તારીખ નક્કી કરવામાં આવશે.

પહેલું લગ્ન મુહૂર્ત 17 એપ્રિલના રોજ રહેશે
આ મહિને 17 એપ્રિલ, રવિવારે સ્વાતિ નક્ષત્ર અને એકમ તિથિએ લગ્નનું પહેલું મુહૂર્ત રહેશે. ત્યાં, 28મીએ મહિનાનું છેલ્લું લગ્ન મુહૂર્ત રહેશે. તે પછી મે મહિનામાં લગ્ન માટે સૌથી વધારે 13 દિવસ મળશે. ત્યાં જ, જૂનમાં 10 લગ્ન મુહૂર્ત રહેશે. જુલાઈ અને નવેમ્બરમાં 4-4 અને ડિસેમ્બરમાં લગ્ન માટે પાંચ દિવસ શુભ રહેશે.

મે મહિનામાં લગ્ન માટે સૌથી વધારે 13 દિવસ મળશે
મે મહિનામાં લગ્ન માટે સૌથી વધારે 13 દિવસ મળશે

જુલાઈ સુધી કુલ 33 લગ્ન મુહૂર્ત

  • એપ્રિલ- 17, 19, 21, 22, 23 અને 28
  • મે- 2, 3, 9, 10, 11, 12, 13, 17, 18, 20, 25, 26 અને 31
  • જૂન- 6, 8, 11, 12, 13, 14, 15, 16, 21 અને 22
  • જુલાઈ- 3, 5, 6 અને 8

બુધાદિત્ય યોગ સાથે ગ્રહણ દોષ
જ્યોતિષીઓ પ્રમાણે 14 એપ્રિલના રોજ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરતા જ ત્યાં પહેલાંથી જ રહેલ બુધ અને રાહુ સાથએ સૂર્યની યુતિ બનશે. સૂર્ય અને બુધની યુતિના કારણે બુધાદિત્ય યોગ રહેશે. પરંતુ સૂર્ય-રાહુની યુતિના કારણે ગ્રહણ દોષ પણ લાગશે. જેના ફળસ્વરૂપ શાસક વર્ગ માટે આ સમય શુભ કહી શકાય નહીં. સૂર્ય-રાહુની યુતિના કારણે સત્તા પક્ષને ગુપ્ત શત્રુ હાનિ પહોંચાડવાની કોશિશ કરશે અથવા સત્તા પક્ષમાં કોઈ મુખ્ય વ્યક્તિને શારીરિક કષ્ટની શક્યતા પણ રહેશે.