તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંદિરોમાં હરાજી:કેરળના 1248 મંદિરોને દાનમાં આવેલાં સેંકડો ટન પીત્તળના વાસણ અને દીવા વેચવામાં આવશે

એક વર્ષ પહેલા
  • ત્રાવણકોર દેવસ્વામ બોર્ડનો નિર્ણય- ઉપયોગમાં ન આવતાં સામાનની હરાજી કરવામાં આવે
  • અનેક મંદિરોમાં રોજ હજારો દીવા અને વાસણો દાનમાં આવે છે
  • માત્ર ગુરુવાયૂર મંદિરમાં 9000 દીવાનુ રોજ દાન કરવામાં આવે છે

લોકડાઉનના કારણે દેશમાં અનેક મંદિરોની આર્થિક સ્થિતિ ખરાબ થઇ રહી છે. આ બધા વચ્ચે કેરળમાં મંદિરોની આવક વધારવા અને આર્થિક આધારને મજબૂત કરવા માટે ત્રાવણકોર દેવસ્વામ બોર્ડ (ટીડીબી) કેરળના મંદિરમાં ઉપયોગમાં ન આવતાં વાસણ અને તાંબા-પીત્તળને વેચવા જઇ રહ્યું છે. આ સામાનની માત્ર અનેક સો ટનમાં છે. ટીડીબી કેરળમાં 1248 મંદિરોના સંચાલનનું કામ કરે છે. તેમાં પ્રસિદ્ધ સબરીમાલા અયપ્પા મંદિર, તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિર, હરિપદ શ્રી સુબ્રહ્મણ્ય મંદિર, એટ્ટમનૂર મહાદેવા મંદિર અને અંબાલાપુજા શ્રી કૃષ્ણ મંદિર સામેલ છે. જોકે, ટીડીબીના આ નિર્ણયથી અનેક લોકોમાં નિરાશા અને ગુસ્સો પણ છે. સોશિયલ મીડિયા ઉપર લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

હાલ, હિસાબ તૈયાર થઇ રહ્યો છેઃ-

ટીડીબી તે દીવા અને વાસણોની હરાજી કરવાની યોજના બનાવી રહ્યું છે જે ભક્તો દ્વારા દાન આપવામાં આવ્યાં હતાં. ટીડીબી હાલ તેનો હિસાબ બનાવી રહ્યું છે. તેનાથી સારી એવી રકમ મળવાની આશા છે. કેરળમાં એવા અનેક મંદિર છે, જેમાં ધાતુના દીવા અને વાસણોનું દાન અનેકગણું કરવામાં આવે છે. જેમ કે, સબરીમાલા અને ગુરુવાયૂર મંદિર. આ એક-એક દીવાની કિંમત 3000 થી 5000ની વચ્ચે હોય છે. કેરળના બધા 1248 મંદિરોમાં આવા દીવા અને અન્ય વાસણો છે, જેનો કોઇ ઉપયોગ થઇ રહ્યો નથી.

ગુરવાયુર અને સબરીમાલા મંદિર સિવાય પણ કેરળના અનેક દેવી મંદિરમાં સુખ-શાંતિ અને ગૃહસ્થ સુધ માટે પીત્તળના વાસણ અને દીવાનું દાન કરવામાં આવે છે
ગુરવાયુર અને સબરીમાલા મંદિર સિવાય પણ કેરળના અનેક દેવી મંદિરમાં સુખ-શાંતિ અને ગૃહસ્થ સુધ માટે પીત્તળના વાસણ અને દીવાનું દાન કરવામાં આવે છે

સંભાળવા સરળ નથીઃ-
આવા વાસણ અને દીવાને સંભાળવા અને તેમનું ઓડિટ કરવું વધારે મુશ્કેલ કામ છે. આ સ્થિતિને જોતાં બોર્ડે નિર્ણય લીધો છે કે, આ પ્રકારની બધી જ સામગ્રીઓની હરાજી કરવામાં આવશે. તેના દ્વારા મળતી રકમથી ઘણાં કામ થઇ શકશે. અનેક પ્રોજેક્ટ્સ પૂર્ણ થઇ શકશે. બોર્ડના જનસંપર્ક વિભાગ પ્રમાણે, આવું પહેલીવાર થઇ રહ્યું નથી. પહેલાં પણ આવું થતું આવ્યું છે. પહેલાં મંદિરોથી આ દીવા અને વાસણને ફરીથી પીત્તળ બનાવવા માટે વેચવામાં આવતાં હતાં. પરંતુ તેના દ્વારા કોઇ રેવેન્યૂ મળતું ન હતું.


કેરળમાં નેયવિલ્લકુ સમરપનમ્ રિવાજ છેઃ-
કેરળમાં મંદિરોમાં પીત્તળના મોટા-મોટા દીવા દાન કરવાનો રિવાજ છે. જેને નેયવિલ્લકુ સમરપનમ્ કહેવામાં આવે છે. અહીં માન્યતા છે કે, ઘીના દીવા દાન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. અહીં ગુરૂવાયૂર મંદિરમાં રોજ લગભગ 8000 થી 9000 સુધી દીવા દાનમાં આવે છે. તે જ પ્રકારે, અનેક મંદિરોમાં પીત્તળના વાસણ જેમ કે, ઉરૂલી (એક મોટું ખુલ્લું વાસણ) આપવામાં આવે છે. ન્ય દેવી મંદિરોમાં પણ, ભક્તો દ્વારા પીત્તળના ઉરૂલી આપવામાં આવે છે. આ પ્રકારે અન્ય પીત્તળની વસ્તુઓ જેમ કે, થટ્ટૂ (પ્લેટ્સ), દેવતાઓની નાની મૂર્તિઓ, વાસણ વગેરે. એવામાં આ બધાને સંભાળવા માટે એક મોટી જગ્યાની જરૂરિયાત હોય છે. તેમને સાચવીને રાખવાનો કોઇ અર્થ નથી.

સૌથી મોટા ધાર્મિક બોર્ડમાં ત્રાવણકોર છેઃ-

ત્રાવણકોર દેવસ્વામ બોર્ડ દેશના સૌથી મોટા ધાર્મિક બોર્ડ્સમાંથી એક છે. તેના અધિકારમાં 1248 મંદિર આવે છે. કેગ (CAG) અને કેરળ હાઈકોર્ટના લોકપાલની દેખરેખમાં તેમનું બધું જ કામ થાય છે. ટીડીબીમાં લગભગ 6500 કર્મચારી છે, જેમાં મોટાભાગે પૂજારી, મંદિરના કલાકાર અને અન્ય મંદિર વ્યવસ્થાપક કર્મચારી છે. ટીડીબી કર્મચારી સરકારી કર્મચારી જેવા જ હોય છે. તેટલે જ, તેમને બધા સરકારી લાભ મળે છે, જેમ કે, નિશ્ચિત વેતન, રિટાયરમેન્ટ બાદ પેન્શન.

અન્ય સમાચારો પણ છે...